Site icon

Railway News : 13 જાન્યુઆરીના રોજ પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદ અને બાન્દ્રા ટર્મિનસ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન

Railway News : ટ્રેન નંબર 09021 બાન્દ્રા ટર્મિનસ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ શુક્રવાર 12 જાન્યુઆરી, 2024 ના રોજ બાન્દ્રા ટર્મિનસથી 21.30 કલાકે ઉપડશે અને આગલા દિવસે 05.30 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન બંને દિશાઓમાં નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સૂરત, વલસાડ, વાપી, પાલઘર અને બોરીવલી સ્ટેશનો પર રોકાશે.

Railway News Western Railway will run superfast special train between Ahmedabad and Bandra terminus on January 13.

Railway News Western Railway will run superfast special train between Ahmedabad and Bandra terminus on January 13.

News Continuous Bureau | Mumbai 

Railway News : પશ્ચિમ રેલવે ( Western Railway ) દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં અમદાવાદ અને બાન્દ્રા ટર્મિનસ વચ્ચે 13 જાન્યુઆરી 2024 ના રોજ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનની એક ટ્રીપ ચલાવવામાં આવશે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે :

Join Our WhatsApp Community

ટ્રેન નંબર 09022/09021 અમદાવાદ-બાન્દ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ 

ટ્રેન નંબર 09022 અમદાવાદ-બાન્દ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ શનિવાર 13 જાન્યુઆરી, 2024 ના રોજ 08.45 કલાકે અમદાવાદથી ઉપડશે અને એ જ દિવસે 17.15 કલાકે બાન્દ્રા ટર્મિનસ પહોંચશે. આ રીતે, ટ્રેન નંબર 09021 બાન્દ્રા ટર્મિનસ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ શુક્રવાર 12 જાન્યુઆરી, 2024 ના રોજ બાન્દ્રા ટર્મિનસથી 21.30 કલાકે ઉપડશે અને આગલા દિવસે 05.30 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન બંને દિશાઓમાં નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સૂરત, વલસાડ, વાપી, પાલઘર અને બોરીવલી સ્ટેશનો પર રોકાશે. 

આ ટ્રેનમાં એસી ફર્સ્ટ ક્લાસ, એસી 2-ટિયર, એસી 3-ટિયર, એસી3 ઇકોનોમી ક્લાસ, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે. 

આ સમાચાર પણ વાંચો : PM Modi In Nasik: હાથમાં ડોલ અને મોપ… પીએમ મોદીએ નાસિકના કાલારામ મંદિર પરિસરની કરી સાફ-સફાઈ, જુઓ વિડિયો.

 ટ્રેન નંબર 09021 અને 09022 નું બુકિંગ તમામ પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર ચાલુ છે. ઉપરોક્ત ટ્રેનો વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેનો તરીકે ચાલશે. ટ્રેનોના રોકાણ, સંરચના અને સમય અંગે વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version