Site icon News Continuous Bureau | Mumbai

Railway news : પશ્ચિમ રેલવે અમદાવાદ અને દાનાપુર વચ્ચે આ તારીખ સુધી દોડાવશે ગ્રીષ્મકાલીન સ્પેશિયલ ટ્રેન, જુઓ સમયપત્રક..

Railway news : ટ્રેન નંબર 09418 દાનાપુર-અમદાવાદ સ્પેશિયલ 16 એપ્રિલ 2024 થી 25 જૂન સુધી દર મંગળવારે દાનાપુરથી રાત્રે 23:50 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 11:10 કલાકે અમદાવાદ પહોંચશે.

Railway news Western Railway will run a summer special train between Ahmedabad and Danapur

Railway news Western Railway will run a summer special train between Ahmedabad and Danapur

 News Continuous Bureau | Mumbai 

Railway news : પશ્ચિમ રેલવે દ્વારા આગામી ગ્રીષ્મકાલીન મોસમ દરમિયાન યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને  અમદાવાદ અને દાનાપુર વચ્ચે ગ્રીષ્મકાલીન સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર દોડાવવાનો નિર્ણય કર્યો છે. જેની વિગતો નીચે મુજબ છે.

Join Our WhatsApp Channel

ટ્રેન નંબર 09417/09418 અમદાવાદ-દાનાપુર-અમદાવાદ સ્પેશિયલ (કુલ 22 ટ્રીપ)

ટ્રેન નંબર 09417 અમદાવાદ-દાનાપુર સ્પેશિયલ 15 એપ્રિલ 2024 થી 24 જૂન 2024 સુધી દર સોમવારે અમદાવાદથી સવારે 09:10 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 20:30 વાગ્યે દાનાપુર પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09418 દાનાપુર-અમદાવાદ સ્પેશિયલ 16 એપ્રિલ 2024 થી 25 જૂન સુધી દર મંગળવારે દાનાપુરથી રાત્રે 23:50 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 11:10 કલાકે અમદાવાદ પહોંચશે.

આ સમાચાર પણ વાંચો : Delhi Excise Policy: દિલ્હી દારુ કૌભાંડમાં BRS નેતા કે. કવિતાનો મોટો રોલ, કોર્ટે આ તારીખ સુધી લંબાવી CBI કસ્ટડી..

માર્ગમાં બંને દિશામાં, આ ટ્રેન નડિયાદ, છાયાપુરી, રતલામ, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, હિંડૌન સિટી, બયાના, ભરતપુર, મથુરા, કાસગંજ, ફરુખાબાદ, કાનપુર સેન્ટ્રલ, લખનૌ, સુલતાનપુર, જૌનપુર સિટી, વારાણસી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન, બક્સર અને આરા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસના કોચ રહેશે

ટ્રેન નંબર 09417નું બુકિંગ 13 એપ્રિલ, 2024 થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના પરિચાલન સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, યાત્રીઓ  www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Vande Bharat Stone Pelting મુંબઈઅમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સવાર હતા.
Ahmedabad airport gold smuggling “ડૉક્ટર સાહેબ” નીકળ્યા સ્મગ્લર! અમદાવાદ એરપોર્ટ પર મહિલા ડૉક્ટર સોનાની દાણચોરીમાં ઝડપાઈ, અહીં છુપાવ્યું હતું અડધો કિલો સોનું
Gujarat Leads in Organ Donation અંગદાન ક્ષેત્રે ગુજરાત દેશભરમાં અવ્વલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ‘વિશ્વ અંગદાન દિવસ’ની ઉજવણી સાથે “અમરગાથા” પુસ્તકનું વિમોચન
Government Explanation On Ahmedabad Plane Crash અમદાવાદ પ્લેન ક્રેશ અંગે આવ્યો AAIB નો મોટો રિપોર્ટ! ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ મુદ્દે સરકારે આપી મહત્વની સ્પષ્ટતા!
Exit mobile version