Site icon News Continuous Bureau | Mumbai

Lok Sabha Election: ચૂંટણીમાં મતદાન કરતી વખતે તમારી આંગળી પર જે શાહી લગાવાય છે તે ક્યાંથી આવે છે

Lok Sabha Election: ચૂંટણીમાં વપરાતી અવિલોપ્ય શાહી દેશમાં માત્ર એક જ જગ્યાએ બને છે: આ લોકસભાની ચૂંટણીમાં 26 લાખથી વધારે શાહીની બોટલ્સનો વપરાશ થશે

Where does the ink on your finger come from when you vote in an election

Where does the ink on your finger come from when you vote in an election

News Continuous Bureau | Mumbai

Lok Sabha Election:  આ કંપની માત્ર ભારતીય ચૂંટણી પૂરતા જ નહીં પરંતુ વિશ્વના 25 જેટલાં અલગ અલગ દેશમાં શાહી ( Ink ) પુરી પાડે છે 

Join Our WhatsApp Channel

                          હાલમાં આપણા દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ રહી છે. આ ચૂંટણી માટે ગુજરાતમાં આગામી તારીખ 7 મી મે-2024 ના રોજ મતદાન ( voting ) યોજાનાર છે. લોકસભાની સામાન્ય ચૂંટણી મુક્ત, ન્યાયી અને શાંત વાતાવરણમાં યોજાય તે માટે ભારતના ચૂંટણી પંચ ( Election Commission of India ) દ્વારા વ્યાપક વ્યવસ્થાઓ કરવામાં આવે છે પરંતુ શું તમને એ ખબર છે કે મતદાન કરતી વખતે તમારી આંગળી પર જે શાહી લગાવવામાં આવે છે તે ક્યાંથી આવે છે ? 

           આ અંગે વાત કરતા અમદાવાદ ( Ahmedabad ) જિલ્લા ચૂંટણી તંત્રના નાયબ કલેકટર સુશ્રી રિદ્ધિ શુક્લાએ જણાવ્યું છે કે, ચૂંટણીમાં મતદાનના દિવસે મતદારની ડાબી આંગળી પર મતદાન પહેલાં ચિહ્નિત કરવામાં આવતી અવિલોપ્ય શાહી સરળતાથી દૂર કરી શકાતી નથી અને તેનો હેતુ મતદાર દ્વારા ડબલ અને બોગસ મતદાન અટકાવવાનો છે. 

            આપણે જ્યારે મતદાન પથકમાં પોતાનો મત આપીએ છીએ એની પહેલાં આપણી આંગળી ઉપર અવિલોપ્ય શાહીથી ( indelible ink ) એક માર્ક કરવામાં આવે છે. આ અવિલોપ્ય શાહી વિશેની જોગવાઈ રિપ્રેઝન્ટેશન પીપલ  એક્ટ-1951ની કલમ-61 માં જોવા મળે છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે, ચૂંટણીમાં બોગસ વોટીંગ ના થાય અથવા ડબલ વોટિંગ ના કરી શકે એના માટે આવી કોઈ પણ પ્રકારની શાહીનો ઉપયોગ કરી શકાશે. 

આ સમાચાર પણ વાંચો :  Tata Institute Of Social Science: વિદ્યાર્થીને રાષ્ટ્ર વિરોધી કૃત્ય માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો, બે વર્ષ માટે મુંબઈ સહિત આ રાજ્યના કેમ્પસમાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવ્યો..

         ચૂંટણીમાં વપરાતી આ અવિલોપ્ય શાહી આપણા દેશમાં માત્ર એક જ જગ્યાએ બને છે એ મૈસુર પેઇન્ટ અને વાર્નિશ લિમિટેડ કરીને ગવર્મેન્ટ કંપની છે જે આ અવિલોપ્ય શાહી બનાવે છે. હાલના ડેટા પ્રમાણે આ લોકસભા ચૂંટણીમાં 26 લાખથી વધારે શાહીની બોટલ્સનો વપરાશ થશે.

          આ કંપની માત્ર ભારતીય ચૂંટણી પૂરતા જ નહીં પરંતુ વિશ્વના 25 જેટલાં અલગ અલગ દેશમાં શાહી પુરી પાડે છે. જેમાં ઘાના, સાઉથ આફ્રિકા, મલેશિયા સહિતના દેશોનો સમાવેશ થાય છે જેને આ કંપની દ્વારા ચૂંટણી માટે શાહી સપ્લાય કરવામાં આવે છે.

           આ શાહીની વિશેષતા વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે, આ અવિલોપ્ય શાહીમાં એક સિલ્વર નાઈટ્રેટ નામનું કમ્પાઉન્ડ આવે છે, જે કોઈપણ અલ્ટ્રા વાયોલેટ લાઈટ અથવા તો પછી સનલાઈટની સાથે રિએક્ટ કરે છે. આ અવિલોપ્ય શાહીની અસર બે થી ચાર અઠવાડિયા સુધી રહે છે એટલે તમારા હાથ ઉપરથી એનો રંગ નથી નીકળતો નથી એટલા માટે બોગસ કે ડબલ વોટિંગ અટકાવવા ચૂંટણી પંચ દ્વારા મતદાન વખતે આ શાહીનો ઉપયોગ કરવામાં આવે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Pune Police Drugs Destruction પુણે પોલીસનો ડ્રગ્સ વિરુદ્ધ સપાટો, ૪ કરોડથી વધુ કિંમતના ૪૫૫ કિલો અમલી પદાર્થોનો નાશ
Maharashtra Auto Taxi Marathi Deadline Extension મરાઠી ન આવડતી હોય તો ટેન્શન નહીં! મહારાષ્ટ્રમાં ડ્રાઇવરોને ૧ વર્ષની ડેડલાઇન, ગોઠવ્યા ખાસ વર્ગો
Palghar Forced Conversion Attempt પાલઘરમાં કથિત ધર્માંતરણનો પ્રયાસ ૨૨ મહિલાઓ સામે પોલીસ ફરિયાદ, ગામલોકોએ પકડીને પોલીસને સોંપી!
DRI Major Operation ડીઆરઆઈની મોટી કાર્યવાહી પુણે રેલવે સ્ટેશન પરથી ₹૩.૪૧ કરોડનું ડ્રગ્સ જપ્ત, મહિલા મુસાફર ઝડપાઈ!
Exit mobile version