Site icon News Continuous Bureau | Mumbai

Railway news : મુસાફરોને નહીં થાય અસુવિધા, પશ્ચિમ રેલવે અમદાવાદ અને દાનાપુર વચ્ચે દોડાવશે હોળી સ્પેશિયલ ટ્રેન.. જાણો સમયપત્રક..

Railway news : બંને દિશામાં આ ટ્રેન આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, ઉધના, ચલથાણ, બારડોલી, નંદુરબાર, ભુસાવલ, ખંડવા, ઈટારસી, જબલપુર, કટની, માણિકપુર, પ્રયાગરાજ છિવકી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન, બક્સર અને આરા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસ કોચ હશે.

Railway news Western Railway will run Holi special train between Ahmedabad and Danapur

Railway news Western Railway will run Holi special train between Ahmedabad and Danapur

News Continuous Bureau | Mumbai

Railway news : આગામી હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને દાનાપુર વચ્ચે હોળી સ્પેશિયલ ટ્રેનની બે ટ્રીપ ખાસ ભાડામાં ચલાવવાનો નિર્ણય કર્યો છે. જેની વિગતો નીચે મુજબ છે.

Join Our WhatsApp Channel

ટ્રેન નંબર 09403/09404 અમદાવાદ-દાનાપુર-અમદાવાદ સ્પેશિયલ (બે ટ્રીપ) 

ટ્રેન નંબર 09403 અમદાવાદ-દાનાપુર સ્પેશિયલ અમદાવાદથી રવિવાર, 24 માર્ચ, 2024 ના રોજ સવારે 07:20 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 19:30 વાગ્યે દાનાપુર પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09404 દાનાપુર-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન સોમવારે, 25 માર્ચ, 2024 ના રોજ દાનાપુરથી 22:30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે સવારે 10:15 કલાકે અમદાવાદ પહોંચશે.

આ સમાચાર પણ વાંચો : ચીનને લાગ્યો મોટો ઝટકો, અમેરિકાએ ખુલ્લેઆમ આ પ્રદેશને ભારતનો ભાગ સ્વીકાર્યો, ડ્રેગનને બતાવ્યો અરીસો.. જાણો વિગતે..

 બંને દિશામાં આ ટ્રેન આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, ઉધના, ચલથાણ, બારડોલી, નંદુરબાર, ભુસાવલ, ખંડવા, ઈટારસી, જબલપુર, કટની, માણિકપુર, પ્રયાગરાજ છિવકી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન, બક્સર અને આરા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસ કોચ હશે. 

ટ્રેન નંબર 09403નું બુકિંગ તમામ પેસેન્જર આરક્ષણ કેન્દ્રો અને આઈ આર સી ટી સી  વેબસાઇટ પર ખુલ્લું છે.ટ્રેનના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in   ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Vande Bharat Stone Pelting મુંબઈઅમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સવાર હતા.
Ahmedabad airport gold smuggling “ડૉક્ટર સાહેબ” નીકળ્યા સ્મગ્લર! અમદાવાદ એરપોર્ટ પર મહિલા ડૉક્ટર સોનાની દાણચોરીમાં ઝડપાઈ, અહીં છુપાવ્યું હતું અડધો કિલો સોનું
Gujarat Leads in Organ Donation અંગદાન ક્ષેત્રે ગુજરાત દેશભરમાં અવ્વલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ‘વિશ્વ અંગદાન દિવસ’ની ઉજવણી સાથે “અમરગાથા” પુસ્તકનું વિમોચન
Government Explanation On Ahmedabad Plane Crash અમદાવાદ પ્લેન ક્રેશ અંગે આવ્યો AAIB નો મોટો રિપોર્ટ! ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ મુદ્દે સરકારે આપી મહત્વની સ્પષ્ટતા!
Exit mobile version