Site icon

NEP 2020 Train the Trainer: ગુજરાતમાં NEP 2020ના અમલીકરણ માટે આયોજિત ” ટ્રેઈન ધ ટ્રેનર” કાર્યક્રમનો ગાંધીનગરમાં થયું સમાપન, આ વિષયો પર કર્યું ધ્યાન કેન્દ્રિત.

NEP 2020 Train the Trainer: ગુજરાતમાં NEP 2020ના અમલીકરણ માટે આયોજિત પાંચ દિવસીય " ટ્રેઈન ધ ટ્રેનર" કાર્યક્રમનો વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ગાંધીનગર ખાતે સમાપન.‘ટ્રેઈન ધ ટ્રેનર’ વર્કશોપ અંતર્ગત રાજ્યમાં સૌથી મોટી પાંચ દિવસીય ફેકલ્ટી ટ્રેનિંગ NEP 2020 યોજાઇ હતી જેમાં 200થી વધુ લોકોએ ભાગ લીધો હતો. “ટ્રેઈન ધ ટ્રેનર" તાલીમ અંતર્ગત ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે NEP-2020ના સુચારુ અમલીકરણ થકી વિદ્યાર્થીઓમાં રોજગાર કુશળતા કેળવાય તે માટે શિક્ષકો અને આચાર્યશ્રીઓને સજ્જ કરવાનો પ્રયાસ :- અધિક મુખ્ય સચિવ સુનયના તોમર. NEP 2020નું ગુજરાતમાં થયેલ અમલીકરણ અન્ય રાજ્યો માટે રોલ મોડલ પૂરવાર થશે: - અધિક મુખ્ય સચિવ સુનયના તોમર

Five-day Train the Trainer program for implementation of NEP 2020 in Gujarat concluded at Gandhinagar

Five-day Train the Trainer program for implementation of NEP 2020 in Gujarat concluded at Gandhinagar

News Continuous Bureau | Mumbai

NEP 2020 Train the Trainer: ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણના અધિક મુખ્ય સચિવ સુનયના તોમરે ગાંધીનગર ખાતે આવેલા વિદ્યા સમીક્ષા કેન્દ્રના નચિકેતા હોલ ખાતેથી NEP 2020ના અમલીકરણ માટે પાંચ દિવસીય ” ટ્રેઈન ધ ટ્રેનર” કાર્યક્રમનો સમાપન કરાવેલ. 

Join Our WhatsApp Community

           અધિક મુખ્ય સચિવએ પ્રોફેસરો અને શિક્ષણ સાથે સંકળાયેલા ફેકલ્ટીઓને સંબોધતા જણાવ્યું હતું કે, NEP 2020નું ગુજરાતમાં થયેલ અમલીકરણ અન્ય રાજ્યો માટે રોલ મોડલ પૂરવાર થશે. રસપ્રદ રીતે ટેક્નોલોજી સાથે વિદ્યાર્થીઓને શિક્ષિત કરી રોજગાર કુશળતા કેળવાય તેવા પ્રયાસ દ્વારા પ્રોફેસરો માટેની “ટ્રેઈન ધ ટ્રેનર” તાલીમ યોગ્યપણે સાર્થક થશે એવી આશા તેમણે વ્યક્ત કરી હતી.   

            વધુમાં શ્રી તોમરે જણાવ્યું કે, નેશનલ એજ્યુકેશન પોલીસી વર્કશોપનો ( Train the Trainer ) મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં ટેકનિકલ અને પ્રોફેશનલ ટિચર્સમાં NEP 2020ને લઇને માહિતગાર કરવાનો છે. વર્ગખંડમાં અનેક તજજ્ઞો વિવિધ ક્ષેત્રમાં પોતાનો મહારથ હાસલ કરીને આવ્યા હતા. તે તમામ અનુભવી તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીકેન્દ્રિત શિક્ષણ પદ્ધતિ, વર્ગખંડ વ્યવસ્થાપન, તકનીકી શિક્ષણને અપનાવવા જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને પાયાના ભણતરથી માંડીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુધીના શિક્ષણની જવાબદારી આજના શિક્ષકની છે, ત્યારે આપણો વિદ્યાર્થી ટેક્નોલોજીથી સજ્જ બને તેમજ ભણતરની સાથે નવી ટેક્નોલોજીથી જાણકાર બને તે જવાબદારી આપણા સૌની છે. આપણે એવું શિક્ષણ આપવું જોઈએ કે રોજગારી મેળવવામાં વિદ્યાર્થીને ગર્વ થાય કે મને ગુજરાત સરકારે ( Gujarat Government ) શિક્ષણ આપ્યું છે. 

          વધુમાં શ્રી તોમરે જણાવ્યુ હતું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર નવા નવા ઉદ્યોગો માટે ગુજરાતમાં ( Gujarat  ) મંજુરી આપી રહી છે ઉદ્યોગોની સાથે રોજગારીની પણ વિપુલ તકો આપણા વિદ્યાર્થીઓ માટે રાહ જોઈ રહી છે. ફક્ત વિદ્યાર્થીઓને પોતાના અંદર છુપાયેલા ટેલેન્ટને બહાર લાવવાનો છે અને તે ટેલેન્ટ બહાર લાવવાનું કામ આપણાં શિક્ષકો અને પ્રોફેસરોનું છે. સેમિકન્ડક્ટરનાં યુગમાં વિદ્યાર્થીઓને સેમિકન્ડક્ટર વિષે પણ પ્રાથમિક માહિતી હોવી એ સૌ પ્રોફેસરોની જવાબદારી છે. અભ્યાસક્રમમાં ન હોય તો પણ બાળકને તેની માહિતી આપવાનું કાર્ય શિક્ષકોનું છે.   

આ સમાચાર પણ વાંચો :  Police Commemoration Day Amit Shah: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ નેશનલ પોલીસ મેમોરિયલ ખાતે પોલીસ સ્મૃતિ દિવસ પર આપશે શહીદોને શ્રદ્ધાંજલિ, યોજાશે આ કાર્યક્રમો.            

         વધુમાં અધિક મુખ્ય સચિવ શ્રીએ પ્રોફેસરોને એક્સેલેન્ટ થવા જણાવ્યું હતું સાથોસાથ આગામી સમયમાં જે શિક્ષક રિસર્ચની બાબતમાં કે નવા શોધની બાબતમાં સારી કામગીરી કરશે તેને રાજ્ય સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવશે તેમ જણાવી પ્રોફેસરોમાં જુસ્સો વધાર્યો હતો. 

         અત્રે ઉલેખ્ખનીય છે કે, NEP 2020 ( NEP 2020 Train the Trainer ) એ તમામ મહત્વના ક્ષેત્રો પર અમલીકરણ થકી લાખો યુવાનોના જીવનને નવી દિશા દર્શાવવા રાજ્યમાં વ્યાવસાયિક અને ટેકનિકલ શિક્ષણમાં પરિવર્તન લાવવાનું મિશન શરૂ કર્યું છે.  રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઈપી) ૨૦૨૦ના અમલીકરણ માટે શિક્ષકોને સક્ષમ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત ટેકનિકલ શિક્ષણ કમિશનરેટ (CTE) ગુજરાત અને ગુજરાત ટેકનિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી (GTERS) તેમજ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનિકલ ટીચર્સ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ (NITTTR) ચંદીગઢના સહયોગથી તા. ૧૪ થી ૧૮ ઓક્ટોબર, ૨૦૨૪ સુધી ‘ટ્રેઈન ધ ટ્રેનર’ પાંચ દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ, આ કાર્યક્રમના સફળ આયોજન દ્વારા રાજ્યની તમામ ટેકનિકલ અને પ્રોફેશનલ યુનિવર્સિટીઓમાં NEP 2020ની સફળ અમલવારી માટે માર્ગ મોકળો થયો છે.

         આ કાર્યક્રમમાં ટેક્નીકલ શિક્ષણના કમિશનર શ્રી બંછાનિધી પાનીએ પ્રાસંગિક ઉદબોધન કરતાં શિક્ષકો ને NEP-2020ના ફ્રેમવર્ક ના મધ્યમ થકી મળેલ અવસર દ્વારા સમય સાથે કદમ મેળવીને વિદ્યાર્થીઓએ ને આવતીકાલની માંગ ને અનુરૂપ વિદ્યાર્થીઓને ઘડવા પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત NITTTRના પ્રોફેસર શ્રી પંકજ શર્મા અને ડૉ રીતુલા ઠાકુર તેમજ સરકારી તેમજ ખાનગી યુનિવર્સિટીઓની ફેકલ્ટીઓ તથા આચાર્યશ્રીઓએ ભાગ લીધો હતો   

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Gandhinagar: ગાંધીનગરમાં ટાઇફોઇડનો કહેર: 110 થી વધુ કેસ નોંધાતા અમિત શાહ એક્શન મોડમાં, અધિકારીઓને આપ્યો આવો આદેશ
Bharat Parv 2025: ભારત પર્વ: રંગો, રસો અને રિવાજોનો ઉત્સવ:
Gandhinagar Jaipur station redevelopment: ગાંધીનગર-જયપુર સ્ટેશન પુનઃવિકાસ કામ માટે બ્લૉકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત*
VGRC North Gujarat: એક નાનકડા વિચારથી ઔદ્યોગિક સામ્રાજ્ય સુધી: ઉત્તર ગુજરાતમાં યોજાનારી VGRC રજૂ કરશે વિકાસની બ્લૂપ્રિન્ટ, જે નિરમા ગ્રુપના સ્થાપક થકી પ્રેરિત
Exit mobile version