Site icon

Mahakumbh Mela Special Trains: મહાકુંભ મેળા-2025 દરમિયાન પશ્ચિમ રેલવે સ્પેશ્યલ ટ્રેનો, સાબરમતી-બનારસ વચ્ચે વિશેષ ભાડા પર દોડાવશે આ ટ્રેનો..જાણો વિગતે.

Mahakumbh Mela Special Trains: પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી-બનારસ વચ્ચે બે જોડી સ્પેશ્યલ ટ્રેનો

Western Railway will run two pairs of special trains between Sabarmati-Banaras

Western Railway will run two pairs of special trains between Sabarmati-Banaras

News Continuous Bureau | Mumbai 

Mahakumbh Mela Special Trains:  પશ્ચિમ રેલ્વે દ્વારા મહાકુંભ મેળા-2025 દરમિયાન મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને,  સાબરમતી-બનારસ અને સાબરમતી-બનારસ (વાયા ગાંધીનગર કેપિટલ) વચ્ચે  બે જોડી મહાકુંભ મેળા સ્પેશિયલ અને ભાવનગર ટર્મિનસ અને બનારસ વચ્ચે મહાકુંભ મેળા સ્પેશ્યલ ટ્રેનો વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સ્પેશ્યલ ટ્રેનો ની વિગતો નીચે મુજબ છે.  

Join Our WhatsApp Community

Mahakumbh Mela Special Trains:  ટ્રેન નંબર 09413/09414 સાબરમતી-બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ [10 ટ્રીપ્સ]*

ટ્રેન ( Western Railway ) નંબર 09413 સાબરમતી-બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ સાબરમતીથી 11:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 14:45 કલાકે બનારસ પહોંચશે. આ ટ્રેન 16 જાન્યુઆરી અને 05, 09, 14, 18, ફેબ્રુઆરી, 2025ના રોજ ચાલશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09414 બનારસ-સાબરમતી મહાકુંભ મેળા સ્પેશિયલ બનારસથી 19:30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 00:30 કલાકે સાબરમતી પહોંચશે. આ ટ્રેન 17 જાન્યુઆરી અને 06, 10, 15, 19 ફેબ્રુઆરી 2025ના રોજ ચાલશે.

ટ્રેન ( Special Trains ) બન્ને દિશાઓ માં મહેસાણા, પાલનપુર, આબુરોડ, પિંડવાડા, ફાલના, રાની, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, બાંદીકૂઈ, ભરતપુર, આગ્રા ફોર્ટ, ટુંડલા, ઈટાવા, ગોવિંદપુરી, ફતેહપુર, પ્રયાગરાજ અને જ્ઞાનપુર રોડ સ્ટેશનો પર રોકાશે. 

આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

Mahakumbh Mela Special Trains: ટ્રેન નંબર 09421/09422 સાબરમતી-બનારસ (વાયા ગાંધીનગર કેપિટલ) મહાકુંભ મેળા સ્પેશ્યલ [06 ટ્રીપ્સ]

ટ્રેન નંબર 09421 સાબરમતી-બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ સાબરમતીથી 10:25 કલાકે ઉપડશે અને બીજા દિવસે 14:45 કલાકે બનારસ પહોંચશે. આ ટ્રેન 19,23 અને 26 જાન્યુઆરી 2025ના રોજ ચાલશે. એ જ રીતે, ટ્રેન નંબર 09422 બનારસ-સાબરમતી મહાકુંભ મેળા સ્પેશિયલ બનારસથી 19:30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 01:25 કલાકે સાબરમતી પહોંચશે. આ ટ્રેન 20, 24 અને 27 જાન્યુઆરી 2025ના રોજ ચાલશે.

આ સમાચાર પણ વાંચો :  PMJAY MA Yojana Rajkot: આ યોજના અંતર્ગત ગેરરિતી બદલ રાજકોટની 2 હોસ્પિટલ સસ્પેન્ડ, 2ને ફટકારી પેનલ્ટી..

આ ટ્રેન બંને દિશાઓ માં ગાંધીનગર કેપિટલ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, પિંડવાડા, ફાલના, રાની, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, બાંદીકુઇ, ભરતપુર, આગ્રાફોર્ટ, ટુંડલા, ઇટાવા, ગોવિંદપુરી, ફતેહપુર, પ્રયાગરાજ અને જ્ઞાનપુર રોડ સ્ટેશનો પર રોકાશે.

આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

Mahakumbh Mela Special Trains: ટ્રેન નંબર 09555/09556 ભાવનગર ટર્મિનસ-બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ [06 ટ્રીપ્સ]

ટ્રેન નંબર 09555 ભાવનગર ટર્મિનસ – બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ ભાવનગર ટર્મિનસથી સવારે 05:00 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 14:45 કલાકે બનારસ પહોંચશે. આ ટ્રેન 22 જાન્યુઆરી અને 16, 20 ફેબ્રુઆરી 2025ના રોજ ચાલશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09556 બનારસ-ભાવનગર ટર્મિનસ મહાકુંભ મેળા સ્પેશિયલ બનારસથી 19:30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 05:00 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 23 જાન્યુઆરી અને 17, 21 ફેબ્રુઆરી 2025ના રોજ ચાલશે.

આ ટ્રેન બંને દિશાઓ માં સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, પિંડવાડા, ફાલના, રાની, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, બાંદીકૂઇ, ભરતપુર, આગ્રાફોર્ટ, ટુંડલા, ઇટાવા, ગોવિંદપુરી, ફતેહપુર પ્રયાગરાજ અને જ્ઞાનપુર રોડ સ્ટેશનો પર રોકાશે.

આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે. 

આ સમાચાર પણ વાંચો :    Droupadi Murmu Mangalagiri AIIMS: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંગલગિરી એઈમ્સ ખાતે દીક્ષાંત સમારોહને કર્યું સંબોધન, ડોકટરોને આ ત્રણ બાબતો પર ધ્યાન આપવાની આપી સલાહ..

ટ્રેન નંબર 09413, 09421 અને 09555 માટે બુકિંગ 21 ડિસેમ્બર, 2024 થી તમામ પીઆરએસ  કાઉન્ટર અને આઈ આર સી ટીસી વેબસાઇટ પર શરુ થશે . ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Garba: વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રી ફેસ્ટિવલ ઉદયપુરમાં ૧૪ સપ્ટેમ્બરે ઉજવાશે
Pressure: મોનસૂનની તીવ્રતા : ગુજરાતમાં પૂર સંકટ, જળાશયો પર દબાણ, માછીમારો નું દરિયે જવાનું પરિશોધન
Fake TTE: જનરલ કોચમાં મુસાફરોને ગુમરાહ કરનાર નકલી ટીટીઈ ઝડપાયો
Ajit Pawar: અજિત પવાર નો મહિલા પોલીસ અધિકારીને ફોન પર ઠપકો આપતા નો વીડિયો થયો વાયરલ, NCPના નેતાઓએ આ રીતે કર્યો દાદા નો બચાવ
Exit mobile version