IREDA: IREDAની GIFT સિટી ઓફિસ ગ્રીન હાઇડ્રોજન અને રિન્યુએબલ એનર્જી મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપશે

IREDA: નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે ઊર્જા સંગ્રહ કુંજી: વર્લ્ડ ફ્યુચર એનર્જી સમિટ 2024માં IREDA CMD

News Continuous Bureau | Mumbai

IREDA: ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ (આઈઆરઈડીએ)એ ગિફ્ટ સિટી, ગાંધીનગરમાં ( Gandhinagar ) ઓફિસ ખોલી છે, જે વિદેશી ચલણમાં ધિરાણ વિકલ્પો પ્રદાન કરવામાં નિષ્ણાત હશે. જેનાથી કુદરતી હેજિંગને સુવિધા મળશે અને ગ્રીન હાઇડ્રોજન અને રિન્યુએબલ એનર્જી મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટ્સ માટે ધિરાણ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરશે. 17 એપ્રિલ, 2024ના રોજ અબુ ધાબીમાં વર્લ્ડ ફ્યુચર એનર્જી સમિટ 2024 ખાતે આયોજિત “લાંબા સમયગાળાના ઉર્જા સંગ્રહ માટે ભાવિ વૃદ્ધિની તકો” પર પેનલ ચર્ચા દરમિયાન IREDAના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી પ્રદિપ કુમાર દાસ દ્વારા વ્યૂહાત્મક પહેલ પર પ્રકાશ ફેંક્યો, જે હરિયાળા ભવિષ્ય તરફ દેશની સફરમાં યોગદાન આપશે.

Join Our WhatsApp Community
IREDA's GIFT City Office will promote green hydrogen and renewable energy manufacturing projects

IREDA’s GIFT City Office will promote green hydrogen and renewable energy manufacturing projects

IREDAના CMDએ નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનના ( National Green Hydrogen Mission ) 2030 સુધીમાં વાર્ષિક 5 મિલિયન મેટ્રિક ટન (MTPA) થી વધુ  હાઇડ્રોજન ઉત્પાદનના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકને હાંસલ કરવામાં ઊર્જા સંગ્રહ નિર્ણાયક ભૂમિકા ભજવશે તે વાત પર ભાર મૂક્યો હતો. તેમણે સ્ટોરેજ ટેક્નોલોજીને ( storage technology ) આગળ વધારવા માટે કેટલીક મુખ્ય પ્રાથમિકતાઓ પર પ્રકાશ ફેંક્યો હતો.

IREDA: અનુરૂપ નાણાકીય ઉકેલો પ્રદાન કરવાથી ઊર્જા સંગ્રહ પ્રોજેક્ટ્સમાં રોકાણને પ્રોત્સાહન મળશે.

સીએમડીએ ખર્ચ ઘટાડવા અને ઊર્જા સંગ્રહ સોલ્યુશન્સનું પ્રદર્શન સુધારવા માટે સંશોધન અને વિકાસ પ્રયાસો વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે એનર્જી સ્ટોરેજ ટેક્નોલોજીને સફળ રીતે કાર્યન્વિત કરવા માટે સપ્લાય ચેઈન નેટવર્કને ( supply chain network ) મજબૂત બનાવતી નીતિઓના અમલીકરણની જરૂરિયાત વિશે વાત કરી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે, સ્પર્ધાત્મક અને અનુરૂપ નાણાકીય ઉકેલો પ્રદાન કરવાથી ઊર્જા સંગ્રહ પ્રોજેક્ટ્સમાં રોકાણને પ્રોત્સાહન મળશે.

IREDA’s GIFT City Office will promote green hydrogen and renewable energy manufacturing projects

આ સમાચાર પણ વાંચો : Arvind Kejriwal: જેલમાં કેજરીવાલ ખાય છે પૂરી બટાકાનું શાક અને કેરી. જેથી વજન વધે, હોસ્પિટલ ભેગા થવાય અને જેલમાંથી બહાર અવાય…

ભારતે આ દિશામાં સક્રિય પગલાં લીધાં છે, જેમાં 2047 સુધી સ્ટોરેજ જરૂરિયાત રોડમેપની રચના, ટેકનોલોજી-અજ્ઞેયવાદી સ્ટોરેજ ટેન્ડરો અને બેટરી ઉત્પાદન અને પમ્પ્ડ સ્ટોરેજ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ માટે સહાયક સરકારી હસ્તક્ષેપનો સમાવેશ થાય છે. સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી ઑફ ઇન્ડિયાએ 2030-32 સુધીમાં લગભગ 400 ગીગાવોટ-કલાક (GWh)ની સ્ટોરેજ જરૂરિયાતનો પ્રોજેક્ટ કરી છે, જેમાં અંદાજિત રોકાણ રૂ. 3.5 લાખ કરોડથી વધુનું છે.

IREDA’s GIFT City Office will promote green hydrogen and renewable energy manufacturing projects

IREDA સ્પર્ધાત્મક દરે ઉભરતી તકનીકો માટે નવીન ઉત્પાદનોની જોગવાઈ દ્વારા નવીનીકરણીય ઉર્જા ધિરાણમાં મોખરે છે અને ભારતમાં ઊર્જા સંગ્રહ તકનીકોની નિયુક્તિને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

iPhone 17: 2 લાખના આઈફોન કરતા આ વસ્તુ માં રોકાણ કરવું વધુ સારું, ગોકુલ અધ્યક્ષ ની વાયરલ પોસ્ટથી ચર્ચા.
National STEM Quiz: વિજેતા વિદ્યાર્થીઓને કુલ રૂ. ૨ કરોડ સુધીના ઇનામો જીતવાની સુવર્ણ તક
SEBI Decision: સેબીનો હિન્ડનબર્ગને મોટો ફટકો, અદાણી ગ્રુપને મોટી રાહત, જાણો વિગતે
GST Reforms India: GST સુધારા ના કેન્દ્ર સરકારના નિર્ણયથી આ ક્ષેત્રને મળશે વેગ
Exit mobile version