Site icon

Phila Vista 2024 Gandhinagar : ગાંધીનગર ટપાલ વિભાગે ‘ફિલાવિસ્ટા-2024″નું કર્યું આયોજન, બાળકોમાં ફિલાટેલીના શોખનો રસ જગાડવા યોજાશે આ સ્પર્ધાઓ..

Phila Vista 2024 Gandhinagar : ફિલાવિસ્ટા-2024: ગાંધીનગરમાં ફિલાટેલી ઉત્સવ

Phila Vista Gandhinagar 2024 Philately festival in Gandhinagar

Phila Vista Gandhinagar 2024 Philately festival in Gandhinagar

News Continuous Bureau | Mumbai

Phila Vista 2024 Gandhinagar : ગાંધીનગર વિભાગના ટપાલ વિભાગ દ્વારા “ફિલાવિસ્ટા-2024″નું આયોજન કરવામાં આવ્યું છે, જે 19 અને 20 નવેમ્બર, 2024 દરમિયાન ગાંધીનગર જિલ્લાના દાંડી કૂટીર, મહાત્મા મંદિર નજીક, સેક્ટર-13 ખાતે યોજાશે. આ બે દિવસીય પ્રદર્શનનો ઉદ્દેશ ટપાલ ટિકિટો, ટપાલ ઇતિહાસ અને અન્ય ફિલાટેલી સંબંધિત વસ્તુઓના અભ્યાસ અને સંગ્રહને પ્રોત્સાહન આપવાનો છે.  

Join Our WhatsApp Community

પ્રદર્શનમાં વિવિધ પ્રકારના ફિલાટેલિક સમાન, જેમ કે દુર્લભ અને મૂલ્યવાન ટપાલ ટિકિટો ( postage stamps ) ઉપલબ્ધ હશે, જે સ્થળે ખરીદી માટે ઉપલબ્ધ રહેશે. “ફિલાવિસ્ટા-2024″( Phila Vista 2024 )  ફિલાટેલીના શોખીઓ માટે એક ઉત્સાહવર્ધક મંચ પૂરું પાડશે અને દરેક વયના મુલાકાતીઓ માટે સમૃદ્ધિપૂર્ણ અનુભવ આપશે.

પ્રદર્શન ઉપરાંત, નાની ઉંમરના બાળકોમાં ફિલાટેલીના ( philately ) શોખનો રસ જગાડવા માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. આમાં ક્વિઝ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, પત્રલેખન સ્પર્ધા અને ટિકિટ ડિઝાઇનિંગ સ્પર્ધાનો સમાવેશ થાય છે. સ્થાનિક શાળાઓના વિદ્યાર્થીઓ ભાગ લેશે અને પોતાનો પ્રતિભા અને સર્જનાત્મકતા રજૂ કરશે.

પ્રદર્શનનું ( Phila Vista 2024 Gandhinagar ) વિશેષ આકર્ષણ મુખ્ય મહેમાન દ્વારા એક ખાસ કવરનું વિમોચન રહેશે. આ વિશેષ કવર ખાસ કરીને આ ઇવેન્ટની યાદગીરી તરીકે તૈયાર કરવામાં આવ્યું છે, જે સંગ્રાહક અને ફિલાટેલી શોખીઓને આકર્ષિત કરશે.

આ સમાચાર પણ વાંચો :  DRDO Hypersonic Missile: DRDOએ ઓડિશામાં ભારતની પ્રથમ લાંબા અંતરની હાઇપરસોનિક મિસાઇલનું સફળ ઉડાન પરીક્ષણ કર્યું, જુઓ વિડિઓ..

વિશાળ શ્રોતાઓ સુધી પહોંચવા માટે “ફિલાવિસ્ટા-2024″ના અપડેટ્સ અને મુખ્ય ઘટનાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નિયમિતપણે શેર કરવામાં આવશે. કાર્યક્રમની વિગતવાર માહિતી માટે અમારું ઈન્સ્ટાગ્રામ હેન્ડલ philavista_gnr2024 અને ટ્વિટર (એક્સ) હેન્ડલ @Philavista_gnr ને ફોલો કરો.

ગાંધીનગર ( Gandhinagar ) જિલ્લાના તમામ નાગરિકો અને ફિલાટેલી શોખીઓને “ફિલાવિસ્ટા-2024” માં હાજરી આપવાની અને ફિલાટેલીના રસપ્રદ વિશ્વને જાણવા આમંત્રિત કરવામાં આવે છે. ફિલાટેલીના કલા અને ઇતિહાસના આ ઉત્સવમાં દાંડી કૂટીર ખાતે આપની હાજરી અપેક્ષિત છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Vadnagar: 31 ઓગસ્ટ 2025 સુધીમાં 95,658 લોકોએ વડનગર આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમની મુલાકાત લીધી
Gujarat Sports Events: ગુજરાતમાં આગામી 29 થી 31 ઓગસ્ટ, 2025 દરમિયાન કરવામાં આવશે ‘નેશનલ સ્પોર્ટ્સ ડે’ ની ઉજવણી
Eco-Friendly Ganesh Idol: ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન માં ગણેશજીની માટીની ઈકો ફ્રેન્ડલી મૂર્તિ વર્કશોપ
Gujarat Agriculture: ફ્રેન્ચ ફ્રાઈસ માટે પ્રોસેસ્ડ બટાટાના ઉત્પાદનમાં અગ્રેસર છે ઉત્તર ગુજરાત, વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસમાં આ સફળતા થશે પ્રદર્શિત
Exit mobile version