Site icon

Kutch Caracal Breeding Center : CM ભૂપેન્દ્ર પટેલની વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી દરમ્યાન મહત્વપૂર્ણ ભેટ, કચ્છમાં ૧૦ કરોડના ખર્ચે નિર્માણ થશે આ લુપ્ત થતા પ્રાણીનું બ્રિડીંગ સેન્ટર.

Kutch Caracal Breeding Center : કચ્છ જિલ્લાના ચાડવા રખાલમાં રૂપિયા ૧૦ કરોડના ખર્ચે નિર્માણ થશે કેરેકલ-હેણોતરો બ્રિડીંગ એન્ડ કન્ઝર્વેશન સેન્ટર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી દરમ્યાન મહત્વપૂર્ણ ભેટ

Caracal henotaro Breeding and Conservation Center will be constructed at Chadwa Rakhal in Kutch district at a cost of Rs 10 crore.

Caracal henotaro Breeding and Conservation Center will be constructed at Chadwa Rakhal in Kutch district at a cost of Rs 10 crore.

News Continuous Bureau | Mumbai

Kutch Caracal Breeding Center :  કચ્છ જિલ્લાના સામત્રા ગામ નજીકના ચાડવા રખાલ વિસ્તારમાં કેરેકલ(હેણોતરો) બ્રીડીંગ એન્ડ કન્ઝર્વેશન સેન્ટર વિકસાવવા રાજ્ય સરકાર ૧૦ કરોડ રૂપિયા ફાળવશે. 

Join Our WhatsApp Community

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે કચ્છના ( Kutch  ) માંડવીમાં શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરીયલ ખાતે આયોજીત એક સમારોહમાં આ જાહેરાત કરી હતી.

સમગ્ર દેશમાં અતિ દુર્લભ તથા ગુજરાતમાં માત્ર કચ્છ જિલ્લામાં જ જોવા મળતા કેરેકલ (હેણોતરો) ( Caracal  ) ના લાંબા ગાળાના સંરક્ષણ અને સંવર્ધન માટે આ વિસ્તારને કેરેકલ પ્રજનન અને સંરક્ષણ વિસ્તાર તરીકે વ્યવસ્થાપિત કરવામાં આવશે.

કચ્છની મહત્વની પ્રાકૃતિક ધરોહર સમા આ ચાડવા રખાલ ખાતે કેરેકલ-હેણોતરો ( Caracal Breeding Center ) ઉપરાંત દિપડા, મગર, ચિંકારા, ઘોર ખોદીયું, શિયાળ જેવા ૨૮ જેટલા સસ્તન, ૨૮ સરિસૃપ અને ૨૪૨ વિહંગ પ્રજાતિ મળી કુલ ૨૯૬ જેટલી પ્રજાતિની પ્રાણીજ વૈવિધ્યતા જોવા મળે છે. એટલું જ નહિ, ૨૪૩ જેટલી પ્રજાતિની વાનસ્પતિક વૈવિધ્યતા પણ આ વિસ્તારમા છે.

વન્યજીવ તથા વાનસ્પતિક સંશોધનકારો માટે પોટેન્શિયલ ધરાવતો આ વિસ્તાર ઈકો ટુરિઝમ એક્ટીવીટીની પણ સંભાવના ધરાવે છે.

 આ ચાડવા રખાલની ૪૯૦૦ હેક્ટર જમીનનો કબ્જો કચ્છના પુર્વ રાજવી પરિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ( Bhupendra Patel ) પ્રેરક ઉપસ્થિતીમાં રાજ્ય સરકારને સોંપ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  PM Modi Bhikkhu Sangh : મુંબઈના ભિક્ષુ સંઘના સભ્યોને મળ્યા PM મોદી, આ ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવા બદલ વ્યક્ત કર્યો આભાર.

રાજ્ય સરકારના ( Gujarat Government ) મહેસૂલ વિભાગે પ્રાકૃતિક સંપદાના સંરક્ષણ અને સંવર્ધન માટે ચાડવા રખાલની આ જમીન વન વિભાગને સોંપી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચાડવા રખાલ વિસ્તારમાં કેરેકલ(હેણોતરો) બ્રીડીંગ એન્ડ કન્ઝર્વેશન સેન્ટર વિકસાવવા ૧૦ કરોડ રૂપિયા ફાળવીને વન્યપ્રાણી સપ્તાહની ( Wildlife week ) હાલ ચાલી રહેલી ઉજવણી દરમ્યાન મહત્વપૂર્ણ ભેટ આપી છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Kutch new railway lines: ગુજરાતના કચ્છ વિસ્તારમાં બનશે ચાર નવી રેલવે લાઇન ₹ ૩,૩૭૫ કરોડ રૂપિયાના ખર્ચે બનશે ૧૯૪ કિ.મી. નવી રેલવે લાઇન
Kutch railway line: કેબિનેટે કર્ણાટક, તેલંગાણા, બિહાર અને આસામને લાભ આપતા 3 પ્રોજેક્ટ્સના મલ્ટી-ટ્રેકિંગ અને ગુજરાતના કચ્છના દૂરના વિસ્તારોને જોડતી એક નવી રેલ લાઇનને મંજૂરી આપી
Kutch & Saurashtra: રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ, માછીમારોને દરિયો ન ખેંચવા સૂચના
Jaguar vs Crocodile:જગુઆર Vs મગર: કોણ શિકારી અને કોણ શિકાર? Viral Video જોઈ યુઝર્સ પણ મૂંઝાયા, અંતે કોણ જીત્યું? જુઓ!
Exit mobile version