Site icon

Bhuj Space Observatory: ભારતનું સૌથી મોટું અવકાશ વેધશાળા ભુજમાં, આટલા રૂપિયામાં હવે અવકાશના રહસ્યો જોઈ શકો છો ભુજના નવનિર્મિત વેધશાળામાં

Bhuj Space Observatory: શું તમે જાણો છો કે માત્ર 30 રૂપિયામાં જ તમે અંતરિક્ષના રહસ્યોને જાણી અને જોઈ શકો છો? હા આ શક્ય બન્યું છે

Bhuj Space Observatory India's largest space observatory in Bhuj

Bhuj Space Observatory India's largest space observatory in Bhuj

News Continuous Bureau | Mumbai

Bhuj Space Observatory:  શું તમે જાણો છો કે માત્ર 30 રૂપિયામાં જ તમે અંતરિક્ષના રહસ્યોને જાણી અને જોઈ શકો છો? હા આ શક્ય બન્યું છે બ્રહ્માંડના પ્રવેશદ્વાર સમાન ભુજની નવનિર્મિત વેધશાળામાં. ભારતમાં અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે શિક્ષણને વેગ આપવામાં અને અવકાશ સંશોધનમાં લોકોની રુચિ વધારવામાં આ વેધશાળાની મહત્વની ભૂમિકા છે. તો ચાલો, આપણે પણ અદ્યતન ટેક્નોલૉજી અને વિજ્ઞાનના સંગમને માણીએ.

Join Our WhatsApp Community

કચ્છના ઐતિહાસિક અને પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા શહેર ભુજમાં ભારતની સૌથી મોટી અવકાશ વેધશાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ વેધશાળામાં એક કરોડ રૂપિયામાં લગાવાયેલ 24 ઇંચનું ડૉલ-કિર્કહમ ટેલિસ્કોપથી ખગોળશાસ્ત્રના રસિકોને અદ્ભુત અવકાશી ઘટનાઓ નિહાળવાનો અવસર આપે છે.અહીં સામાન્ય લોકો માટે અત્યાધુનિક ટેલિસ્કોપ લાગેલો છે. આ ટેલિસ્કોપના માધ્યમથી તમે ચંદ્ર, ગુરુ, શનિ અને દૂરના ગ્રહો-નક્ષત્રોને સ્પષ્ટ રીતે જોઈ શકો છો.

આ સમાચાર પણ વાંચો:  Immigration Clearance: અમેરિકાથી ડિપોર્ટ કરાયેલ વ્યકતિઓને રાહત, ગુજરાત પોલીસે આટલા નાગરિકોને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડ્યા

Bhuj Space Observatory:  આકાશીય પદાર્થોને જોવા માટે શિયાળો શ્રેષ્ઠ ઋતુ છે. આ સમયગાળામાં આકાશ મોટા ભાગે ખૂબ જ ચોખ્ખુ હોય છે.ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ આ વેધશાળામાં ગાઇડની સુવિધા પણ છે. જાણકાર ગાઇડ ઉપગ્રહો, તારાઓ અને ગ્રહ-નક્ષત્રો વિશે રસપ્રદ માહિતી પ્રદાન કરે છે. અહીં શાળાના બાળકો માટે વિશેષ ડિસ્કાઉન્ટ છે, અને 10 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે આ સુવિધા મફત છે.

આ વેધશાળાનો મુખ્ય હેતુ માત્ર અવકાશી પદાર્થોના અવલોકન ઉપરાંત નાગરિકોને ‘મનોરંજન સાથે શિક્ષણ’આપવાનો પણ છે. આ વેધશાળા લોકોને ખગોળીય ઘટના વિશે માહિતગાર કરવામાં અને બ્રહ્માંડના રહસ્યો વિશે જિજ્ઞાસા જગાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.મુલાકાતીઓ સાંજે 6 થી 9 વાગ્યા સુધી વેધશાળાની મુલાકાત લઈ શકે છે. વિદ્યાર્થી હોય કે ખગોળશાસ્ત્રી હોય કે પછી સંશોધક , અહીં દરેક વ્યક્તિને અવકાશના રહસ્યોને સમજવાની સમાન તક છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

BMC Elections: મુંબઈના ભવિષ્યનો ફેંસલો! BMC ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે થશે મતદાન અને મતગણતરી
નાગપુર: વાડી વિસ્તારમાં દીપડાનો આતંક; ગ્રામ પંચાયત દ્વારા ઢોલ પીટીને જાહેરાત, સાંજે ૬ વાગ્યા પછી દરવાજા બંધ
Instagram Filter Misleads: ઇન્સ્ટાગ્રામ ના ફિલ્ટરથી થયો ભ્રમ, 52 વર્ષની મહિલા ના પ્રેમમાં પડ્યો 26 વર્ષનો યુવાન, છેવટે આવો આવ્યો તેનો અંત
North Eastern Railway: પૂર્વોત્તર રેલવેમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે.
Exit mobile version