News Continuous Bureau | Mumbai
RBI : REC લિમિટેડ, પાવર મંત્રાલય હેઠળની કાર્યરત મહારત્ન કેન્દ્રીય જાહેર ક્ષેત્રની એન્ટરપ્રાઇઝ અને અગ્રણી એનબીએફસીને આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર ( IFSC ), ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (“ગિફ્ટ”), ગાંધીનગરમાં સંપૂર્ણ માલિકીની પેટાકંપની સ્થાપવા માટે ભારતીય રિઝર્વ બેંક તરફથી ‘નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ’ (તારીખ 3 મે, 2024) પ્રાપ્ત થયું છે.
ભારતમાં નાણાકીય સેવાઓ માટેના વધતા જતા કેન્દ્ર ગિફ્ટમાં ( GIFT City ) કામગીરીને વિસ્તૃત કરવાનો નિર્ણય ત્યારે લેવામાં આવ્યો છે જ્યારે આરઇસી તેના પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવાનું ચાલુ રાખે છે અને વૃદ્ધિ માટે નવા માર્ગો શોધે છે. પ્રસ્તાવિત પેટા કંપની ગિફ્ટની અંદર ધિરાણ, રોકાણ અને અન્ય નાણાકીય સેવાઓ ( Financial services ) સહિતની નાણાકીય કંપનીઓ તરીકે વિવિધ નાણાકીય પ્રવૃત્તિઓ હાથ ધરશે.
આ સમાચાર પણ વાંચો : Goa Nightlife: શું તમે ગોવાના નાઈટ લાઈફનો આનંદ માણવા ઈચ્છો છો, તો રાત્રે 10 વાગ્યા પછી આ 6 સ્થળોની જરુર મુલાકાત લો.. ટેન્શન બધુ ભૂલાય જશે.. જાણો ક્યા છે બીચો..
આ ઘટનાક્રમ પર આરઇસી લિમિટેડના સીએમડી શ્રી વિવેક કુમાર દિવાનગને જણાવ્યું હતું કે, “ગિફ્ટ સિટી પ્લેટફોર્મ આંતરરાષ્ટ્રીય ધિરાણ પ્રવૃત્તિઓ માટે અનુકૂળ વાતાવરણ પ્રદાન કરે છે અને તેની સાથે વૈશ્વિક કક્ષાનું માળખું પણ છે. અમને વિશ્વાસ છે કે આરઇસી ( REC ) વૈશ્વિક બજારમાં પોતાને માટે એક વિશિષ્ટ સ્થાન બનાવવા માટે આ ફાયદાઓનો ઉપયોગ કરશે. ગિફ્ટ સિટી ખાતેની સંસ્થા આરઈસી માટે બિઝનેસની નવી તકો પ્રસ્તુત કરવાની સાથે-સાથે દેશના ઊર્જા ક્ષેત્રના ( energy sector ) વિકાસમાં પણ નોંધપાત્ર પ્રદાન કરશે. અમે વૈશ્વિક મંચ પર અમારા પદચિહ્નને વિસ્તૃત કરવાની સાથે સાથે ભારતના પાવર અને ઇન્ફ્રા સેક્ટરમાં વૃદ્ધિને પ્રોત્સાહન આપવાના આરઇસીના મિશનને વધુ આગળ વધારવા માટે આ વ્યૂહાત્મક પગલાનો લાભ લેવા આતુર છીએ.”
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
