News Continuous Bureau | Mumbai
Dahod Smart City: મધ્ય ગુજરાતના આદિવાસી ક્ષેત્રમાં વસેલું દાહોદ શહેર બદલાઈ રહ્યું છે. ભારતના જે શહેરોને સ્માર્ટ સીટી તરીકે વિકસિત કરવાનું ભારત સરકારે નક્કી કર્યું હતું, તેમાં દાહોદનો સમાવેશ થવાથી આ શહેરની માળખાગત સુવિધાઓમાં ધરમૂળથી ફેરફારઆવી રહ્યા છે. ચાલો, બનીએ આ શહેરના પરિવર્તનના સાક્ષી
આદિવાસી ક્ષેત્રનું સૌથી મોટું શહેર દાહોદ હવે પરિવર્તનના પંથે છે.સ્માર્ટ સીટી હેઠળ આ શહેરનો કાયાકલ્પ થઈ રહ્યો છે. છાબ તળાવ તેનું ઉત્તમ ઉદાહરણ છે. રૂ.120 કરોડના ખર્ચે રિનોવેટ થયેલું છાબ તળાવ આજે નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.
સ્માર્ટ સીટી હેઠળ શહેરમાં ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પણ સ્થપાયું છે. આ હાઈટેક સેન્ટર પરથી 80 સ્થળો પર 387 સીસીટીવી કેમેરા થકી સઘન મોનીટરીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેથી શહેર વધુ સલામત બન્યું છે. અહીં સમૃદ્ધ આદિવાસી વારસાના જતન માટે આદિવાસી મ્યુઝિયમ પણ વિકસાવાઈ રહ્યું છે.સાથે જ રમત-ગમતપ્રેમીઓ માટે રમત-ગમત સંકુલ પણ આકાર પામી રહ્યું છે. આમ, અનેકવિધ પ્રોજેક્ટથી દાહોદ નવું રૂપ ધારણ કરી રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો: Karate competition: જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધામાં એકલવ્ય સ્કૂલના વિદ્યાર્થીઓએ શાળાનું ગૌરવ વધાર્યું, આટલા વિદ્યાર્થીઓને મળ્યું મેડલ
Dahod Smart City: દાહોદ આજે શહેરી વિકાસના મોડલ તરીકે ઉભરી રહ્યું છે.(GFX IN) આવાસ,પરિવહન,ઉર્જા, નાગરિક સલામતી અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ જેવા શહેરી વિકાસના માપદંડોમાં તે નિરંતર ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યું છે. આમ, દાહોદનું શહેરી વિકાસનું આ મોડલ ‘વિકાસ ભી, વિરાસત ભી’ ના સૂત્રને સાચા અર્થમાં સાકાર કરે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed
