Site icon

NFSU Gandhinagar: NFSUમાં “ચેલેન્જીસ પોઝ્ડ બાય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ” અંગે યોજાયેલી રાષ્ટ્રીય પરિષદ સમાપ્ત, AI-સંચાલિત ગુનાઓ અટકાવવા આ સેન્ટર આવશ્યક.

NFSU Gandhinagar: NFSU ખાતે "ચેલેન્જીસ પોઝ્ડ બાય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ" અંગે યોજાયેલી બે દિવસીય રાષ્ટ્રીય પરિષદનું સમાપન થયું. ભારતની સુરક્ષા માટે સાયબર સ્પેસમાં આત્મનિર્ભરતા જરૂરી: સુશ્રી એસ. સુંદરી નંદા. AI-સંચાલિત ગુનાઓ અટકાવવા "સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફોરેન્સિક્સ" આવશ્યક: ડૉ. જે.એમ. વ્યાસ

National Conference on Challenges Posed by Artificial Intelligence concluded at NFSU

National Conference on Challenges Posed by Artificial Intelligence concluded at NFSU

News Continuous Bureau | Mumbai 

NFSU Gandhinagar:  નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર ખાતે “ચેલેન્જીસ પોઝ્ડ બાય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ” અંગે યોજાયેલી  બે દિવસીય રાષ્ટ્રીય પરિષદનું તા.18મી ઑક્ટોબર, 2024ના રોજ સમાપન થયું હતું. ઉદ્ઘાટન સત્રમાં સુશ્રી એસ. સુંદરી નંદા, વિશેષ સચિવ (આંતરિક સુરક્ષા)-ગૃહ મંત્રાલય, ભારત સરકાર; શ્રી રાજીવ કુમાર શર્મા, DG-BPR&D; શ્રી અભિષેક સિંઘ, અધિક સચિવ-MeitY અને ડૉ. જે.એમ. વ્યાસ, કુલપતિ-NFSU એ કાયદાના અમલીકરણ અને તપાસ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું સંચાલન કરતા વિષયો ઉપર વિશેષ વક્તવ્ય આપ્યું હતું. તેઓએ AI સંબંધિત ઉપયોગ, પોલીસિંગ અને ફોરેન્સિક્સ અંગે મહત્ત્વપૂર્ણ સૂચનો રજૂ કર્યા હતા. 

Join Our WhatsApp Community

સુશ્રી એસ. સુંદરી નંદા, વિશેષ સચિવ (આંતરિક સુરક્ષા)-ગૃહ મંત્રાલય, ભારત સરકાર અને ઉદ્ઘાટન સમારોહના મુખ્ય અતિથિએ જણાવ્યું હતું કે ભારતના સાયબર સ્પેસની સુરક્ષા માટે સ્વદેશી ટેક્નોલોજીયુક્ત વૈજ્ઞાનિક ઉકેલો સમયની માંગ છે. તેઓએ ઉમેર્યું હતું કે સાયબર સ્પેસ જટિલ બની રહી છે અને ક્રિટિકલ નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુરક્ષા માટે સ્થાનિક ઉપાયોની જરૂર છે. વર્તમાન સમયમાં ડીપ ફેક, ખોટી માહિતી જેવા AI ( Artificial Intelligence ) આધારિત ગુનાઓ ગંભીર પડકાર સાબિત થઈ રહ્યા છે.

આ પ્રસંગે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય ( MeitY ) ના અધિક સચિવ શ્રી અભિષેક સિંઘે ઉદ્ઘાટન સમારોહ દરમિયાન AI હેકાથોનની જાહેરાત કરી હતી અને સમાજ અને રાષ્ટ્રની સુખાકારી માટે AI સંબંધિત ઉપાયો રજૂ કરવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.  શ્રી રાજીવ કુમાર શર્મા, D.G.-BPR&D એ વર્તમાન પોલીસિંગ અંગે રાષ્ટ્રીય પરિષદની સુસંગતતા અંગે વાત કરી હતી. તેમણે AIના ટેક્નોલોજિકલ ( Challenges Posed by Artificial Intelligence ) અને કાયદાકીય પાસાઓ પર પ્રકાશ પાડ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Gujarat Petro Capital: ગુજરાત બન્યુ ભારતનું પેટ્રો કેપિટલ – પેટ્રો હબ, દેશની કેમિકલ્સ-પેટ્રોકેમિકલ્સની કુલ નિકાસના આટલા ટકા શેર સાથે પ્રમુખ નિર્યાતકાર રાજ્ય.

NFSUના ( NFSU Gandhinagar ) કુલપતિ, ડૉ. જે.એમ. વ્યાસે AIની જટિલતાઓને દૂર કરવા માટે વ્યાપક સહયોગ વિકસાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે AI આધારિત ગુનાઓનો સામનો કરવા માટે લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓ (LEAs) સાથે સહયોગી સંશોધનને પ્રોત્સાહન આપવા માટે “સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફોરેન્સિક્સ”ના ( Center of Excellence in Artificial Intelligence Forensics ) નિર્માણની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો.

પ્રો.(ડૉ.) એસ.ઓ. જુનારે, કેમ્પસ ડાયરેક્ટર, NFSU-ગાંધીનગર; શ્રી સી.ડી. જાડેજા, એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર-NFSU; વિષયના નિષ્ણાતો, લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ અને પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Gandhinagar Jaipur station redevelopment: ગાંધીનગર-જયપુર સ્ટેશન પુનઃવિકાસ કામ માટે બ્લૉકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત*
VGRC North Gujarat: એક નાનકડા વિચારથી ઔદ્યોગિક સામ્રાજ્ય સુધી: ઉત્તર ગુજરાતમાં યોજાનારી VGRC રજૂ કરશે વિકાસની બ્લૂપ્રિન્ટ, જે નિરમા ગ્રુપના સ્થાપક થકી પ્રેરિત
Torrent Group: ₹25,000ની મૂડીથી શરૂ થયેલો વ્યવસાય આજે 21 અબજ ડોલરનું સામ્રાજ્ય
PM Ekta Mall: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘વોકલ ફોર લોકલ’ વિઝનને સાકાર કરી રહ્યું છે ગુજરાત
Exit mobile version