News Continuous Bureau | Mumbai
Obesity Clinic Gandhinagar : વર્તમાન સમયમાં મેદસ્વિતા ગંભીર સમસ્યા બની રહી છે. શરીરનું વજન વધારે હોય તો અનેક બીમારીનો ભોગ બનવાનો ખતરો રહે છે. પરિણામે શરીર અનેક બીમારીઓનું ઘર બને છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી ‘ઓબેસીટી મુક્તિ’ માટેની રાષ્ટ્રવ્યાપી પહેલ એ વર્તમાન સમયની જરૂરિયાત છે. આ અભિયાનનું મહત્ત્વ સમજી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં ‘સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત’ની ઝૂંબેશ શરૂ કરી છે.
આ ઝૂંબેશ હેઠળ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં રાજ્યનું પ્રથમ ઓબેસીટી ક્લિનીક શરૂ કરવામાં આવ્યું છે.
ગાંધીનગર સિવિલ ખાતે વોર્ડ નં. ૧૪માં ઓબેસીટી ક્લિનીક શરૂ કરવામાં આવ્યું છે. જેમાં નિષ્ણાંત તબીબો અને નર્સિંગ સ્ટાફ નિયુક્ત કરવામાં આવ્યો છે. ગાંધીનગર ખાતે મેદસ્વીતા ક્લિનીક શરૂ કર્યા પછી અત્યાર સુધીમાં ૫૬૯ દર્દીઓ વધારે વજન તથા મેદસ્વી કેટેગરી તપાસીને જરૂરી સારવાર તથા માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
ક્લિનીકમાં સારવાર માટે આવેલા દર્દીઓનું સ્ક્રીનીંગ કરી તેનું વજન તથા ઉંચાઈ માપી તેનો BMI (બોડી માસ ઇન્ડેક્ષ) માપવામાં આવે છે. જેમાં ૨૫ થી નીચે BMI વાળા તંદુરસ્ત તથા ૨૫ થી ૩૦ વચ્ચેના વધારે વજનવાળા તથા ૩૦ થી ૩૫ વચ્ચેની મેદસ્વી તથા ૩૫ થી વધારેવાળા અતિ મેદસ્વી કેટેગરીમાં આવે છે.
સારવાર માટે આવતા દર્દીઓમાં ૨૫ થી વધારે BMI હોય તેઓનું કાઉન્સીલર દ્વારા મેડિકલ હિસ્ટ્રી તપાસી સાચી સમજ આપવામાં આવે છે. ડાયેટેશીન દ્વારા યોગ્ય સમતોલ તથા પોષક આહારની પણ સમજણ આપવામાં આવે છે. મેડિકલ ઓફિસર દ્વારા દર્દીની તપાસ, હિસ્ટ્રી ચકાસી જરૂરી રીપોર્ટસ બાદ જરૂરીયાત મુજબ ફિઝીશીયન, પીડીઆટ્રીશીયન, જનરલ સર્જરી વિભાગ,સાયકીઆટ્રીસ્ટ, ગાયનેકોલોજીસ્ટ દ્વારા તપાસ તથા માર્ગદર્શન આપવામાં આવે છે.
બીપી, ડાયાબિટીસ, હ્યદયરોગ સહિતની બિમારીને નાથવા માટે ઓબેસીટી મહત્વનો ભાગ ભજવતો હોવાથી ઓબેસીટી ક્લિનીકમાં તેવા દર્દીઓની સારવાર કરાય છે. નિષ્ણાંત તબીબો અને નર્સિંગ સ્ટાફ દ્વારા દર્દીઓનું વજન, ઊંચાઈ અને બોડીમાસ ઈન્ડેક્શની ચકાસણી કરવામાં આવે છે. જેના આધારે લોકોને જરૂરિયાત મુજબ જીવનશૈલીમાં ફેરફાર લાવીને ડાયટ પ્લાન બનાવી આપવામાં આવે છે. આ ઉપરાંત ઓબેસીટી ક્લિનીકમાં કાઉન્સિલર દ્વારા દર્દીઓની બીમારીઓને લઈને માર્ગદર્શન આપશે.
આ સમાચાર પણ વાંચો : PM Modi Met Vaibhav Suryavanshi: પીએમ મોદીએ યુવા ક્રિકેટ સેન્સેશન વૈભવ સૂર્યવંશી સાથે મુલાકાત, 14 વર્ષના સ્ટાર ક્રિકેટર ચરણ સ્પર્શ કરી લીધા આશીર્વાદ
યુવા પેઢીને સશક્ત બનાવવા રાજ્ય સરકાર દ્વારા સ્વસ્થ ગુજરાત ઝુંબેશ શરૂ કરવામાં આવી. યુવાનોમાં વધતા હાર્ટએટેકના કિસ્સામાં એક કારણ મેદસ્વીપણા હોવાનું પણ સામે આવ્યું છે. ઓબેસીટી એક ગંભીર સમસ્યા બનતા રાજ્યની જુદી-જુદી હોસ્પિટલમાં ઓબેસીટી ક્લિનીક શરૂ કરવામાં આવ્યા છે. દર્દીઓને નિયમિત કસરત, યોગાસન તથા માનોચક્ર તણાવ અને કસરત કરવા જણાવવામાં આવે છે.
ચાલો, સાથે મળી આ વિશ્વભરનાં પડકાર સામે એક નવો ખ્યાલ ઊભો કરીએ, મેદસ્વિતાનો મુકાબલો માત્ર દવાોથી નહિ, પણ દ્રઢ ઈચ્છાશક્તિ, શિસ્ત અને સ્વસ્થ આદતો વડે થશે. આપણે સૌ સ્વસ્થ જીવન માટે એક કદમ આગળ વધીએ.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
