News Continuous Bureau | Mumbai
- સરકાર ભારતને 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાના વિઝનમાં યોગદાન આપવા માટે નીતિગત સહાયના સંદર્ભમાં ઉદ્યોગોને મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે: શ્રી જે. પી. નડ્ડા
- CIPET, અમદાવાદ ખાતે કેલિબ્રેશન લેબોરેટરી ઉદ્યોગોને મહત્વપૂર્ણ પરિમાણોના સચોટ કેલિબ્રેશન દ્વારા કાર્યકારી કાર્યક્ષમતા પ્રાપ્ત કરવામાં સક્ષમ બનાવશે
- ભાગલપુર ખાતે કૌશલ્ય અને તકનીકી સહાય કેન્દ્ર પ્લાસ્ટિક ટેકનોલોજીમાં ડિપ્લોમા પર લાંબા ગાળાના અભ્યાસક્રમો પૂરા પાડશે. ભાગલપુર ખાતે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ સેન્ટર અસરકારક પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ સોલ્યુશન્સ પ્રદાન કરશે
- મદુરાઈના CIPET ખાતે છોકરાઓ માટે છાત્રાલયનું નિર્માણ કુલ રૂ. 6.40 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે જેથી વધુ વિદ્યાર્થીઓને તાલીમ આપી શકાય
JP Nadda Ahmedabad: કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતર મંત્રી શ્રી જગત પ્રકાશ નડ્ડાએ અમદાવાદમાં સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પેટ્રોકેમિકલ્સ એન્જિનીયરિંગ એન્ડ ટેકનોલોજી (સીપેટ)માં કેલિબ્રેશન લેબોરેટરીનું ઉદઘાટન કર્યું હતું. આજે અમદાવાદનાં સીપેટમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાગલપુરમાં સેન્ટર ફોર સ્કિલિંગ એન્ડ ટેકનિકલ સપોર્ટ, ભાગલપુરમાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ સેન્ટર અને મદુરાઈમાં સીપેટમાં બોયઝ હોસ્ટેલ સામેલ છે. આ પ્રસંગે રસાયણ અને પેટ્રોકેમિકલ્સ વિભાગ (સીએન્ડસીસી)ના સચિવ તથા મંત્રાલય અને સીપેટના વરિષ્ઠ અધિકારીઓ તેમજ વિદ્યાર્થીઓ, ઉદ્યોગ જગતના અગ્રણીઓ અને સીપેટ અમદાવાદના ફેકલ્ટી મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભાગલપુર અને મદુરાઈ ખાતેના સીપેટ કેન્દ્રોના જનપ્રતિનિધિઓ, વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી મેમ્બર્સ ઓનલાઈન જોડાયા હતા.
કેન્દ્રીય મંત્રીએ સતત વૃદ્ધિ દ્વારા ટેકનિકલ જાણકારી અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે સીપેટ દ્વારા કરવામાં આવી રહેલા પ્રશંસનીય કાર્યને બિરદાવ્યું હતું. મંત્રીએ જણાવ્યું હતું કે, ઉદ્યોગની ભવિષ્યની વૃદ્ધિ કૌશલ્ય, ઝડપ અને વ્યાપ વચ્ચે સંતુલન સ્થાપિત કરીને જ શક્ય છે તથા સીપેટે પણ આ લક્ષ્યાંક હાંસલ કરવા આતુર રહેવું જોઈએ. સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા અને ભારત સરકારની અન્ય વિવિધ યોજનાઓનો ઉદ્દેશ દેશમાં ટેકનિકલ ક્ષમતાને પ્રોત્સાહન આપવાનો છે અને પેટ્રોકેમિકલ ક્ષેત્ર માટે આ પાસામાં સીપેટની મહત્વપૂર્ણ ભૂમિકા છે.
આ સમાચાર પણ વાંચો:EPFO Update: ઇપીએફઓએ મેમ્બર પ્રોફાઇલ અપડેટ કરવાની ઓનલાઇન પ્રક્રિયાને સરળ બનાવી
શ્રી જે. પી. નડ્ડાએ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને જણાવ્યું હતું કે, ભારતને 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાનાં સ્વપ્નને સાકાર કરવામાં તેઓ ખરેખર પ્રદાનકર્તા છે તથા સરકાર નીતિગત સમર્થનની દ્રષ્ટિએ તેમને મદદ કરવા કટિબદ્ધ છે. તેમણે સંસ્થાને ઔદ્યોગિક આગેવાનો સાથેના તેના સંબંધોને વધુ મજબૂત કરવા, સહજીવન સંબંધને પ્રોત્સાહન આપવા વિનંતી કરી હતી, જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની કૌશલ્ય સુધારણાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે શૈક્ષણિક અને ઔદ્યોગિક ઇકોસિસ્ટમ બંનેને લાભ આપે છે. મંત્રીએ સંતોષ વ્યક્ત કર્યો હતો કે, સીપેટ સંસાધનોનાં સર્જનની દ્રષ્ટિએ સ્વનિર્ભર સંસ્થા છે અને નવી યોજનાઓથી દેશનાં અર્થતંત્રને ઘણો લાભ થશે.
ભારત સરકારના રસાયણ અને પેટ્રોકેમિકલ્સ વિભાગના સચિવે સીપેટમાં લાગુ કરવામાં આવી રહેલા સુધારાઓનો ઉલ્લેખ કર્યો હતો, જેમ કે ભંડોળના ઉપયોગમાં કાર્યદક્ષતા, સીપેટ કેન્દ્રોમાં પૂરા પાડવામાં આવતા કૌશલ્યની માત્રા તેમજ ગુણવત્તામાં સુધારો કરવા માટેના પગલાં, સીપેટમાં માનવબળની જરૂરિયાતનું મૂલ્યાંકન અને ફેકલ્ટીની અછતની સમસ્યાનું નિરાકરણ લાવવા માટેનાં પગલાં, તેમજ ચાલુ પ્રોજેકટોનું સતત મોનીટરીંગ કરી રહ્યા છે.
અમદાવાદ સેન્ટરની કેલિબ્રેશન લેબોરેટરી ઔદ્યોગિક એપ્લિકેશનો માટેના માપનમાં ચોકસાઇ અને ચોકસાઈ સુનિશ્ચિત કરવા માટે બનાવવામાં આવી છે. આ પ્રોજેક્ટને મુખ્યત્વે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે, જેનો કુલ પ્રોજેક્ટ ખર્ચ રૂ. 1.43 કરોડ છે. પ્રયોગશાળા અદ્યતન ઉપકરણોથી સજ્જ છે અને ઘણા નિર્ણાયક પરિમાણોના કેલિબ્રેશનમાં નિષ્ણાત છે. કુશળ વ્યાવસાયિકો સાથે કામ કરતા હોવાથી અને અત્યાધુનિક સાધનોથી સજ્જ હોવાને કારણે તે ઉદ્યોગોને મહત્ત્વપૂર્ણ માપદંડોના સચોટ કેલિબ્રેશન મારફતે કાર્યકારી કાર્યદક્ષતા હાંસલ કરવા સક્ષમ બનાવશે.
ભાગલપુરમાં કુલ રૂ. 40.10 કરોડનાં ખર્ચે કૌશલ્ય અને ટેકનિકલ સહાયતા કેન્દ્ર સ્થાપિત કરવામાં આવી છે, જે કેન્દ્ર સરકાર અને બિહાર સરકાર વચ્ચે સમાનરૂપે વહેંચવામાં આવશે. આ કેન્દ્ર સરકાર ડિપ્લોમા ઇન પ્લાસ્ટિક ટેકનોલોજી અને ડિપ્લોમા ઇન પ્લાસ્ટિક્સ મોલ્ડ ટેકનોલોજી પર લાંબા ગાળાના અભ્યાસક્રમો પ્રદાન કરશે તેમજ ઇન્જેક્શન મોલ્ડિંગ અને પ્લાસ્ટિક પ્રોસેસિંગનાં ક્ષેત્રમાં કૌશલ્ય વિકાસ અભ્યાસક્રમો પ્રદાન કરશે.
ભાગલપુરમાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ સેન્ટરનો ઉદ્દેશ પ્લાસ્ટિક રિસાયક્લિંગની વિવિધ ટેકનિકો દર્શાવવાનો છે. અસરકારક પ્લાસ્ટિક કચરા વ્યવસ્થાપન ઉકેલો પૂરા પાડવા; ઇકો-ફ્રેન્ડલી અને ખર્ચ-અસરકારક મૂલ્ય વર્ધિત પુનઃઉપયોગમાં લઇ શકાય તેવી વસ્તુઓ વિકસાવવા; પ્રસ્તુત ક્ષેત્રમાં સ્ટાર્ટ-અપ્સ/સંભવિત ઉદ્યોગસાહસિકોને સુવિધા પ્રદાન કરવી, રિસાયક્લિંગની સારી પદ્ધતિઓ પર જાગૃતિ ફેલાવવી તથા પ્લાસ્ટિક રિસાયક્લિંગ અને કચરાના વ્યવસ્થાપન પર ડિજિટલ નિદર્શન સુવિધાઓ સ્થાપિત કરવી.
સીપેટઃ સીએસટીએસ, મદુરાઈમાં છોકરા છાત્રાલયનું નિર્માણ કુલ રૂ. 6.40 કરોડનાં ખર્ચે થયું છે, જેને ભારત સરકારે સીપેટને સહાયક અનુદાન સ્વરૂપે પ્રદાન કર્યું છે. છાત્રાલયમાં 120 વ્યક્તિઓને રહેવાની ક્ષમતા છે અને વધુ વિદ્યાર્થીઓને તાલીમ આપવા માટે કેન્દ્રની ક્ષમતા વધારવામાં મદદ કરશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
