Site icon

Western Railway: પશ્ચિમ રેલવે અમદાવાદ થી કુડાલ અને મેંગલુરુ વચ્ચે ગણપતિ સ્પેશિયલ ટ્રેન દોડાવશે

Western Railway: પશ્ચિમ રેલવે ગણપતિ મહોત્સવ 2024 દરમિયાન વધારાની ભીડને નિયંત્રિત કરવાના ઉદ્દેશ્ય સાથે અમદાવાદ-કુડાલ અને અમદાવાદ-મેંગલુરુ સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક વિશેષ ટ્રેનો ચલાવશે.

Western Railway will run Ganpati special train between Ahmedabad to Kudal and Mangaluru

Western Railway will run Ganpati special train between Ahmedabad to Kudal and Mangaluru

 News Continuous Bureau | Mumbai

Western Railway: પશ્ચિમ રેલવે ગણપતિ મહોત્સવ 2024 ( Ganapati Festival 2024 ) દરમિયાન વધારાની ભીડને નિયંત્રિત કરવાના ઉદ્દેશ્ય સાથે અમદાવાદ-કુડાલ અને અમદાવાદ-મેંગલુરુ સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક વિશેષ ટ્રેનો ( Weekly special trains ) ચલાવશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે. 

Join Our WhatsApp Community

Western Railway:  ટ્રેન નં. 09412/09411 અમદાવાદ – કુડાલ સાપ્તાહિક વિશેષ [6 ટ્રિપ્સ]

ટ્રેન નંબર 09412 અમદાવાદ–કુડાલ સાપ્તાહિક સ્પેશિયલ ( Ahmedabad-Kudal Weekly Special Train ) 03,10 અને 17 સપ્ટેમ્બર, 2024 (મંગળવાર)ના રોજ અમદાવાદથી 09.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 03.30 કલાકે કુડાલ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09411 કુડાલ-અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ 04,11 અને 18 સપ્ટેમ્બર 2024 (બુધવાર)ના રોજ કુડાલથી 04.30 કલાકે ઉપડશે અને તે જ દિવસે 23.45 કલાકે અમદાવાદ પહોંચશે.

આ ટ્રેન બંને દિશામાં વડોદરા, સુરત, વાપી, પાલઘર, વસઈ રોડ, પનવેલ, રોહા, માનગાંવ, વીર, કરંજાડી, ખેડ, ચિપલુન, સાવર્ડા, આરવલી રોડ, સંગમેશ્વર રોડ, રત્નાગીરી, આડવલી, વિલવાડે, રાજાપુર રોડ, અને થોભશે. વૈભવવાડી રોડ, નાંદગાંવ રોડ, કણકવલી અને સિંધુદુર્ગ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ ના કોચ હશે.

આ સમાચાર પણ વાંચો  : Mumbai water cut : ગુડ ન્યુઝ… ભારે વરસાદને કારણે મુંબઈના 4 જળાશયો ઓવરફ્લો થયા; આ તારીખથી મુંબઈમાં 10 ટકા પાણી કાપ રદ્દ

Western Railway: ટ્રેન નંબર 09424/09423 અમદાવાદ – મેંગલુરુ સાપ્તાહિક સ્પેશિયલ [6 ટ્રીપ્સ]

ટ્રેન નંબર 09424 અમદાવાદ–મેંગલુરુ સાપ્તાહિક સ્પેશિયલ 06,13 અને 20 સપ્ટેમ્બર, 2024 (શુક્રવાર)ના રોજ અમદાવાદથી 16.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 19.45 કલાકે મેંગલુરુ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09423 મેંગલુરુ-અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ 07, 14 અને 21 સપ્ટેમ્બર, 2024 (શનિવાર) ના રોજ મેંગલુરુથી 22.10 કલાકે ઉપડશે અને સોમવારે 02.15 કલાકે અમદાવાદ પહોંચશે.

આ ટ્રેન બંને દિશામાં નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી, વસઈ રોડ, પનવેલ, રોહા, માનગાંવ, ઘેડ, ચિપલુણ, સાવર્ડા, સંગમેશ્વર રોડ, રત્નાગીરી, રાજાપુર રોડ, વૈભવવાડી રોડ, કણકવલી, સિંધુદુર્ગ, કુડાલ, સાવંતવાડી રોડ, થિવીમ, કરમાલી, મડગાંવ, કાણકોન, કારવાર, અંકોલા, ગોકર્ણ રોડ, કુમટા, મુર્ડેશ્વર, ભટકલ, મુકામ્બિકા રોડ, કુંઢાપુરા, ઉડુપી, મુલ્કી અને સુરતકલ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસના કોચ હશે.

ટ્રેન નંબર 09412 અને 09424 માટે બુકિંગ 28 જુલાઈ, 2024 થી તમામ PRS કાઉન્ટર્સ પર અને IRCTC વેબસાઇટ પર ખૂલેલું છે. ટ્રેનોના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર પણ વાંચો  : KBC 16: કેબીસી 16 ને લઈને ઉત્સાહિત જોવા મળ્યા અમિતાભ બચ્ચન, સેટ પર ની તસવીર શેર કરી કહી આવી વાત

BARC fake scientist case: BARC વૈજ્ઞાનિકનો નકલી કેસ: ડુપ્લિકેટ દસ્તાવેજો બનાવનાર ઝારખંડનો સાયબર કાફે માલિક ઝડપાયો
BEST: BESTના લોકાર્પણ પહેલાં જ વિવાદ: પ્રસાદ લાડના સમર્થકોએ બેનર લગાવી ગુસ્સો વ્યક્ત કર્યો
Eknath Khadse: ખડસે પરિવાર પર આફત: નેતાના બંગલામાં ચોરી, પુત્રવધૂના પેટ્રોલ પંપ પર લૂંટ; પોલીસે ગુનો નોંધ્યો
Uddhav Thackeray: દ્ધવ ઠાકરેનો અમિત શાહ પર ગંભીર પ્રહાર: ‘એનાકોન્ડા’ કહી મુંબઈને ગળી જવાનો લગાવ્યો આરોપ
Exit mobile version