Site icon News Continuous Bureau | Mumbai

Cotton Farmers: જગતના તાત માટે રાહતની ખબર, ન્યૂનતમ ટેકાના ભાવે થશે કપાસની ખરીદી; ગુજરાતના આ શહેરમાં શાખામાં 30 ખરીદ કેન્દ્રો શરૂ…..

Cotton Farmers : વર્તમાન કપાસ સિઝન 2024-25માં ભારતીય કપાસ નિગમ લિમિટેડ (CCI) દ્વારા ન્યૂનતમ ટેકાના ભાવ (MSP) હેઠળ કપાસની ખરીદી ચાલુ છે.

Relief news for the world's cotton glut, cotton will be purchased at minimum support price; 30 purchase centers started in this city of Gujarat

Relief news for the world's cotton glut, cotton will be purchased at minimum support price; 30 purchase centers started in this city of Gujarat

News Continuous Bureau | Mumbai

Cotton Farmers : વર્તમાન કપાસ સિઝન 2024-25માં ભારતીય કપાસ નિગમ લિમિટેડ (CCI) દ્વારા ન્યૂનતમ ટેકાના ભાવ (MSP) હેઠળ કપાસની ખરીદી ચાલુ છે. CCIએ કપાસના ખેડૂતોના હિતના રક્ષણ માટે અમદાવાદની શાખા કચેરી હેઠળના 11 જિલ્લાઓમાં 30 જેટલા ખરીદ કેન્દ્રો ખોલ્યા છે. વધુ માહિતી માટે, ખેડૂતો “કોટ-એલી” (Cott-Ally) મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે. કપાસના ખેડૂતો કે જેઓ તેમની ઉપજ ભારતીય કપાસ નિગમ લિમિટેડ (CCI) ને લઘુત્તમ ટેકાના ભાવે વેચવા ઈચ્છે છે તેમની નોંધણી કપાસની સિઝનમાં માન્ય આધાર નંબરના આધારે ચાલુ રહેશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો  : Tamil Nadu Governor: તમિલનાડુના રાજ્યપાલે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

અન્ય બાબતોની સાથે ગુણવત્તાના માપદંડોમાં એક એ નક્કી છે કે જો કપાસમાં ભેજનુ પ્રમાણ 8%થી વધુ ન હોય તો CCI કપાસના ખેડૂતોને સંપૂર્ણ ન્યૂનતમ ટેકાના ભાવ (MSP) ની કિંમત ચૂકવશે. જો કે ભેજ ટકાવારી નુ પ્રમાણ 8% થી વધુ હોય પરંતુ 12%થી વધુ ન હોય તો CCI 8% થી વધુ ભેજની પ્રમાણસર કપાત સાથે ન્યૂનતમ ટેકાના ભાવ (MSP) કિંમત ચૂકવશે.

ભારતીય કપાસ નિગમ લિમિટેડ (CCI) કપાસના તમામ ખેડૂતોને કપાસ સૂકાયા પછી લાવવાની અપીલ કરે છે જેથી વધુ પડતા ભેજને કારણે કોઈ કપાત કરવાની જરૂર ન પડે. જો કે, કોઈપણ સંજોગોમાં કપાસમાં 12%થી વધુ ભેજ ન હોવો જોઈએ.

કોઈપણ સહાય માટે ખેડૂતો CCIની અમદાવાદ શાખાનો સંપર્ક કરી શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Vande Bharat Stone Pelting મુંબઈઅમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સવાર હતા.
Ahmedabad airport gold smuggling “ડૉક્ટર સાહેબ” નીકળ્યા સ્મગ્લર! અમદાવાદ એરપોર્ટ પર મહિલા ડૉક્ટર સોનાની દાણચોરીમાં ઝડપાઈ, અહીં છુપાવ્યું હતું અડધો કિલો સોનું
Gujarat Leads in Organ Donation અંગદાન ક્ષેત્રે ગુજરાત દેશભરમાં અવ્વલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ‘વિશ્વ અંગદાન દિવસ’ની ઉજવણી સાથે “અમરગાથા” પુસ્તકનું વિમોચન
Government Explanation On Ahmedabad Plane Crash અમદાવાદ પ્લેન ક્રેશ અંગે આવ્યો AAIB નો મોટો રિપોર્ટ! ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ મુદ્દે સરકારે આપી મહત્વની સ્પષ્ટતા!
Exit mobile version