Site icon News Continuous Bureau | Mumbai

Gujarat Textile Policy 2024: CM ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં ‘નવી ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-2024’ કરશે લૉન્ચ, GIDCના આટલા કરોડના વિકાસ કામોની આપશે ભેટ

Gujarat Textile Policy 2024: ‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણી અંતર્ગત ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે વિવિધ ઉપક્રમોનું આયોજન . GIDCના રૂ. 564 કરોડના વિવિધ વિકાસ કામોના ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કરાશે. 5,500 ઉદ્યોગ યુનિટ્સને રૂ. 1,000 કરોડથી વધુ મૂલ્યની સહાયનું વિતરણ

CM Bhupendra Patel will launch the New Gujarat Textile Policy-2024 in Gandhinagar

CM Bhupendra Patel will launch the New Gujarat Textile Policy-2024 in Gandhinagar

News Continuous Bureau | Mumbai

Gujarat Textile Policy 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2001થી ગુજરાતનું શાસન દાયિત્વ સંભાળીને નીતિ આધારિત વિકાસનો મજબૂત પાયો નાંખીને ગુજરાતને પોલિસી ડ્રિવન સ્ટેટ બનાવ્યું છે.  

Join Our WhatsApp Channel

તેમના સફળ સુશાસનના 23 વર્ષ પૂર્ણ થવા અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ( Bhupendra Patel ) માર્ગદર્શનમાં રાજ્યવ્યાપી ‘વિકાસ સપ્તાહ’ ઉજવાઈ રહ્યું છે. આ વિકાસ સપ્તાહ દરમિયાન વિવિધ થીમ આધારિત દિવસોની પણ ઉજવણી કરવામાં આવી રહી છે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં ( Gujarat Textile Policy 2024 ) વિકાસ સપ્તાહ અંતર્ગત ગાંધીનગર ખાતેથી ‘નવી ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-2024’ લૉન્ચ કરશે. 

હાલના ભૂ-રાજનૈતિક પરિપ્રેક્ષ્યમાં આ નવી ટેક્સટાઈલ પોલિસીનું ( Textile Policy ) લૉન્ચીંગ એક મહત્વપૂર્ણ કદમ પુરવાર થશે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને દિશાદર્શનમાં આ વિકાસ સપ્તાહ દરમિયાન વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત, નવા વિકાસ કામોની મંજૂરીના ઉપક્રમ યોજાઈ રહ્યાં છે. 

વિકાસ સપ્તાહ ( Gujarat Vikas Saptah ) ઉજવણીના અંતિમ દિવસે તા. 15 ઓક્ટોબર, 2024ના રોજ ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા ‘નવી ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-2024’ લૉન્ચની સાથે સાથે વિવિધ ઉદ્યોગ પ્રોત્સાહક ઉપક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.  

આ સમાચાર પણ વાંચો:  Amit Shah IPS probationers: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે આઈપીએસ પ્રોબેશનર્સ સાથે કરશે વાતચીત, આ પડકારોનો સામનો કરવા આપશે માર્ગદર્શન.

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં GIDCના રૂ. 564 કરોડના ખર્ચે વિવિધ વિકાસ કામોના ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ વિવિધ વિકાસ કામો પૈકી રૂ. 418 કરોડના ખર્ચે ઈ-ખાતમુહૂર્ત તેમજ રૂ. 146 કરોડના ખર્ચે ઈ-લોકાર્પણના પ્રકલ્પોની ભેટ રાજ્યના ઉદ્યોગોને મળવાની છે. 

આ ઉપરાંત, મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં ઈન્સેન્ટિવ ટુ ઈન્ડસ્ટ્રીઝ અંતર્ગત 5,500 યુનિટને રૂ.1,000 કરોડથી વધુ મૂલ્યની સહાયનું વિતરણ પણ કરવામાં આવશે. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

RBI FCNR Scheme Record Inflow NRIનો ભારત પર ભરોસો વધ્યો RBIની FCNR યોજનામાં રેકોર્ડબ્રેક વધારો, વિદેશી હૂંડિયામણમાં મોટો ઉછાળો
RBI New Order Counterfeit Notes બેંકોમાં હવે નહીં મળે નકલી નોટો, લગાવવામાં આવશે આ ખાસ મશીનો; RBI નો મોટો આદેશ
GST Collection July Record High જીએસટી કલેક્શનમાં બમ્પર ઉછાળો જુલાઈમાં ૧૫.૪ ટકાના વધારા સાથે રેકોર્ડ ૨.૧૧ લાખ કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન
August 1st Rule Changes LPG ITR LPG અને ટ્રેન ટિકિટથી લઈને ITR સુધી… આજથી દેશભરમાં લાગુ થયા ૮ મોટા ફેરફાર; તમારા ખિસ્સા પર પડશે સીધી અસર
Exit mobile version