Site icon

Divyang Athletes: રાંદેર ખાતે આયોજિત ખેલમહાકુંભમાં દિવ્યાંગ ખેલાડીઓ સાથે મંત્રી હર્ષ સંઘવીએ કરી મુલાકાત

Divyang Athletes: દિવ્યાંગ ખેલાડીઓ માટે સુરતના રાંદેરમાં આયોજિત ખેલમહાકુંભના ગ્રાઉન્ડ ખાતે દિવ્યાંગ ખેલાડીઓની રમતગમત મંત્રી શ્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી

Divyang Athletes Minister Harsh Sanghvi met with Divyang athletes at the Khel Mahakumbh organized at Rander

Divyang Athletes Minister Harsh Sanghvi met with Divyang athletes at the Khel Mahakumbh organized at Rander

News Continuous Bureau | Mumbai

Divyang Athletes: સુરતના રાંદેર ખાતે દિવ્યાંગ ખેલાડીઓ માટે આયોજિત ખેલમહાકુંભના મેદાનમાં રમતો રમી રહેલા દિવ્યાંગ ખેલાડીઓની રમત-ગમત મંત્રી શ્રી હર્ષ સંઘવીએ આજે સરપ્રાઇઝ મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે દિવ્યાંગ ખેલાડીઓને આપવામાં આવતી સુવિધાઓ, ભોજન વ્યવસ્થાનું નિરીક્ષણ કરીને રસોડાની પણ મુલાકાત લીધી હતી. તેમણે દિવ્યાંગો સાથે આત્મીય સંવાદ કરી પ્રોત્સાહિત કર્યા હતા.
રમત-ગમત મંત્રી શ્રી સંઘવીએ જણાવ્યું હતું કે, ખેલ મહાકુંભ એક એવો ખેલ મહોત્સવ છે, જેણે ગુજરાતના છેવાડાના ખેલાડીઓને તક આપીને એમની ખેલ પ્રતિભાને ઉજાગર કરવાની સાથે મર્યાદિત ક્ષમતાઓ ધરાવતા દિવ્યાંગ ખેલાડીઓને સ્પોર્ટ્સમાં આગળ વધવાની પણ સુવર્ણ તક આપી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો:  Price Support Scheme: સરકાર PSS હેઠળ તુવેરની ટેકાના ભાવે ખરીદી કરશે, આ તારીખ સુધી કરવામાં આવશે ઓનલાઇન નોંધણી
દિવ્યાંગ ખેલાડીઓને કુદરતે વિશેષ શક્તિઓ આપી છે, ત્યારે એમનું ખેલ કૌશલ્ય નિખરે અને તેમના પુરૂષાર્થ થકી તેઓ પરિવાર અને રાજ્યનું ગૌરવ વધારે તે માટે રાજ્ય સરકાર દિવ્યાંગ ખેલાડીઓને વિશેષ તાલીમ આપી રહી છે એમ તેમણે ઉમેર્યું હતું.
આ વેળાએ મેયરશ્રી દક્ષેશ માવાણી, સ્થાયી અધ્યક્ષ રાજન પટેલ, જિલ્લા રમતગમત અધિકારી વિરલ પટેલ સહિત કોર્પોરેટરો, અગ્રણીઓ અને દિવ્યાંગ ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

Instagram Filter Misleads: ઇન્સ્ટાગ્રામ ના ફિલ્ટરથી થયો ભ્રમ, 52 વર્ષની મહિલા ના પ્રેમમાં પડ્યો 26 વર્ષનો યુવાન, છેવટે આવો આવ્યો તેનો અંત
North Eastern Railway: પૂર્વોત્તર રેલવેમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે.
Northern Railway: ઉત્તર રેલવેના કઠુઆ-માધોપુર પંજાબ સેક્શનમાં બ્રિજ નંબર 17 પર મિસઅલાઇમેન્ટ થવાના કારણે રેલ ટ્રાફિક પ્રભાવિત
Coconut Farming Gujarat: ગુજરાતના દરિયાકાંઠાના અનેક ખેડૂતો શ્રીફળનું વાવેતર કરીને શ્રીમંત બન્યા
Exit mobile version