Site icon News Continuous Bureau | Mumbai

Ahmedabad: પીઆરએલ, અમદાવાદ ખાતે સમાંતર કમ્પ્યુટિંગ અને એઆઈ પર વર્કશોપ

Ahmedabad: ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (પીઆરએલ), અમદાવાદની 1પેટા ફ્લોપ પરમ વિક્રમ 1000 હાઈ-પર્ફોર્મન્સ ક્લસ્ટર (એચપીસી) સુવિધાની પહેલી વર્ષગાંઠ મનાવવા માટે 01-03 જુલાઈ, 2024 દરમિયાન પીઆરએલમાં એચપીસીનો ઉપયોગ કરીને "સમાંતર પ્રોગ્રામિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ખ્યાલ” પર ત્રણ દિવસીય વર્કશોપનું આયોજન કરાયું.

Workshop on Parallel Computing and AI at PRL, Ahmedabad

Workshop on Parallel Computing and AI at PRL, Ahmedabad

News Continuous Bureau | Mumbai

Ahmedabad: ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ( PRL ), અમદાવાદની 1પેટા ફ્લોપ પરમ વિક્રમ 1000 હાઈ-પર્ફોર્મન્સ ક્લસ્ટર (એચપીસી) સુવિધાની પહેલી વર્ષગાંઠ મનાવવા માટે 01-03 જુલાઈ, 2024 દરમિયાન પીઆરએલમાં એચપીસીનો ઉપયોગ કરીને “સમાંતર પ્રોગ્રામિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ખ્યાલ” ( Concept of parallel programming and artificial intelligence ) પર ત્રણ દિવસીય વર્કશોપનું આયોજન કરાયું. આ વર્કશોપમાં વિદ્યાર્થીઓ, વૈજ્ઞાનિકો, ઇજનેરો, સંશોધકો અને શિક્ષણવિદો વચ્ચે નેટવર્કિંગ અને સહયોગ માટે એક સામાન્ય પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું. 

Join Our WhatsApp Channel

પી.આર.એલ.ના નિયામક પ્રો. અનિલ ભારદ્વાજે તેમના પ્રારંભિક મુખ્ય વક્તવ્યમાં જટિલ આધુનિક સંશોધન સમસ્યાઓના નિરાકરણમાં એચપીસી સુવિધાની ( High performance computing  ) નિર્ણાયક ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે એ બાબતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે, એચપીસી પર એઆઈનો ઉપયોગ કેવી રીતે નવા સંશોધનના માર્ગો ખોલી શકે છે. પીઆરએલના પ્રો. બિજયા કુમાર સાહુ અને પ્રો. વરુણ શીલે પણ સંશોધનની સમસ્યાઓનો સમયબદ્ધ રીતે ઉકેલ લાવવા અને કમ્પ્યુટેશનલ સીમાઓને દૂર કરવા માટે બહુવિધ પ્રોસેસર્સ / કોરની શક્તિનો ઉપયોગ કરવા માટે એચપીસીના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. પ્રો. ડી. પલ્લમરાજુ, ડીન પ્રો. આર. ડી. દેશપાંડે, રજિસ્ટ્રાર અને પીઆરએલના અન્ય સિનિયર ફેકલ્ટી મેમ્બર્સ પણ ઉદ્ઘાટન સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચો: Russia Economy: રશિયા પડકારો વચ્ચે પણ ઉચ્ચ આવક ધરાવતો દેશ બન્યો, યુદ્ધ અને આર્થિક પ્રતિબંધો રહ્યા બિનઅસરકારક.. જાણો વિગતે..

આમંત્રણના આધારે પીઆરએલ તેમજ અન્ય યુનિવર્સિટીઓ/કોલેજોના 45 જેટલા સહભાગીઓએ વર્કશોપમાં ભાગ લીધો હતો. તમામ સહભાગીઓએ સમાંતર પ્રોગ્રામિંગની ઝીણીમાં ઝીણી વિગત સમજવા માટે પ્રયોગશાળા અભ્યાસ કર્યો. વર્કશોપની ( Workshop ) વ્યવસ્થા કરવા અને વ્યવહારિક સત્રોના સંચાલનમાં પીઆરએલના સીએનઆઈટી ડિવિઝનના વડા શ્રી જીગર રાવલ અને તેમની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Apple Event September 9 આતુરતાનો અંત! 9 સપ્ટેમ્બરના એપલ ઇવેન્ટમાં ચમકશે iPhone 18 Pro, મોટા ફેરફારો સામે આવ્યા
PayPal Layoffs 2026 જોબ માર્કેટમાં વધુ એક આંચકો પેપલે 600 કર્મચારીઓને ઘરભેગા કર્યા, આ ત્રણ શહેરો સૌથી વધુ પ્રભાવિત
AI Overuse Mental Impact ટેક્નોલોજીની ગુલામી તરફ માનવજાત! AIનો વધુ પડતો ઉપયોગ લાગણીહીન બનાવી રહ્યો છે ‘રોબોટ’
Tim Cook India Legacy જતાંજતાં ટિમ કૂક ભારતને બનાવી ગયા ‘આઈફોન કેપિટલ’, પણ નવા બોસનો શું છે ઈન્ડિયા પ્લાન? સામે અનેક પડકારો
Exit mobile version