Site icon

Gandhinagar: 76મો પ્રજાસત્તાક દિવસ ઉજવણી ગાંધીનગર પોસ્ટ ઓફીસમાં,ધ્વજ વંદન અને ડાક ચૌપાલ કાર્યક્રમનું આયોજન

Gandhinagar: ગાંધીનગરની 517 પોસ્ટ ઓફીસમાં ધ્વજ વંદન અને ડાક ચૌપાલ કાર્યક્રમ

Gandhinagar 76th Republic Day celebration at Gandhinagar Post Office, flag hoisting and Dak Chaupal program organized

Gandhinagar: ધી ચીફ પોસ્ટ માસ્ટર જનરલ, ગુજરાત સર્કલ, અમદાવાદની સુચના મુજબ ગાંધીનગર પોસ્ટલ ડિવિઝન દ્વારા તા. 26.01.2025ના રોજ 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ઉપક્રમે દરેક પોસ્ટ ઓફિસ જેવી કે હેડ પોસ્ટ ઓફીસ,  સબ પોસ્ટ ઓફિસ અને બ્રાંચ પોસ્ટ ઓફિસ ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને સાથે સાથે જાહેર જનતાના લાભાર્થે “ડાક ચૌપાલ”નું પણ આયોજન કરવામાં આવેલ છે.

Join Our WhatsApp Community

“ડાક ચૌપાલ” એટલે પોસ્ટ ઓફિસમા આવતી દરેક યોજનાઓ જેવી કે વિવિધ નાની બચત યોજનાઓ, વિવિધ પોસ્ટલ વીમાની યોજનાઓ, વિવિધ સામાન્ય વીમો/અકસ્માત વીમાની યોજનાઓ, સામાજિક જવાબદારી ની યોજનાઓ (PMSBY/PMJJBY/APY), આધાર કાર્ડ અદ્યતન સેવાઓ, India Post Payments Bank ની વિવિધ સેવાઓ, પોસ્ટ ઓફિસના ઓનલાઈન ખાતાકીય વ્યવહાર કઈ રીતે કરવા તે અંગેની વિગતવાર માહિતી “ડાક ચૌપાલ”માં આપવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : Tobacco control campaign: સ્કવોડ ટીમની ટોબેકો વિરોધી ઝુંબેશ, સુરતના પલસાણામાં તમાકુ વેચતા વેપારીઓને ફટકાર્યો અધધ આટલા હજારનો દંડ

Gandhinagar: “ડાક ચૌપાલ”ના આયોજનનો મુખ્ય ઉદ્દેશ સામાન્ય લોકોને તેમની વચ્ચે જઈ પોસ્ટ ઓફિસની રોકાણ સંબંધિત વિવિધ યોજનાઓ અને અદ્યતન સેવાઓ વિશે માહિતગાર કરવાનો છે.

ઉપરોક્ત વિષયના અનુસંધાને ગાંધીનગર ડિવિઝનની દરેક પોસ્ટ ઓફિસ ખાતે તા. 26.01.2025ના રોજ ધ્વજ વંદન કાર્યક્રમની સાથે “ડાક ચૌપાલ” પણ આયોજન કરવામાં આવેલ છે જેનો લાભ લેવા માટે જાહેર જનતાને નમ્ર અપીલ કરવામાં આવે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

VGRC North Gujarat: એક નાનકડા વિચારથી ઔદ્યોગિક સામ્રાજ્ય સુધી: ઉત્તર ગુજરાતમાં યોજાનારી VGRC રજૂ કરશે વિકાસની બ્લૂપ્રિન્ટ, જે નિરમા ગ્રુપના સ્થાપક થકી પ્રેરિત
Torrent Group: ₹25,000ની મૂડીથી શરૂ થયેલો વ્યવસાય આજે 21 અબજ ડોલરનું સામ્રાજ્ય
PM Ekta Mall: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘વોકલ ફોર લોકલ’ વિઝનને સાકાર કરી રહ્યું છે ગુજરાત
Bhupendra Patel: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત 25 સપ્ટેમ્બર ગુરૂવારે યોજાશે
Exit mobile version