Site icon News Continuous Bureau | Mumbai

Western Railway : પશ્ચિમ રેલવે આ તારીખના રોજ દોડાવશે અમદાવાદ અને ગોરખપુર વચ્ચે વન-વે સ્પેશિયલ ટ્રેન, જાણો ટિકિટ બુકિંગ ની તમામ વિગતો..

Western Railway : પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, 09 જુલાઈ 2023ના રોજ અમદાવાદ અને ગોરખપુર વચ્ચે વન વે (એક તરફી) સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે.

Western Railway will run a one-way special train between Ahmedabad and Gorakhpur on July 9

News Continuous Bureau | Mumbai

ટ્રેન નંબર 09493 અમદાવાદ-ગોરખપુર વન-વે સ્પેશિયલ ટ્રેન

Western Railway : ટ્રેન નંબર 09493 અમદાવાદ-ગોરખપુર સ્પેશિયલ(Special Train) 09 જુલાઈ 2023 (રવિવાર)ના રોજ અમદાવાદથી(Ahmedabad) 09:50 કલાકે ઉપડશે અને બીજા દિવસે (સોમવારે) 17:30 કલાકે ગોરખપુર પહોંચશે. માર્ગમાં આ ટ્રેન સાબરમતી, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલના, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર-જયપુર, દૌસા, બાંદિકૂઇ, ભરતપુર, અછનેરા, મથુરા, હાથરસ, કાસગંજ, ફરુખાબાદ, કન્નૌજ, કાનપુર અનવરગંજ, કાનપુર સેન્ટ્રલ, લખનૌ, બારાબંકી, ગોંડા, બસ્તી અને ખલિલાબાદ સ્ટેશનો પર રોકાશે.

Join Our WhatsApp Channel

ટિકિટ બુકિંગ

ટ્રેન નંબર 09493 નું બુકિંગ 06 જુલાઈ, 2023 થી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થઇ ગયું છે. ઉપરોક્ત ટ્રેન વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન તરીકે દોડશે. ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : Surat : સારો વરસાદ વરસતા જગતનો તાત ખુશખુશાલ, સુરત જિલ્લાના અનેક વિસ્તારમાં ખેડૂતોએ વાવણીનો શુભારંભ કર્યો…

Vande Bharat Stone Pelting મુંબઈઅમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સવાર હતા.
Ahmedabad airport gold smuggling “ડૉક્ટર સાહેબ” નીકળ્યા સ્મગ્લર! અમદાવાદ એરપોર્ટ પર મહિલા ડૉક્ટર સોનાની દાણચોરીમાં ઝડપાઈ, અહીં છુપાવ્યું હતું અડધો કિલો સોનું
Gujarat Leads in Organ Donation અંગદાન ક્ષેત્રે ગુજરાત દેશભરમાં અવ્વલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ‘વિશ્વ અંગદાન દિવસ’ની ઉજવણી સાથે “અમરગાથા” પુસ્તકનું વિમોચન
Government Explanation On Ahmedabad Plane Crash અમદાવાદ પ્લેન ક્રેશ અંગે આવ્યો AAIB નો મોટો રિપોર્ટ! ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ મુદ્દે સરકારે આપી મહત્વની સ્પષ્ટતા!
Exit mobile version