Site icon

RRU International Moot Court Competition 2024: આવતીકાલથી યોજાશે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની ‘આરઆરયુ ઇન્ટરનેશનલ મૂટ કોર્ટ સ્પર્ધા 2024’, વિદ્યાર્થીઓને મળશે આ વિશિષ્ટ તક..

RRU International Moot Court Competition 2024: 'આરઆરયુ ઇન્ટરનેશનલ મૂટ કોર્ટ સ્પર્ધા 2024'ની શરૂઆત

News Continuous Bureau | Mumbai

RRU International Moot Court Competition 2024: રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના સ્કૂલ ઑફ ક્રિમિનલ લૉ અને મિલિટરી લૉ દ્વારા ‘આરઆરયુ ઇન્ટરનેશનલ મૂટ કોર્ટ સ્પર્ધા 2024’ ની શરૂઆતની ઘોષણા કરવામાં આવે છે, જેનો વિષય ‘ગ્લોબલ ઇકોનોમિક અને ફાઇનાન્સિયલ સિક્યુરિટી લૉ’ છે. આ સ્પર્ધા 6 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર 2024 દરમિયાન યોજાશે. આ અત્યંત પ્રતિક્ષિત ઇવેન્ટમાં વિદ્યાર્થીઓની કાયદાકીય ક્ષમતા અને તેને વાસ્તવિક પરિસ્થિતિમાં લાગુ કરવાની ક્ષમતાની કસોટી લેવામાં આવશે. દુનિયા ઝડપથી બદલાતા કાયદાકીય પરિપ્રેક્ષ્યમાં વકતૃત્વ કૌશલ્ય, કાયદાકીય પ્રભુત્વ અને ચતુરાઇ દર્શાવવું આ સ્પર્ધાનો મુખ્ય હેતુ છે. 

Join Our WhatsApp Community

આરઆરયુ ઇન્ટરનેશનલ મૂટ કોર્ટ સ્પર્ધામાં ( RRU International Moot Court Competition 2024 ) 30 જેટલી નોંધણીઓ થઈ હતી, જેમાંથી 16 ટીમોએ મેમોરિયલ નોકઆઉટ ક્વોલિફાય કર્યું હતું. આ સ્પર્ધાને આંકવા માટે વિશ્વભરના શ્રેષ્ઠ વ્યક્તિત્વોને આમંત્રિત કરવામાં આવ્યા છે. ભારતના માનનીય સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ જસ્ટિસ સુર્યા કાંત, નાણાં મંત્રાલયના સેન્ટ્રલ ઇકોનોમિક ઇન્ટેલિજન્સ બ્યુરોના મહાનિર્દેશક અમિત મોહન ગોવિલ અને વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ એ સ્પર્ધામાં ( Rashtriya Raksha University ) હાજરી આપશે. વિશ્વભરના શ્રેષ્ઠ મગજ એકત્ર થાય તેવા આ અવસરે વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય કાયદાના ક્ષેત્રના ( International Law ) આદર્શ જ્ઞાનશિખરોથી પરિચય અને પરસ્પર સંવાદ સાધવાની વિશિષ્ટ તક મળશે.

પ્રોફેસર (ડૉ.) બિમલ એન. પટેલના શબ્દોમાં, ‘રાષ્ટ્રીય સુરક્ષા ( National security ) ના પરિપાસ માં આર્થિક સુરક્ષા એક ખુબજ મહત્વનુ પરિબલ બની રહયુ છે આજના આધુનિક શાસન મા મની લોન્ડરીંગ, ભ્રષ્ટાચાર, ધોખા ધડી વગેરે મુશ્કેલીઓ છે. આપણાં દેશ ની નીતિ ખુબજ મજબુતી સાથે એવી રીત બનાવામા/ગઢવામા આવી છે જે આર્થિક સુરક્ષા ના લગતા મહત્વની આવનારા સમય ની મુશ્કેલીઓ ના ઉકેલવામા માં મદદરૂપ થનારી છે. ભારત સરકાર ની વિવિધ એજન્સીઓ તેમના વિવિધ કાર્યાલયો તેમજ વિકસિત તકનિકી સહાયતા વડા મહાત્વનો યોગદાન અને આર્થિક સુરક્ષા લેગતા વિવિધ પાસાઓના વૈજ્ઞાનિકોની શોધ ના ઉપયોગ દ્વારા પુરી કારવામા આવે છે. આજના યુગમાં, આ પ્રકારની ભવ્ય સ્પર્ધાઓ વિકસિત ભારત તરફ આગળ વધવા માટેના એક પગલા તરીકે આયોજન કરવામાં આવી રહી છે. આ અનુસંધાનમાં, સ્પર્ધાના વિષયને ‘ગ્લોબલ ઇકોનોમિક એન્ડ ફાઇનાન્સિયલ સિક્યુરિટી’ ( Global Economic and Financial Security ) તરીકે નિર્ધારિત કરવામાં આવ્યો છે, જેથી આ વિષયના મહત્વપૂર્ણ પાસાઓ પર પ્રકાશ પાડવામાં આવે અને મજબૂત વિચાર મંથન દ્વારા સંબંધિત નીતિ ઘડતરમાં યોગદાન આપવામાં આવે.

આ સમાચાર પણ વાંચો:  Raj Manchanda: સ્ક્વોશના દિગ્ગજ રાજ મનચંદાનું થયું નિધન, PM મોદીએ વ્યક્ત કર્યો શોક..

વધુમાં સ્કૂલ ઑફ ક્રિમિનલ લૉ અને મિલિટરી લૉના ડિરેક્ટર ડૉ. ડિમ્પલ રાવલએ જણાવ્યું કે, “આ સ્પર્ધા રાજ્યોની આર્થિક અને આર્થિક સુરક્ષા તેમજ સાર્વજનિક આંતરરાષ્ટ્રીય કાયદાના વિવિધ પાસાઓ પર વિવેચનાત્મક અને વિશ્લેષણાત્મક વિચારશક્તિ, વકતૃત્વ કૌશલ્ય અને કાયદાકીય જાગૃતિના પ્રોત્સાહન માટે પ્રેરક ભૂમિકા ભજવશે. પરંપરાગત મૂટ કોર્ટ સ્પર્ધાઓથી ભિન્ન, RIMC’24 નો વિષય અત્યંત મહત્વપૂર્ણ અને સમયોપયોગી છે, જે વૈશ્વિક સ્તરે રાજ્યોને ઘેરતી મની લૌંડરિંગ, ભ્રષ્ટાચાર અને આતંકવાદી નાણાકીય પ્રવાહ જેવી મહત્વપૂર્ણ સમસ્યાઓને આવરી લે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
Exit mobile version