Site icon

Western Railway : પશ્ચિમ રેલવેએ તહેવારો દરમિયાન યાત્રીઓની સુવિધા માટે અમદાવાદથી ઉપડનારી આ 4 જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા વિસ્તારિત કર્યા.

Western Railway : અમદાવાદથી ઉપડનારી 4 જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા વિસ્તારિત

Western Railway has extended the schedules of these 4 pairs of special trains departing from Ahmedabad for the convenience of passengers during festivals.

Western Railway has extended the schedules of these 4 pairs of special trains departing from Ahmedabad for the convenience of passengers during festivals.

News Continuous Bureau | Mumbai

Western Railway :  પશ્ચિમ રેલવે દ્વારા આગામી દિવાળી અને છઠ પૂજા તહેવારોને ( Festivals ) ધ્યાનમાં રાખીને યાત્રીઓની સુવિધા અને તેમની માંગને પૂરી કરવાના ઉદ્દેશથી વિશેષ ભાડા પર અમદાવાદ મંડળથી ઉપડનારી 4 જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા વિસ્તારિત કરવામાં આવ્યા છે. આ ટ્રેનોની વિગતો નીચે પ્રમાણે છે :- 

Join Our WhatsApp Community
 ટ્રેન નંબર 09415 બાન્દ્રા ટર્મિનસ-ગાંધીધામ સ્પેશિયલ ( Special Trains ) જેને પહેલાં 25 જુલાઈ, 2024 સુધી જાહેર કરવામાં આવી હતી, તેને હવે 3 ઓક્ટોબર થી 26 ડિસેમ્બર, 2024 સુધી વધારી દેવામાં આવી છે. આ જ રીતે, ટ્રેન નંબર 09416 ગાંધીધામ-બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ જેને પહેલાં 25 જુલાઈ, 2024 સુધી જાહેર કરવામાં આવી હતી, તેને હવે 3 ઓક્ટોબર થી 26 ડિસેમ્બર, 2024 સુધી વધારી દેવામાં આવી છે.

Western Railway : ટ્રેન નંબર 09493/09494 અમદાવાદ-પટના (સાપ્તાહિક) સ્પેશિયલ

ટ્રેન નંબર 09493 અમદાવાદ – પટના સ્પેશિયલ ( Ahmedabad – Patna Special ) જેને પહેલાં 25 ઓગસ્ટ, 2024 સુધી જાહેર કરવામાં આવી હતી, તેને હવે 1 સપ્ટેમ્બર થી 29 ડિસેમ્બર, 2024 સુધી વધારી દેવામાં આવી છે. આ જ રીતે, ટ્રેન નંબર 09494 પટના-અમદાવાદ સ્પેશિયલ જેને પહેલાં 27 ઓગસ્ટ, 2024 સુધી જાહેર કરવામાં આવી હતી, તેને હવે 3 સપ્ટેમ્બર થી 31 ડિસેમ્બર, 2024 સુધી વધારી દેવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચોઃ  Jagdeep Dhankhar: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર લેશે ગુજરાતની મુલાકાત, આ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓને સંબોધશે.

Western Railway : ટ્રેન નંબર 09417/09418 અમદાવાદ-દાનાપુર (સાપ્તાહિક) સ્પેશિયલ

ટ્રેન નંબર 09417 ( Ahmedabad ) અમદાવાદ – દાનાપુર સ્પેશિયલ જેને પહેલાં 30 સપ્ટેમ્બર, 2024 સુધી જાહેર કરવામાં આવી હતી, તેને હવે 7 ઓક્ટોબર થી 30 ડિસેમ્બર, 2024 સુધી વધારી દેવામાં આવી છે. આ જ રીતે, ટ્રેન નંબર 09418 દાનાપુર – અમદાવાદ સ્પેશિયલ જેને પહેલાં 1 ઓક્ટોબર, 2024 સુધી જાહેર કરવામાં આવી હતી, તેને હવે 8 ઓક્ટોબર થી 31 ડિસેમ્બર, 2024 સુધી વધારી દેવામાં આવી છે.

Western Railway : ટ્રેન નંબર 09405/09406 સાબરમતી-પટના (સાપ્તાહિક) સ્પેશિયલ 

ટ્રેન નંબર 09405 સાબરમતી-પટના સ્પેશિયલ જેને પહેલાં 24 સપ્ટેમ્બર 2024 સુધી જાહેર કરવામાં આવી હતી, તેને હવે 1 ઓક્ટોબર થી 31 ડિસેમ્બર, 2024 સુધી વધારી દેવામાં આવી છે. આ જ રીતે, ટ્રેન નંબર 09406 પટના – સાબરમતી સ્પેશિયલ જેને પહેલાં 26 સપ્ટેમ્બર, 2024 સુધી જાહેર કરવામાં આવી હતી, તેને હવે 3 ઓક્ટોબર થી 2 જાન્યુઆરી, 2025 સુધી વધારી દેવામાં આવી છે.

ઉપરોક્ત ટ્રેનોના વિસ્તારિત ફેરાનું બુકિંગ તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થઈ ગયું છે. ટ્રેનોના સમય, રોકાણ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે. 

આ સમાચાર પણ વાંચોઃ   Taarak Mehta Ka Ooltah Chashmah : ‘તારક મહેતા…’ના જેઠાલાલનું નામ સાંભળતા જ બબીતાજીનો મૂડ થઇ ગયો ઓફ, કહ્યું- ‘અરે ભાઈ… એ શો અલગ છે..’ જુઓ વિડીયો..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
PM Modi: ‘RJDને ૬૫ વોલ્ટનો જોરદાર આંચકો!’ PM મોદીએ સીતામઢીમાં લાલટેન (RJDનું પ્રતીક) પર કર્યો સીધો હુમલો!
Maharashtra Weather: ચેતવણી! મહારાષ્ટ્રના હવામાનમાં પલટો, ચક્રવાતને કારણે આગામી ૨૪ કલાક અતિભારે, વરસાદના મોટા સંકેતો.
Bhiwandi MIDC: મોટી દુર્ઘટના: ભિવંડી MIDC માં ડાઇંગ કંપનીમાં ભીષણ આગ, ભારે નુકસાનની શક્યતા.
Exit mobile version