News Continuous Bureau | Mumbai
Gandhinagar Jaipur station redevelopment ઉત્તર પશ્ચિમ રેલવેના ગાંધીનગર-જયપુર સ્ટેશનના પુનઃવિકાસ અને મોટા પાયે અપગ્રેડેશન કામને ધ્યાનમાં રાખીને 9 નવેમ્બરથી 13 ડિસેમ્બર, 2025 સુધી 35 દિવસોનો બ્લૉક લેવામાં આવ્યો છે, જેના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. પ્રભાવિત થનારી ટ્રેનોની વિગતો આ મુજબ છે :
*શોર્ટ ટર્મિનેટ/ઓરિજિનેટ/આંશિક રૂપે રદ થનારી ટ્રેનો:*
1. 8 ડિસેમ્બર, 2025 ના રોજ ઓખાથી યાત્રા આરંભ કરનારી ટ્રેન નંબર 20951 ઓખા-જયપુર એક્સપ્રેસ અજમેર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. એટલે, આ ટ્રેન અજમેર અને જયપુર વચ્ચે આંશિક રૂપે રદ રહેશે. એ જ રીતે, 9 ડિસેમ્બર, 2025 ના રોજ જયપુરથી યાત્રા આરંભ કરનારી ટ્રેન નંબર 20952 જયપુર-ઓખા એક્સપ્રેસ અજમેર સ્ટેશન પર શોર્ટ ઓરિજિનેટ થશે. એટલે, આ ટ્રેન જયપુર અને અજમેર વચ્ચે આંશિક રૂપે રદ રહેશે.
*પરિવર્તિત માર્ગથી ચાલનારી ટ્રેનો:*
1. 13 ડિસેમ્બર, 2025 સુધી દિલ્લી સરાય રોહિલ્લાથી યાત્રા આરંભ કરનારી ટ્રેન નંબર 12215 દિલ્લી સરાય રોહિલ્લા-બાન્દ્રા ટર્મિનસ ગરીબ રથ એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા રેવાડી-રીંગસ-ફુલેરા સ્ટેશનોના રસ્તે ચલાવવામાં આવશે અને આ ટ્રેન નારનૌલ, નીમ કા થાના અને રીંગસ સ્ટેશનો પર રોકાશે.
2. 13 નવેમ્બર, 2025 થી 12 ડિસેમ્બર, 2025 સુધી પોરબંદરથી યાત્રા આરંભ કરનારી ટ્રેન નંબર 19269 પોરબંદર-મુજફ્ફરપુર એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા ફુલેરા-રીંગસ-રેવાડી સ્ટેશનોના રસ્તે ચલાવવામાં આવશે અને આ ટ્રેન રીંગસ, નીમ કા થાના અને નારનૌલ સ્ટેશનો પર રોકાશે.
3. 25 નવેમ્બર, 2025 અને 02 ડિસેમ્બર, 2025 ના રોજ શ્રી માતા વૈષ્ણો દેવી કટડાથી યાત્રા આરંભ કરનારી ટ્રેન નંબર 19416 શ્રી માતા વૈષ્ણો દેવી કટડા-સાબરમતી એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા રેવાડી-રીંગસ-ફુલેરા સ્ટેશનોના રસ્તે ચલાવવામાં આવશે અને આ ટ્રેન નારનૌલ, નીમ કા થાના અને રીંગસ સ્ટેશનો પર રોકાશે.
4. 09 ડિસેમ્બર, 2025 સુધી પોરબંદરથી યાત્રા આરંભ કરનારી ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્લી સરાય રોહિલ્લા એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા ફુલેરા-રીંગસ-રેવાડી સ્ટેશનોના રસ્તે ચલાવવામાં આવશે અને આ ટ્રેન રીંગસ, નીમ કા થાના અને નારનૌલ સ્ટેશનો પર રોકાશે.
5. 24 નવેમ્બર, 2025 થી 8 ડિસેમ્બર, 2025 સુધી દિલ્લી સરાય રોહિલ્લાથી યાત્રા આરંભ કરનારી ટ્રેન નંબર 20938 દિલ્લી સરાય રોહિલ્લા-પોરબંદર એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા રેવાડી-રીંગસ-ફુલેરા સ્ટેશનોના રસ્તે ચલાવવામાં આવશે અને આ ટ્રેન નારનૌલ, નીમ કા થાના અને રીંગસ સ્ટેશનો પર રોકાશે.
6. 26 નવેમ્બર, 2025 અને 3 ડિસેમ્બર, 2025 સુધી સુલ્તાનપુરથી યાત્રા આરંભ કરનારી ટ્રેન નંબર 20940 સુલ્તાનપુર-સાબરમતી એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા રેવાડી-રીંગસ-ફુલેરા સ્ટેશનોના રસ્તે ચલાવવામાં આવશે અને આ ટ્રેન નારનૌલ, નીમ કા થાના અને રીંગસ સ્ટેશનો પર રોકાશે.
7. 29 નવેમ્બર, 2025 અને 06 ડિસેમ્બર, 2025 ના રોજ વારાણસીથી યાત્રા આરંભ કરનારી ટ્રેન નંબર 20964 વારાણસી-સાબરમતી એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા રેવાડી-રીંગસ-ફુલેરા સ્ટેશનોના રસ્તે ચલાવવામાં આવશે અને આ ટ્રેન નારનૌલ, નીમ કા થાના અને રીંગસ સ્ટેશનો પર રોકાશે.
આ સમાચાર પણ વાંચો : Islamabad Court: પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ કોર્ટ પાસે આત્મઘાતી હુમલો, આગનો ગોળો બની કાર… ધમાકામાં થયા આટલા લોકો નાં મોત
8. 25 નવેમ્બર, 2025 અને 02 ડિસેમ્બર, 2025 ના રોજ લખનઉથી યાત્રા આરંભ કરનારી ટ્રેન નંબર 19402 લખનઉ-સાબરમતી એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા ભરતપુર-કોટા-આણંદ-સાબરમતી સ્ટેશનોના રસ્તે ચલાવવામાં આવશે અને આ ટ્રેન સવાઈ માધોપુર, કોટા, ભવાની મંડી, શામગઢ, નાગદા, રતલામ, દાહોદ, ગોધરા અને આણંદ સ્ટેશનો પર રોકાશે.
9. 25 નવેમ્બર, 2025 ના રોજ અયોધ્યા કેન્ટથી યાત્રા આરંભ કરનારી ટ્રેન નંબર 19202 અયોધ્યા કેન્ટ-ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા ભરતપુર-કોટા-આણંદ-અમદાવાદ-વિરમગામ સ્ટેશનોના રસ્તે ચલાવવામાં આવશે અને આ ટ્રેન સવાઈ માધોપુર, કોટા, ભવાની મંડી, શામગઢ, નાગદા, રતલામ, દાહોદ, ગોધરા અને આણંદ સ્ટેશનો પર રોકાશે.
