Site icon

Western Railway: પશ્ચિમ રેલ્વે દ્વારા ૨ ટ્રિપ્સ માટે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચાલુ થશે, અમદાવાદ-બાંદ્રા વચ્ચે સુપરફાસ્ટ ટ્રેન દોડશે

Western Railway: પશ્ચિમ રેલ્વે અમદાવાદ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવશે

Western Railway Western Railway will start superfast special train for 2 trips, superfast train will run between Ahmedabad-Bandra

Western Railway Western Railway will start superfast special train for 2 trips, superfast train will run between Ahmedabad-Bandra

News Continuous Bureau | Mumbai

Western Railway: પશ્ચિમ રેલ્વેએ મુસાફરોની સુવિધા માટે અને મુસાફરોના વધારાના ધસારાને ધ્યાનમાં રાખીને મુસાફરીની માંગને પહોંચી વળવા માટે અમદાવાદ અને બાંદ્રા ટર્મિનસ સ્ટેશનો વચ્ચે ખાસ ભાડા પર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે.આ સ્પેશિયલ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:-

Join Our WhatsApp Community

* ટ્રેન નં. 09462/09461 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ (૨ ટ્રિપ)

ટ્રેન નં. 09462 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ 24 જાન્યુઆરી, 2025, શુક્રવારના રોજ અમદાવાદથી 20.00 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 04.20 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09461 બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ 25 જાન્યુઆરી, 2025, શનિવારના રોજ બાંદ્રા ટર્મિનસથી 05:35 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 13:45 વાગ્યે અમદાવાદ પહોંચશે.

આ ટ્રેન બંને દિશામાં વડોદરા, ઉધના, વલસાડ, વાપી, દહાણુ રોડ અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસના કોચ હશે.

આ સમાચાર પણ વાંચો :Relative Adoption: દેશની અંદર બાળકને દત્તક આપવાની સુરતની પ્રથમ ઘટના, મામાના દીકરાએ ફોઇના દીકરાની બાળકીને દત્તક લીધી..

ટ્રેન નંબર 09462 અને 09461 માટે બુકિંગ ૨૨ જાન્યુઆરી, ૨૦૨૫ થી બધા પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને રચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In

 

Mumbai News: મુંબઈના માલાડમાં મેટ્રો પિલર નીચે બસ બની ‘આગનો ગોળો’! વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર વાહનોની લાંબી કતારો; મેટ્રો સેવા પણ ખોરવાઈ
BMC Mayor Election 2026: મુંબઈના મેયર પદની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું! તારીખ જાહેર થતા જ મહાયુતિમાં ખળભળાટ; શિંદે કે ભાજપ, કોણ બનશે મુંબઈનો નવો ‘નાથ’?.
Mira-Bhayandar Metro Update: મીરા-ભાઈંદર ટુ અંધેરી… હવે મેટ્રોમાં દોડશે જિંદગી! વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેના ટ્રાફિકને કહો બાય-બાય, જાણો ક્યારથી શરૂ થશે મેટ્રો લાઇન-9
BMC Election Twist: ઉદ્ધવ ઠાકરેનો માસ્ટર સ્ટ્રોક! BMC માં સત્તા પલટવાની તૈયારી? ‘6 બેઠકો’ નું એવું ગણિત કે વિરોધીઓના હોશ ઉડી જશે.
Exit mobile version