Site icon

BOBMC Rider Mania: ગુજરાતમાં ધોરડો ખાતે ભારતની સૌથી પ્રતિષ્ઠિત મોટરસાયકલિંગ ઇવેન્ટનો સમાપન, 2000થી વધુ બાઇક રાઇડર્સએ ભાગ લીધો

BOBMC Rider Mania: UNWTO દ્વારા ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ એવોર્ડથી સન્માનિત ધોરડો ખાતે યોજાઈ ભારતની સૌથી પ્રતિષ્ઠિત મોટરસાયકલિંગ ઇવેન્ટ BOBMC રાઇડર મેનિયા 2025

BOBMC Rider Mania India's most prestigious motorcycling event concludes at Dhordo in Gujarat, over 2000 bike riders participated

News Continuous Bureau | Mumbai

BOBMC Rider Mania: ભારતની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત મોટરસાયકલિંગ ઇવેન્ટ ‘BOBMC રાઇડર મેનિયા 2025’ નું આયોજન આ વર્ષે ગુજરાતમાં કચ્છ રણોત્સવ ખાતે કરવામાં આવ્યું હતું. યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન (UNWTO) દ્વારા ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’થી સન્માનિત ધોરડો ખાતે BOBMC રાઇડર મેનિયાનું 22મું સંસ્કરણ 31 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી, 2025 સુધી યોજાયું હતું. ભારતના વિવિધ રાજ્યો જેવાંકે, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, યુપી, ઉત્તરાખંડ, હિમાચલપ્રદેશ, ઉત્તરપૂર્વના રાજ્યો જેવાકે મિઝોરમ, ત્રિપુરા, અરૂણાચલપ્રદેશ તેમજ નેપાળ અને ભૂટાન જેવા દેશોમાંથી મળીને લગભગ 2000થી વધુ બાઇક રાઇડર્સે આ 3 દિવસીય મોટરસાયકલિંગ ઇવેન્ટમાં હિસ્સો લીધો હતો.

Join Our WhatsApp Community

આ પ્રસંગે ગુજરાત સરકારના પ્રવાસન સચિવ ડૉ. રાજેન્દ્ર કુમારે જણાવ્યું કે, “ગુજરાતમાં વિશ્વ સ્તરીય મજબૂત રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, તેમજ રાજ્યમાં વૈવિધ્યસભર લેન્ડફોર્મ્સ આવેલા છે, જે તેને વિશ્વસ્તરીય બાઇકિંગ ડેસ્ટિનેશન બનાવે છે. હું તમામ બાઇકર્સને કહેવા માંગું છું કે આવો, અને દુનિયાની સૌથી સુંદર સડક અને સૌથી શાંત જગ્યાએ સફર કરો.” આ મોટરસાયકલિંગ ઇવેન્ટ ગુજરાતના પ્રવાસનને વેગ આપશે અને ખાસ કરીને એડવેન્ચર ટુરિઝમને પ્રોત્સાહન આપશે. આ પ્રકારની ઇવેન્ટના આયોજનથી લોકોને જાણ થશે કે ગુજરાતમાં ઓફ રોડિંગ, સોલો રાઇડિંગ વગેરે માટે પણ ઘણી ઉજળી તકો છે.

BOBMC Rider Mania: ગુજરાતમાં પ્રથમ વખત આયોજિત થઈ BOBMC રાઇડર મેનિયા 2025

BOBMC રાઇડર મેનિયા એ ભારતની ખૂબ જ પ્રતિષ્ઠિત મોટરસાયકલિંગ ઇવેન્ટ છે, જે છેલ્લા 22 વર્ષોથી આયોજિત થાય છે. બાઇક રાઇડર્સના પ્રતિષ્ઠિત ક્લબ દ્વારા આ ઇવેન્ટ આયોજિત કરવામાં આવે છે. આ વર્ષનું આયોજન બુલેટ બટાલિયન ક્લબ દ્વારા કરવામાં આવ્યું છે, જેઓ રોયલ એનફિલ્ડ બાઇકપ્રેમીઓનું એક પ્રમુખ ક્લબ છે. ઉલ્લેખનીય છે કે, BOBMC એ બાઇકર કોમ્યુનિટી છે અને રાઇડર મેનિયા તેમની એક ફ્લેગશિપ ઇવેન્ટ છે. ગુજરાતમાં આ ઇવેન્ટ પ્રથમ વખત આયોજિત કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો: Divyang Athletes: રાંદેર ખાતે આયોજિત ખેલમહાકુંભમાં દિવ્યાંગ ખેલાડીઓ સાથે મંત્રી હર્ષ સંઘવીએ કરી મુલાકાત

મિસ ઇન્ડિયા રનર્સ અપ રેખા પાંડેએ પણ લીધો રાઇડર મેનિયા 2025માં ભાગ

ઉલ્લેખનીય છે કે, ધોરડોમાં યોજાયેલી રાઇડર મેનિયા 2025 ઇવેન્ટમાં મિસ ઇન્ડિયા રનર્સ અપ રેખા પાંડેએ પણ એક બાઇકર તરીકે ભાગ લીધો હતો. તેમણે ધોરડો ખાતે બાઇક રાઇડિંગની મજા માણી અને જણાવ્યું હતું કે સોલો રાઇડિંગ માટે, સોલો વુમન ટ્રાવેલર માટે ગુજરાત બેસ્ટ છે.

રેખા પાંડે ઉપરાંત, અન્ય ઘણી મહિલાઓએ પણ સોલો રાઇડર્સ તરીકે આ ઇવેન્ટમાં ભાગ લીધો હતો, જેઓ અલગ અલગ રાજ્યોમાંથી ગુજરાત આવી હતી. આ સાથે જ એક-બે દીવ્યાંગ લોકો પણ બાઇક રાઇડ કરીને ધોરડો પહોંચ્યા હતા. તેઓએ ધોરડો ઉપરાંત, ત્યાંના આસપાસના કાળો ડુંગર, કોટેશ્વર વગેરે પ્રવાસન સ્થળો પણ એક્સપ્લોર કર્યા હતા. આ ઇવેન્ટ બાદ તેઓ ગુજરાતના અલગ-અલગ સ્થળોએ પ્રવાસ કરશે. જેમકે, એક ગ્રુપ સૌરાષ્ટ્ર જશે, તો બીજું ગ્રુપ ઉત્તર ગુજરાતના સ્થળોએ જશે, તો કોઈક દક્ષિણ ગુજરાતના સ્થળોને એક્સપ્લોર કરશે. ત્યારબાદ તેઓ પોતાની પરત યાત્રા શરૂ કરશે.

BOBMC Rider Mania:  BOBMC રાઇડર મેનિયા 2025માં યોજાઈ વિવિધ પ્રવૃત્તિઓ

3 દિવસીય આ ઇવેન્ટ દરમિયાન શોર્ટ ટ્રેક રેસિંગ, સ્લો બાઇક સ્પર્ધા અને વિન્ટેજ મોટરસાયકલ શૉ જેવી વિવિધ મોટરસાયકલિંગ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, સાંસ્કૃતિક કાર્યક્રમો, લાઇવ મ્યુઝિક શૉ, સ્વાદિષ્ટ વાનગીઓના સ્ટોલ, દોરડાખેંચ અને આર્મ રેસલિંગ સ્પર્ધા જેવી પ્રવૃત્તિઓ પણ યોજાઈ હતી. મોટરસાયકલ ચલાવવાના શોખીનો માટે આ સમગ્ર ઇવેન્ટ ખૂબ જ રસપ્રદ રહી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન ગુજરાતની સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતા ગરબા તેમજ તલવાર રાસની પ્રસ્તુતિ પણ કરવામાં આવી હતી.

ભારતભરમાંથી આવેલા બાઇક રાઇડર્સે ગુજરાતી વાનગીઓ અને ગુજરાતની મહેમાનગતિનો ભરપૂર આનંદ માણ્યો હતો. બાઇક રાઇડર્સે ધોરડોની આસપાસના પ્રવાસન સ્થળો પણ એક્સપ્લોર કર્યા હતા. તેમણે રણોત્સવની અદ્ભુત વ્યવસ્થા, રણના કુદરતી સૌંદર્ય, ટેન્ટ સિટીની વ્યવસ્થા વગેરેની ખૂબ પ્રશંસા કરી હતી. ઇંદોરથી રાઇડર મેનિયામાં ભાગ લેવા આવેલા શ્રી કૃણાલ ભાટિયાએ જણાવ્યું કે, “ગુજરાતમાં આવીને અમને બહુ સારું લાગ્યું. અમારું ખૂબ સરસ રીતે સ્વાગત કરવામાં આવ્યું. ગુજરાતમાં બાઇક રાઇડ કરવા માટે ખૂબ સારા રોડ-રસ્તાઓ છે. અમારી જે રાઇડર મેનિયા ઇવેન્ટ હતી તેમાં પણ ખૂબ મજા આવી. હું તેમાં ભાગ લઇને અને ગુજરાત આવીને 100 ટકા સંતુષ્ટ છું. આ માટે હું ગુજરાત સરકારનો આભાર માનું છું.”

આ સમાચાર પણ વાંચો: Union Budget 2025 Railwat: કેન્દ્રીય બજેટમાં રેલવે માટે ગુજરાતને આટલા કરોડની વિક્રમી ફાળવણી, 87 નવા સ્ટેશન બનાવી મુસાફરોની સુવિધા વધારાશે

રાઇડર મેનિયા 2025માં ભાગ લેવા માટે અરૂણાચલપ્રદેશથી પાંચ મહિલાઓનું ‘અરૂણાચલ બુલેટ ક્લબ’ નામક એક ગ્રુપ ગુજરાત આવ્યું હતું. આ ક્લબના રાખી આગમદુઈએ જણાવ્યું કે, “અમે બધાએ પહેલી જ વખત રાઇડર મેનિયામાં ભાગ લીધો છે. અમારી જર્ની 15 જાન્યુઆરીના રોજ કિબિતુથી શરૂ થઈ હતી. કિબિતુથી ગુજરાત સુધીની અમારી જર્ની ખૂબ જ સરસ રહી હતી. ગુજરાતની જનતાનો પણ અમે આભાર માનીએ છીએ, કે જે ટ્રાફિકની સિચ્યુએશન હતી એમાં અમને સાથ આપ્યો. અમે રસ્તામાં ક્યાંય ભટકી ગયા તો અમને સામેથી બોલાવીને સાચી દિશા પણ બતાવી. અમે રાઇડર મેનિયા કમિટી અને ગુજરાતના લોકોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.” ઉલ્લેખનીય છે કે, તેમણે પોતાની જર્ની ભારતના સૌથી પૂર્વીય સ્થળ કિબિતુથી શરૂ કરી હતી અને તેઓ ભારતના સૌથી પશ્ચિમી સ્થળ (વેસ્ટર્ન મોસ્ટ પોઇન્ટ ઑફ ઇન્ડિયા) કોટેશ્વર સુધી બાઇક લઇને પહોંચ્યા હતા. તેમની આ જર્ની ખૂબ જ શાનદાર રહી હતી.

BOBMC Rider Mania:  200 જેટલા બાઇક રાઇડર્સે રોડ થ્રુ હેવન મારફતે ખેડી ધોરડોથી ધોળાવીરાની સફર

ઇવેન્ટના ત્રીજા દિવસની સવારે ધોરડો આવેલા બાઇકર્સમાંથી લગભગ 200 જેટલા રાઇડર્સે પોતાની બાઇક પર ‘રોડ થ્રુ હેવન’ મારફતે ધોરડોથી ધોળાવીરા સુધીની સફર ખેડી હતી. તેમની આ સફર ખૂબ જ શાનદાર રહી હતી. રોડ થ્રુ હેવન પરથી પસાર થતી બાઇકોના કારણે લોકોને અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા હતા. કોઇને પણ રોમાંચિત કરી દે તેવા દ્રશ્યો સર્જાયા હતા. બહારથી આવેલા લોકોએ અહીંયા ઘણા ફોટા પડાવ્યા હતા અને રોડ થ્રુ હેવનની સુંદરતાને મનભરીને માણી હતી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

Instagram Filter Misleads: ઇન્સ્ટાગ્રામ ના ફિલ્ટરથી થયો ભ્રમ, 52 વર્ષની મહિલા ના પ્રેમમાં પડ્યો 26 વર્ષનો યુવાન, છેવટે આવો આવ્યો તેનો અંત
North Eastern Railway: પૂર્વોત્તર રેલવેમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે.
Northern Railway: ઉત્તર રેલવેના કઠુઆ-માધોપુર પંજાબ સેક્શનમાં બ્રિજ નંબર 17 પર મિસઅલાઇમેન્ટ થવાના કારણે રેલ ટ્રાફિક પ્રભાવિત
Coconut Farming Gujarat: ગુજરાતના દરિયાકાંઠાના અનેક ખેડૂતો શ્રીફળનું વાવેતર કરીને શ્રીમંત બન્યા
Exit mobile version