Site icon

Vibrant Gujarat Global Summit 2024 : PM મોદી દ્વારા દેશના સૌથી વિશાળ ‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો’નું ઉદઘાટન કરાયું

Vibrant Gujarat Global Summit 2024 : PM મોદી સહિત મહાનુભાવોએ ગ્લોબલ ટ્રેડ શોમાં ઈન્ટરનેશનલ પેવિલિયન,ઈ-મોબોલિટી, આત્મનિર્ભર ગુજરાત,સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈનોવેશન ટેક‌એડ સહિત વિવિધ પેવેલીયનોની મુલાકાત કરીને વડાપ્રધાનશ્રીએ એકઝિબિટર્સ સાથે સંવાદ કરી માહિતી મેળવી હતી.

Vibrant Gujarat Global Summit 2024 Inauguration of country's largest 'Vibrant Gujarat Global Trade Show' by Prime Minister Shri Narendra Modi

Vibrant Gujarat Global Summit 2024 Inauguration of country's largest 'Vibrant Gujarat Global Trade Show' by Prime Minister Shri Narendra Modi

News Continuous Bureau | Mumbai 

Vibrant Gujarat Global Summit 2024 :

Join Our WhatsApp Community

ઉદઘાટન પ્રસંગે મોઝામ્બિકના રાષ્ટ્રપતિ શ્રી ફિલિપ ન્યુસી,તિમોર લેસ્ટેના રાષ્ટ્રપતિ શ્રી જોસ મેન્યુઅલ રામોસ,ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વીચ ઓન કરીને તક્તીનું અનાવરણ કરીને ગ્લોબલ ટ્રેડ શો ખુલ્લો મુક્યો હતો.

આ પ્રસંગે વડાપ્રધાનશ્રી મોદીના હસ્તે તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં વાયબ્રન્ટથી જ સમૃદ્ધિ અને વિકાસયાત્રા દર્શાવતી ‘ધ સમિટ ઑફ સક્સેસ ટુવર્ડ્સ રિયલાઇઝેશન ઑફ ફૂલેસ્ટ પોટેન્શિયલ ઑફ ગુજરાત’ નામની ઇ-કોફી ટેબલ બુકનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાનશ્રી દ્વારા વાયબ્રન્ટ ગુજરાત-૨૦૨૪ અમૃતકાળની પ્રથમ સમિટની યાદમાં ‘સ્મારક સિક્કા’ તેમજ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને સફળતાપૂર્વક ૨૦ વર્ષ પૂર્ણ નિમિત્તે ‘સ્મારક સ્ટેમ્પ’નું અનાવરણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત વડાપ્રધાનશ્રીના હસ્તે વાઈબ્રન્ટ ગુજરાત સમિટની ૨૦ વર્ષની અસર અંગે ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા ‘સંશોધન અહેવાલ’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સહિત મહાનુભાવોએ ગ્લોબલ ટ્રેડ શોમાં ઈન્ટરનેશનલ પેવિલિયન,ઈ-મોબોલિટી, આત્મનિર્ભર ગુજરાત,સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈનોવેશન ટેક‌એડ સહિત વિવિધ પેવેલીયનોની મુલાકાત કરીને વડાપ્રધાનશ્રીએ એકઝિબિટર્સ સાથે સંવાદ કરી માહિતી મેળવી હતી.

આ ઉદઘાટન પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી,રાજ્ય મંત્રી મંડળના સભ્યોશ્રીઓ,ધારાસભ્યશ્રીઓ,મુખ્ય સચિવ શ્રી રાજકુમાર સહિત દેશ-વિદેશના અગ્રણી ઉદ્યોગપતિઓની ઉપસ્થિત રહ્યા હતા.

હેલીપેડ ગ્રાઉન્ડ ગાંધીનગર ખાતે બે લાખ ચોરસ મીટર વિસ્તારમાં પ્રદર્શન અને સ્ટોલ ધરાવતો ભારતનો આ સૌથી મોટો ગ્લોબલ ટ્રેડ-શો તા.૧૦-૧૧ જાન્યુઆરીએ બિઝનેસ વિઝટર્સ માટે જ્યારે તા. ૧૨-૧૩ જાન્યુઆરીએ જાહેર જનતા માટે ખુલ્લો રહેશે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના આગમન વખતે બી.એસ.એફ.ના બ્રાસ બેન્ડ તથા ગુજરાત પોલીસના પાઇપ બેન્ડે સંગીતની સૂરાવલીઓથી વડાપ્રધાનશ્રી સહિત મહાનુભાવોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

૧૦મા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ અંતર્ગત યોજાતા આ ગ્લોબલ ટ્રેડ -શોમાં ઓસ્ટ્રેલિયા, તાંઝાનિયા, મોરોક્કો, મોઝામ્બિક, દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ, એસ્ટોનિયા,બાંગ્લાદેશ,સિંગાપોર, UAE -સંયુક્ત આરબ અમીરાત, યુકે, જર્મની, નોર્વે, ફિનલેન્ડ, નેધરલેન્ડ, રશિયા,રવાન્ડા, જાપાન, ઇન્ડોનેશિયા અને વિયેતનામ એમ કુલ ૨૦ દેશો આ પ્રદર્શનમાં પોતાના દેશોના ઉદ્યોગોની માહિતી પ્રદર્શિત કરશે. જેમાં સંશોધન ક્ષેત્રના અંદાજે ૧,૦૦૦થી વધુ પ્રદર્શકો સહભાગી થશે જે વિવિધ ક્ષેત્રોમાં થઇ રહેલા સંશોધનો અને નવીનતાઓને રજૂ કરશે. ટ્રેડ શોમાં વિઝિટીંગ તરીકે ૧૦૦ દેશો જ્યારે પાર્ટનર તરીકે ૩૪ દેશો ભાગ લઈ રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો :  Vibrant Gujarat Global Summit 2024 : PM મોદી અને યુ.એ.ઈ.ના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનનો અમદાવાદમાં ભવ્ય રોડ શૉ

આ ટ્રેડ શોમાં એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ, ઓટોમોબાઈલ અને ઓટો કમ્પોનન્ટ્સ, સિરામિક્સ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ,જેમ્સ એન્ડ જ્વેલરી, ફાર્માસ્યુટિકલ્સ,પોર્ટ્સ અને મરીન જેવા ક્ષેત્રોમાં અત્યાધુનિક ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. ટેક્સટાઇલ્સ અને ગાર્મેન્ટ,ઇલેક્ટ્રિક વાહનો, ગ્રીન હાઇડ્રોજન,એરક્રાફ્ટ અને આનુષંગિક ઉદ્યોગો,નવીનીકરણીય ઊર્જા, સેમિકન્ડક્ટર અને ESDM, ફિનટેક, સાયબર સુરક્ષા, AI, મશિન લર્નિંગ સહિતના ઉદ્યોગો આ ટ્રેડ શોના આકર્ષણના કેન્દ્રો રહેશે.

આ ઉપરાંત ટ્રેડ શોમાં કુલ-૧૩ હોલમાં ‘મેઈક ઇન ગુજરાત’, ‘આત્મનિર્ભર ભારત’ સહિત વિવિધ ૧૩ થીમ નક્કી કરાઇ છે.વડાપ્રધાનશ્રીના ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને ચરિતાર્થ કરવા અંદાજે ૪૫૦ MSME એકમો સહભાગી થ‌ઈ રહ્યા છે. જેમાં મહિલા સશક્તિકરણ, MSME વિકાસ, નવી ટેકનોલોજી, ગ્રીન અને સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટકાઉ ઊર્જા વગેરે પર આ પ્રદર્શનમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. IT અને ITES સ્ટાર્ટઅપ્સ અને તેમના નવીન ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કરવા ટેકેડ પેવેલિયન તૈયાર કરાયું છે. ટ્રેડ શો દરમિયાન રિવર્સ બાયર સેલર મીટ અને વેન્ડર્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે.

આ ટ્રેડ શોના મુખ્ય પેવેલિયનમાં નવી ટેકનોલોજી, ગ્રીન અને સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સસ્ટેનેબલ એનર્જી સહિત આર્થિક વિકાસ માટેના મહત્વપૂર્ણ ક્ષેત્રો પર ભાર મૂકવામાં આવ્યો છે. ટ્રેડ શોમાં આંતરરાષ્ટ્રીય અને થીમ પેવેલિયન, ટેકેડ પેવેલિયન‌:ઇનોવેશન ટેકેડપેવેલિયન, ગુજરાત એક્સપિરિયન્સ ઝોન, સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો- MSME, સ્ટાર્ટઅપ અને મહિલા ઉદ્યોગસાહસિક, ઈ-મોબિલિટી, બ્લુ ઈકોનોમી, નોલેજ ઈકોનોમી અને સ્ટાર્ટઅપ્સ, મેક ઇન ગુજરાત અને આત્મનિર્ભર ગુજરાત, આત્મનિર્ભર ભારત, ટકાઉપણું અને આબોહવા પરિવર્તન પેવેલિયન, હાઇડ્રોજન ઇંધણ અને ઇલેક્ટ્રિકલ વાહનો, સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ વ્યૂહાત્મક નેટવર્કિંગ તકો સહિતના પેવેલિયનનો સમાવેશ થાય છે.

ટ્રેડ શોમાં તા.૧૧ અને ૧૨ જાન્યુઆરી, ૨૦૨૪ માટે સુનિશ્ચિત આ મીટ વિવિધ શ્રેણીઓમાંથી ૧૦૦ થી વધુ દેશોના વિદેશી ખરીદદારોને આકર્ષે છે જે વિવિધ શ્રેણીઓમાં સપ્લાયર્સની શોધ કરશે. જેમાં ફાર્માસ્યુટિકલ્સ અને કેમિકલ્સ, સિરામિક્સ અને ટાઇલ્સ, ફૂડ એન્ડ પ્રોસેસિંગ અને સંલગ્ન ક્ષેત્ર, કાપડ અને વસ્ત્રો, ઓટોમોબાઈલ અને એન્જિનિયરિંગ વગેરેનો સમાવેશ થાય છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Delhi Blast: દિલ્હી બ્લાસ્ટની તપાસ તેજ: અલ ફલાહ યુનિવર્સિટીના ચેરમેનને સમન્સ જારી, યુનિવર્સિટીની ભૂમિકા શંકાના દાયરામાં
Nagpur Fire: મહારાષ્ટ્રમાં 32 પશુઓ જીવતા બળ્યા, કતલખાને જતા પહેલા જ કરૂણ અંજામ
Bihar Cabinet: બિહારના રાજકારણમાં ગરમાવો: BJP-JDUમાં મંત્રીમંડળ પર ખેંચતાણ, 12-22 નહીં પણ 50-50ની શક્યતા! બિહારના રાજકારણમાં ગરમાવો
Fake PMO Secretary: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં PMOનો નકલી સચિવ બનીને ફરતો શખ્સ ઝડપાયો, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ
Exit mobile version