Site icon

100-Day TB Elimination Campaign: આજે ગાંધીનગરથી “૧૦૦ દિવસ સઘન ટીબી નિર્મુલન ઝુંબેશ”નો રાજ્યવ્યાપી થશે શુભારંભ, કરવામાં આવશે આ વિવિધ કામગીરી..

100-Day TB Elimination Campaign: ગાંધીનગર ખાતેથી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે “૧૦૦ દિવસ સઘન ટીબી નિર્મુલન ઝુંબેશ”નો રાજ્યવ્યાપી શુભારંભ કરાશે. રાષ્ટ્રીય ક્ષય નિર્મુલન કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના ૧૬ જિલ્લા અને ૪ મહાનગરપાલિકાઓમાં ઝુંબેશ હાથ ધરવામાં આવશે

News Continuous Bureau | Mumbai

100-Day TB Elimination Campaign:  રાષ્ટ્રીય ક્ષય નિર્મુલન કાર્યક્રમ અંતર્ગત ટીબી રોગનું નિર્મુલન કરવા કેન્દ્ર અને ગુજરાત સરકાર કટીબદ્ધ છે. ટીબીના નવા કેસ ઝડપથી શોધી અને તેની સઘન સારવાર કરીને ટીબીથી થતા મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો લાવી સમગ્ર રાષ્ટ્રમાં જાહેર આરોગ્યમાં સુધારો લાવવાના હેતુસર આજે  કેન્દ્રીય આરોગ્ય મંત્રીના હસ્તે “100 days Intensified campaign on TB Elimination”નો પ્રારંભ કરવામાં આવશે. આ કાર્યક્રમનો રાજ્યવ્યાપી શુભારંભ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા ઓડિટોરિયમ હોલ, જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ કોલેજ ગાંધીનગર ખાતે કરવામાં આવશે.   

Join Our WhatsApp Community

રાષ્ટ્રીય ક્ષય નિર્મુલન કાર્યક્રમ અંતર્ગત ૧૦૦ દિવસ સઘન ઝુંબેશમાં ભારત સરકાર દ્વારા દેશના કુલ ૩૪૭ જિલ્લાઓ પૈકી રાજયના ( Gujarat ) કુલ ૧૬ જિલ્લાઓ અને ૪ મહાનગરપાલિકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઝુંબેશ દરમિયાન સમાજમાં રહેલા ટીબીના નવા કેસ ( TB cases ) ઝડપથી શોધી કાઢવા, ત્વરિત અને સઘન સારવાર, તેમજ જનભાગીદારી દ્વારા પોષણયુક્ત આહારની કીટ્સ પૂરી પાડવા જેવી વિવિધ કામગીરી કરવામાં આવશે. 

આ સઘન ઝુંબેશમાં ( 100-Day TB Elimination Campaign ) અપેક્ષિત પરિણામો પ્રાપ્ત કરવા માટે આરોગ્ય વિભાગ સાથે અન્ય વિભાગોની સક્રિય ભાગીદારી પણ મેળવવામાં આવશે. જેમાં જિલ્લા અને કોર્પોરેશનના આરોગ્ય વિભાગ ઉપરાંત, જિલ્લાના અન્ય વિભાગો, જાહેર ક્ષેત્રના સાહસો, નાગરિક સમાજ સંગઠન, સ્વૈચ્છિક સંસ્થાઓ, સહકારી અને અન્ય સમુદાયના સંગઠનો કે ફેડરેશનોની સક્રિય સહયોગપૂર્ણ ભાગીદારી જરૂરી છે. આ ઝુંબેશની ( TB Elimination Campaign ) સફળતા માટે ધારાસભ્યશ્રીઓ, પંચાયતી રાજ સંસ્થાઓના સભ્યશ્રીઓ અને શહેરી સ્થાનિક સંસ્થાઓના સભ્યોનો સંપર્ક કરી, તેઓને કાર્યક્રમમાં સાંકળી, તેઓના મતવિસ્તારમાં નિ:ક્ષય વાહન (MMU)ને ફ્લેગ ઓફ અપાવી, નિ:ક્ષય શિબિરોમાં સહયોગ લેવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો:  Navodaya Vidyalaya: દેશનાં આવરી ન લેવાયેલાં જિલ્લાઓમાં 28 નવા નવોદય વિદ્યાલયોની સ્થાપને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી, જાણો કયા છે આ જિલ્લાઓ?

વધુમાં સ્થાનિક કક્ષાએ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરશ્રી, જિલ્લા કક્ષાએ કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ જરૂરી આયોજન કરી તથા અન્ય વિભાગો સાથે સંકલન કરી રિસોર્સ મોબીલાઇઝેશનની કામગીરી કરવામાં આવશે, એમ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની યાદીમાં જણાવ્યું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Trigger Finger: જો તમને પણ આંગળીઓમાં દુખાવો અને સોજો આવતો હોય તો થઇ જાઓ સાવધાન, આ બીમારી નો હોઈ શકે છે સંકેત
Garba: વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રી ફેસ્ટિવલ ઉદયપુરમાં ૧૪ સપ્ટેમ્બરે ઉજવાશે
Pressure: મોનસૂનની તીવ્રતા : ગુજરાતમાં પૂર સંકટ, જળાશયો પર દબાણ, માછીમારો નું દરિયે જવાનું પરિશોધન
Alkaline Water: શું છે આલ્કલાઇન વોટર, જેને પીવે છે સેલિબ્રિટીઝ? જાણો સામાન્ય પાણીથી કેટલું જુદું છે
Exit mobile version