Site icon

Jaypur Division: જયપુર ડિવિઝનમાં આ કારણથી કેટલીક ટ્રેનો થઇ રદ, પરિવર્તિત માર્ગથી ચાલશે ટ્રેન, જુઓ ટાઈમટેબલ

Jaypur Division: જયપુર ડિવિઝનના હિરનોદા-ફુલેરા-ભાંવસા સેક્શનમાં ઓટોમેટિક બ્લોક સિગ્નલિંગ સિસ્ટમના કામને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે.

Jaipur Division Some trains have been cancelled in Jaipur Division due to this reason, the train will run on a modified route, see timetable

Jaipur Division Some trains have been cancelled in Jaipur Division due to this reason, the train will run on a modified route, see timetable

News Continuous Bureau | Mumbai 

Jaypur Division: ઉત્તર પશ્ચિમ રેલ્વેના જયપુર ડિવિઝન પર હિરનોદા-ફુલેરા-ભાંવસા સેક્શનમાં ઓટોમેટિક બ્લોક સિગ્નલિંગ સિસ્ટમ માટેના ટેકનિકલ કાર્યને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. જેની વિગતો નીચે મુજબ છે:

Join Our WhatsApp Community

Jaypur Division: સંપૂર્ણપણે રદ કરાયેલી ટ્રેનો :

1. ૩ ફેબ્રુઆરી ૨૦૨૫ ની ટ્રેન નંબર ૧૪૩૨૨ ભુજ-બરેલી એક્સપ્રેસ રદ રહેશે.
2. ૨ ફેબ્રુઆરી ૨૦૨૫ ની ટ્રેન નંબર ૧૪૩૨૧ બરેલી-ભુજ એક્સપ્રેસ રદ રહેશે.

Jaypur Division: પરિવર્તિત માર્ગ થી ચાલનારી ટ્રેનો :

1. ૧ ફેબ્રુઆરી ૨૦૨૫ની ટ્રેન નંબર ૧૪૭૦૨ બાંદ્રા ટર્મિનસ-શ્રી ગંગાનગર અરાવલી એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ મારવાડ-અજમેર-જયપુર-સીકર-ચુરુ ના સ્થાને પરિવર્તિત માર્ગ વાયા મારવાડ-જોધપુર-ડેગાના-રતનગઢ-ચુરુ ના રસ્તે ચાલશે.
2. ૧ ફેબ્રુઆરી 2025 ની ટ્રેન નંબર ૨૦૯૩૭ પોરબંદર-દિલ્હી સરાઈ રોહિલ્લા એક્સપ્રેસ, નિર્ધારિત માર્ગ મારવાડ-અજમેર-જયપુર-અલવર-રેવાડી ના સ્થાને પરિવર્તિત માર્ગ વાયા મારવાડ-જોધપુર-ડેગાના-સાદુલપુર-રેવાડી ના રસ્તે ચાલશે.
3. ૧ ફેબ્રુઆરી ૨૦૨૫ની ટ્રેન નં. ૧૪૭૦૧ શ્રી ગંગાનગર-બાંદ્રા ટર્મિનસ અરાવલી એક્સપ્રેસ, નિર્ધારિત માર્ગ ચુરુ-સીકર-જયપુર-અજમેર-મારવાડ ના સ્થાને પરિવર્તિત માર્ગ વાયા ચુરુ-રતનગઢ-ડેગાના-જોધપુર-મારવાડ ના રસ્તે ચાલશે.
4. ૧ ફેબ્રુઆરી ૨૦૨૫ ની ટ્રેન નંબર ૧૯૪૦૮ વારાણસી-સાબરમતી એક્સપ્રેસ, નિર્ધારિત માર્ગ રેવાડી-અલવર-જયપુર-અજમેર-મારવાડ ના સ્થાને પરિવર્તિત માર્ગ વાયા રેવાડી-લોહારુ-ડેગાના-જોધપુર-મારવાડના રસ્તે ચાલશે.
5. ૨ ફેબ્રુઆરી ૨૦૨૫ની ટ્રેન નંબર ૨૨૪૫૨ ચંદીગઢ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ રેવાડી-રિંગસ-ફુલેરા-અજમેર-મારવાડના સ્થાને પરિવર્તિત માર્ગ વાયા રેવાડી-લોહારુ-સાદુલપુર-રતનગઢ-ડેગાના-જોધપુર-મારવાડ ના રસ્તે ચાલશે.

આ સમાચાર પણ વાંચો :  Western Railway: મુસાફરોની સુવિધામાં વધારો, ભારતીય રેલવે મુંબઈ-અમદાવાદ વચ્ચે 3 જોડી સ્પેશ્યલ ટ્રેનો દોડાવશે, જાણો સમયપત્રક

Jaypur Division: રિશેડ્યૂલ ટ્રેન

• ૦૨ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ ટ્રેન નં. ૧૯૪૧૧ સાબરમતી-દૌલતપુર ચોક એક્સપ્રેસ સાબરમતીથી બે કલાક રિશેડયુલ થશે.

મુસાફરોને વિનંતી છે કે કૃપા કરીને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરો. ટ્રેનના સમય, સ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લો.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Instagram Filter Misleads: ઇન્સ્ટાગ્રામ ના ફિલ્ટરથી થયો ભ્રમ, 52 વર્ષની મહિલા ના પ્રેમમાં પડ્યો 26 વર્ષનો યુવાન, છેવટે આવો આવ્યો તેનો અંત
North Eastern Railway: પૂર્વોત્તર રેલવેમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે.
Northern Railway: ઉત્તર રેલવેના કઠુઆ-માધોપુર પંજાબ સેક્શનમાં બ્રિજ નંબર 17 પર મિસઅલાઇમેન્ટ થવાના કારણે રેલ ટ્રાફિક પ્રભાવિત
Coconut Farming Gujarat: ગુજરાતના દરિયાકાંઠાના અનેક ખેડૂતો શ્રીફળનું વાવેતર કરીને શ્રીમંત બન્યા
Exit mobile version