Site icon

Home Guards and Civil Defense Force State Level Sports Festival 2024 : ગુજરાત ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ‘આ’ રમતોત્સવનો કરાવ્યો શુભારંભ, હોમગાર્ડઝ જવાનોની બાઈક રેલીને ફ્લેગ ઓફ આપી કરાવ્યું પ્રસ્થાન.

Home Guards and Civil Defense Force State Level Sports Festival 2024 :ગુજરાત સરકાર માટે હોમગાર્ડઝ એ વધારાની ફોર્સ નહિ, પરંતુ જનતા સાથે સૌથી નજીકથી કામ કરતી મહત્વપૂર્ણ ફોર્સ છે. શાંત અને સુરક્ષિત સમાજના નિર્માણ માટે હોમગાર્ડઝ ‘હ્યુમન ઇન્ટેલિજન્સ’ તરીકે સરકારને વિશેષ સહાય કરી શકે છે. હોમગાર્ડઝ-નાગરિક સંરક્ષણ દળના ખેલાડીઓને પ્રોફેશનલ તાલીમ આપવા જિલ્લા અને રાજ્ય સ્તરે સ્પોર્ટ્સ સુવિધાઓ વિકસાવાશે. આગામી સમયમાં ગુજરાતના જવાનો રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં વિજેતા બનીને ગુજરાતને ગૌરવ અપાવશે . જિલ્લા અને ઝોન કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને પસંદગી પામેલા ૨૬૦ ખેલાડીઓ રાજ્ય કક્ષાના રમતોત્સવમાં ભાગ લેશે

Minister of State for Home Harsh Sanghvi will rehabilitate 29 tribal families who left the village with dignity

Minister of State for Home Harsh Sanghvi will rehabilitate 29 tribal families who left the village with dignity

  News Continuous Bureau | Mumbai

Home Guards and Civil Defense Force State Level Sports Festival 2024 : ગાંધીનગરના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડીયા સંકુલ ખાતે આયોજિત હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ દળ રાજ્ય કક્ષાના રમતોત્સવ-૨૦૨૪ને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આજે ખુલ્લો મૂક્યો હતો. આ ઉપરાંત ગૃહ રાજ્ય મંત્રીએ હોમગાર્ડઝ જવાનોની બાઈક રેલીને પણ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના તેમજ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ ઉપસ્થિત રહ્યા હતા.  

Join Our WhatsApp Community

ખેલાડીઓનું ઉત્સાહવર્ધન કરતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ( Harsh Sanghavi ) આ પ્રસંગે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર માટે ગુજરાત હોમગાર્ડઝ એ વધારાની ફોર્સ નહિ, પરંતુ જનતા સાથે નજીકથી કામ કરતી સૌથી મહત્વપૂર્ણ ફોર્સ છે. હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ દળના સુપર ફીટ જવાનોને જોઇને ચોક્કસપણે કહી શકાય કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત હોમગાર્ડઝનું ચિત્ર બદલાયું છે. ગુજરાતની દરેક સમસ્યા અને ઘટનામાં ફર્સ્ટ રીસ્પોન્સર તરીકે હોમગાર્ડ ઘટના સ્થળ પર પહોંચે છે, એટલા માટે જ તેનું મહત્વ સૌથી વધુ છે.

મંત્રી સંઘવીએ હોમગાર્ડઝ જવાનોને ( Home Guards personnel ) ગુજરાતના સિતારાઓ ગણાવતા કહ્યું હતું કે, સમાજની દરેક તકલીફને પોતાની તકલીફ સમજી હોમગાર્ડઝ ( Home Guards ) હરહંમેશ નાગરિકોના હિતાર્થે કામ કરે છે. નાગરીકો સાથે સીધા સંપર્કમાં હોવાથી અને સમાજ સાથે સૌથી નજીકથી કામ કરતું દળ હોવાથી હોમગાર્ડઝ સરકાર અને પોલીસ માટે ‘હ્યુમન ઇન્ટેલિજન્સ’ તરીકે વિશેષ સહાય કરી શકે છે. તમારી આસપાસ થતા ખોટા કામો તથા સમાજની અવ્યવસ્થાઓ અંગેની જાણકારી સીધી જિલ્લાના પોલીસ અધિક્ષક સુધી પહોંચાડીને એક શાંત અને સુરક્ષિત રાજ્યના નિર્માણમાં સહભાગી બનવા સૌ જવાનોને મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.     

રાજ્યના નાગરીકો વતી હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ દળના જવાનોનો આભાર વ્યક્ત કરતા ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું કે, નાગરિકોની સુરક્ષા માટે જવાનો સ્વસ્થ રહેવા ખૂબ જ જરૂરી છે. જવાનોની શારીરિક સ્ફૂર્તિ, ચપળતા તેમજ મજબૂત જીવનશૈલી માટે રમત-ગમત મહત્વનો ભાગ ભજવતી હોવાથી, આ જાંબાઝ અને કર્તવ્યનિષ્ઠ જવાનો માટે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. હવે તો કેટલાક પ્રતિભાવાન જવાનો રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજેતા બનીને ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો: Share Market crash : મજબૂત શરૂઆત બાદ શેરબજાર તૂટ્યું, સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો કડાકો; આ શેર સૌથી વધુ ગગડ્યા

આગામી સમયમાં ગુજરાત હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ દળના જવાનો ( Home Guards and Civil Defense Force State Level Sports Festival 2024 ) વિવિધ રમતોમાં રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેશનું પ્રતિનિધિત્વ કરી શકે તે માટે રાજ્ય સરકાર આયોજન કરશે. રમત-ગમતમાં રસ ધરાવતા પ્રતિભાવાન જવાનોને વિવિધ રમતોની જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ પ્રોફેશનલ અને કાયમી તાલીમ આપવા માટે આગામી સમયમાં સ્પોર્ટ્સ સુવિધાઓ વિકસાવવામાં આવશે, તેવી મંત્રીશ્રીએ ખાતરી આપી હતી.

જિલ્લા અને ઝોન કક્ષાએ આયોજિત સ્પર્ધામાં ( Sports Festival ) શ્રેષ્ઠ પ્રદર્શન બાદ પસંદગી પામેલા આશરે ૨૬૦ ખેલાડીઓ આજે રાજ્ય કક્ષાના રમતોત્સવમાં ભાગ લઇ રહ્યા છે. જેમાં ખેલાડીઓ ઉત્તર ઝોન, મધ્ય ઝોન, દક્ષિણ ઝોન, સૌરાષ્ટ્ર ઝોન, મહિલા અને નાગરિક સંરક્ષણ ઝોન એમ કુલ ૬ ટીમોનું પ્રતિનિધિત્વ કરશે. રમતોત્સવમાં પુરુષ તથા મહિલા કેટેગરીમાં ૧૦૦, ૨૦૦ અને ૪૦૦ મીટર દોડ, લાંબી કૂદ, ગોળા ફેંક, રસ્સા ખેંચ, કબ્બડી, વોલીબોલ અને ખો-ખો રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

રમતોત્સવના ઉદઘાટન સમારોહ દરમિયાન આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજેતા બનેલા ગુજરાત હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ દળના પ્રતિભાવાન જવાનોને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે, નાના ભૂલકાઓ દ્વારા યોગ કલાનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું.

આ સમારોહના પ્રારંભે ગુજરાત હોમગાર્ડઝના કમાન્ડન્ટ જનરલ શ્રી મનોજ અગ્રવાલે સૌનું શાબ્દિક સ્વાગત કરીને ખેલાડીઓને ખેલદિલીથી સ્પર્ધામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

હોમગાર્ડઝ કમાન્ડન્ટશ્રી, જિલ્લા કમાન્ડન્ટશ્રીઓ, ટ્રેઈનીંગ ઈન્સ્ટ્રકટરશ્રીઓ, ખેલાડીઓ તેમજ મોટી સંખ્યામાં હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ દળના જવાનો આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચો:  NIELIT PM Shri Kendriya Vidyalaya No. 1 Shahibaug : NIELIT દ્વારા પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય નંબર 1 શાહીબાગના વિદ્યાર્થીઓને વ્યાવસાયિક કૌશલ્યનું શિક્ષણ, આ ક્ષેત્રોનું આપવામાં આવ્યું જ્ઞાન.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

Vadnagar: 31 ઓગસ્ટ 2025 સુધીમાં 95,658 લોકોએ વડનગર આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમની મુલાકાત લીધી
Gujarat Sports Events: ગુજરાતમાં આગામી 29 થી 31 ઓગસ્ટ, 2025 દરમિયાન કરવામાં આવશે ‘નેશનલ સ્પોર્ટ્સ ડે’ ની ઉજવણી
Eco-Friendly Ganesh Idol: ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન માં ગણેશજીની માટીની ઈકો ફ્રેન્ડલી મૂર્તિ વર્કશોપ
Gujarat Agriculture: ફ્રેન્ચ ફ્રાઈસ માટે પ્રોસેસ્ડ બટાટાના ઉત્પાદનમાં અગ્રેસર છે ઉત્તર ગુજરાત, વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસમાં આ સફળતા થશે પ્રદર્શિત
Exit mobile version