Site icon News Continuous Bureau | Mumbai

Western Railway: અમદાવાદ સ્ટેશન પર પ્રસ્તાવિત બ્લોકને કારણે કેટલીક મેમૂ/પેસેન્જર ટ્રેન સેવાઓ અમદાવાદ-વટવા વચ્ચે આંશિક રદ રહેશે

Western Railway: અમદાવાદ સ્ટેશન પર ચાલી રહેલા પુનઃવિકાસના કામના સંદર્ભમાં આરએલડીએ દ્વારા પ્રસ્તાવિત બ્લોકને કારણે 10 જાન્યુઆરી 2025 થી આગળની સૂચના સુધી અમદાવાદ-વડોદરા વચ્ચે દોડતી મેમુ/પેસેન્જર ટ્રેન સેવા અમદાવાદને બદલે વટવા સ્ટેશનથી ચાલશે.

western-railway-some-memu-passenger-train-services-will-be-partially-cancelled-between-ahmedabad-vatwa-due-to-proposed-block-at-ahmedabad-station

western-railway-some-memu-passenger-train-services-will-be-partially-cancelled-between-ahmedabad-vatwa-due-to-proposed-block-at-ahmedabad-station

News Continuous Bureau | Mumbai

Western Railway:  પશ્ચિમ રેલવેના અમદાવાદ સ્ટેશન પર ચાલી રહેલા પુનઃવિકાસના કામના સંદર્ભમાં આરએલડીએ દ્વારા પ્રસ્તાવિત બ્લોકને કારણે 10 જાન્યુઆરી 2025 થી આગળની સૂચના સુધી અમદાવાદ-વડોદરા વચ્ચે દોડતી મેમુ/પેસેન્જર ટ્રેન સેવા અમદાવાદને બદલે વટવા સ્ટેશનથી ચાલશે. તદનુસાર, કેટલીક ટ્રેનોના આગમન/પ્રસ્થાનના સમયમાં ફેરફાર થશે. જેની વિગતો નીચે મુજબ છે.

Join Our WhatsApp Channel

Western Railway:  શોર્ટ ઓરીજીનેટ થનારી ટ્રેનો :

1. 10 જાન્યુઆરી, 2025 થી ટ્રેન નંબર 69108 અમદાવાદ-વડોદરા મેમુ અમદાવાદને બદલે વટવાથી 07:30 કલાકે ઉપડશે અને 10:20 કલાકે વડોદરા પહોંચશે.
2. 13 જાન્યુઆરી, 2025 થી ટ્રેન નંબર 69114 અમદાવાદ-વડોદરા મેમુ અમદાવાદને બદલે વટવાથી 05:40 કલાકે ઉપડશે.
3. 10 જાન્યુઆરી, 2025 થી ટ્રેન નંબર 69102 અમદાવાદ-વડોદરા મેમુ અમદાવાદને બદલે વટવાથી 17.40 કલાકે ઉપડશે અને 20.15 કલાકે વડોદરા પહોંચશે.
4. 10 જાન્યુઆરી, 2025 થી ટ્રેન નંબર 59550 અમદાવાદ-વડોદરા સંકલ્પ પેસેન્જર અમદાવાદને બદલે વટવાથી 09:20 કલાકે ઉપડશે અને 11:50 કલાકે વડોદરા પહોંચશે.

Western Railway:  શોર્ટ ટર્મિનેટ થનારી ટ્રેનો :

1. 10 જાન્યુઆરી, 2025 થી, ટ્રેન નંબર 59549 વડોદરા-અમદાવાદ સંકલ્પ પેસેન્જર વટવા સ્ટેશન પર 08:30 કલાકે શોર્ટ ટર્મિનેટ થશે અને વટવા-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે.
2. 10 જાન્યુઆરી, 2025 થી, ટ્રેન નંબર 69129 આણંદ-અમદાવાદ મેમુ વટવા સ્ટેશન પર 07:20 કલાકે શોર્ટ ટર્મિનેટ થશે અને વટવા-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે.
3. 12 જાન્યુઆરી, 2025 થી ટ્રેન નંબર 69107 વડોદરા-અમદાવાદ મેમુ વટવા સ્ટેશન પર 23.50 કલાકે શોર્ટ ટર્મિનેટ થશે અને વટવા-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે.
4. 10 જાન્યુઆરી, 2025 થી ટ્રેન નંબર 69115 વડોદરા-અમદાવાદ મેમુ વટવા સ્ટેશન પર 13:25 કલાકે શોર્ટ ટર્મિનેટ થશે અને વટવા-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે.

Western Railway:  મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે કૃપા કરીને મુસાફરી કરતી વખતે ઉપરોક્ત ફેરફારો ધ્યાનમાં રાખો. ટ્રેનોના સમય, રોકાણ અને શ્રેણી સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Ahmedabad GPO Dak Adalat અમદાવાદ જીપીઓની ટપાલ સેવા અંગે ફરિયાદ છે? આ તારીખે યોજાશે ડાક અદાલત, સ્થળ પર જ થશે પ્રશ્નોનું નિરાકરણ
Ahmedabad Cyber Fraud Alert સાવધાન! ઓનલાઇન ઓર્ડર, APK ફાઇલ અને KYCના નામે સાઇબર ઠગોએ ₹31.77 લાખ પડાવ્યા
Ahmedabad Airport Ganja Seizure અમદાવાદ એરપોર્ટ પર ‘ડિહાઈડ્રેટેડ જામફળ’ના પેકેટમાં છુપાવેલો ગાંજો જપ્ત કસ્ટમ્સ વિભાગે દાણચોરીનો પર્દાફાશ કર્યો
Mumbai Bullet Train Earthquake Early Detection ભૂકંપ આવતાં જ આપોઆપ અટકી જશે બુલેટ ટ્રેન! ગુજરાત અને મહારાષ્ટ્રમાં ૬ સ્થળોએ સિસ્મોમીટર મુકાશે
Exit mobile version