Site icon

Bhupendra Patel: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો સર્વાસમાવેશી-પારદર્શી વહીવટનો અનોખો અભિગમ, નાગિરકોને કરાયો આવો અનુરોધ

Bhupendra Patel: સરકારી કચેરીઓમાં વર્ક કલ્ચરને વધુ ગતિશીલ તથા વહીવટી કામગીરીને વધુ અસરકારક બનાવવાના લક્ષ્ય સાથે ગુજરાત વહીવટી સુધારણા પંચ (GARC) સક્રિયપણે કાર્યરત

Chief Minister Shri Bhupendra Patel's unique approach to inclusive and transparent administration

Chief Minister Shri Bhupendra Patel's unique approach to inclusive and transparent administration

News Continuous Bureau | Mumbai\

Bhupendra Patel: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ગુડ ગવર્નન્સને વધુ વેગ આપવા  રાજ્ય સરકારના વહીવટમાં  નાગરિકોના અભિપ્રાયથી વધુ સારા વહીવટ તરફ આગળ વધવા માટે સર્વાસમાવેશી-પારદર્શી વહીવટનો અનોખો અભિગમ અપનાવ્યો છે. રાજ્યની સરકારી કચેરીઓમાં વર્ક કલ્ચરને વધુ ગતિશીલ બનાવવા તથા વહીવટી કામગીરીને વધુ અસરકારક બનાવવાના લક્ષ્ય સાથે રાજ્ય સરકારે તાજેતરમાં જ  ડો. હસમુખ અઢિયાના અધ્યક્ષ સ્થાને  ‘ગુજરાત વહીવટી સુધારણા પંચ’ (GARC)ની રચના કરી છે અને આ પંચ સક્રિયપણે કાર્ય કરી રહ્યું છે. આ પંચે માત્ર એક જ મહિનામાં પોતાનો પ્રથમ ભલામણ અહેવાલ રાજ્ય સરકારને તાજેતરમાં સુપરત કર્યો છે.

Join Our WhatsApp Community

GARCની વેબસાઈટ લિંક

રાજ્યના નાગરિકો આ નવરચિત ગુજરાત વહીવટી સુધારણા પંચ (GARC)ની વેબસાઈટ પર સૂચનો મોકલી શકે અને સરકારમાં વહીવટી સુધારણાના ઉદ્દેશ્યને વધુ સારી રીતે સાકાર કરી શકાય તે માટે  લોકો પાસેથી અભિપ્રાય-સૂચનો મંગાવવામાં આવ્યા છે. 

 

GARCની વેબસાઈટ લિંક https://garcguj.in/suggestion પર રાજ્યના નાગરિકો પોતાના સૂચનો-અભિપ્રાય મોકલી શકશે.

આ સમાચાર પણ વાંચો: Railway: આજે વિરમગામ-સુરેન્દ્રનગર સેક્શનમાં એન્જિનિયરિંગ બ્લોક, આ એક્સપ્રેસ ટ્રેન ગાંધીનગર કેપિટલ અને સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રહેશે રદ

વહીવટી સુધારણા પ્રક્રિયામાં નાગરિકોની સહભાગિતા પ્રેરિત કરવા તેમના સૂચનો અને સુઝાવો મંગાવવાનો આ અભિગમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના “લોકોના, લોકો દ્વારા ચાલતા, લોકો માટેના” ગુડ ગવર્નન્સની વિભાવના  વધુ પ્રબળ બનાવવામાં  ઉપયોગી નિવડશે.

 

Gandhinagar: ગાંધીનગરમાં ટાઇફોઇડનો કહેર: 110 થી વધુ કેસ નોંધાતા અમિત શાહ એક્શન મોડમાં, અધિકારીઓને આપ્યો આવો આદેશ
Bharat Parv 2025: ભારત પર્વ: રંગો, રસો અને રિવાજોનો ઉત્સવ:
Gandhinagar Jaipur station redevelopment: ગાંધીનગર-જયપુર સ્ટેશન પુનઃવિકાસ કામ માટે બ્લૉકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત*
VGRC North Gujarat: એક નાનકડા વિચારથી ઔદ્યોગિક સામ્રાજ્ય સુધી: ઉત્તર ગુજરાતમાં યોજાનારી VGRC રજૂ કરશે વિકાસની બ્લૂપ્રિન્ટ, જે નિરમા ગ્રુપના સ્થાપક થકી પ્રેરિત
Exit mobile version