Kutch new railway lines: ગુજરાતના કચ્છ વિસ્તારમાં બનશે ચાર નવી રેલવે લાઇન ₹ ૩,૩૭૫ કરોડ રૂપિયાના ખર્ચે બનશે ૧૯૪ કિ.મી. નવી રેલવે લાઇન

વિસ્તારનો થશે સર્વાંગી વિકાસ દિશા અને દશામાં આવશે ફેરફાર નવા ઉદ્યોગો અને વેપારનું થશે આગમન

Kutch new railway lines ગુજરાતના કચ્છ વિસ્તારમાં બનશે ચાર નવી રેલવે લાઇન ૩,૩૭૫

News Continuous Bureau | Mumbai

Kutch new railway lines પશ્ચિમ રેલવેના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં બે મહત્વપૂર્ણ નવી રેલવે લાઇન દેશલપર-હાજીપીર-લૂના અને વાયોર-લખપત નવી બ્રોડગેજ રેલવે લાઇન પરિયોજનાઓને કેન્દ્રીય મંત્રી મંડળ દ્વારા મંજૂરી આપવામાં આવી છે અને ભુજ-નલિયા રેલવે લાઇનનું વાયોર સુધી વિસ્તરણ અને નલિયા-જખાઉ પોર્ટ નવી રેલવે લાઇન લગભગ 194 કિ.મી. 3,375 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે. સરહદી અને તટીય વિસ્તારોમાં રેલવે સંપર્કને મજબૂત બનાવવા, ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા અને રણનીતિની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સશક્ત કરવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
ગુજરાતનો કચ્છ પ્રદેશ કુદરતી સંસાધનો અને ઔદ્યોગિક ક્ષમતાની દ્રષ્ટિએ દેશના સૌથી સમૃદ્ધ પ્રદેશોમાંનો એક ગણવામાં આવે છે. ભારતમાં ઉત્પાદિત કુલ લાઈમ સ્ટોનનું લગભગ 70 ટકા ઉત્પાદન કચ્છમાં થાય છે, જેનાથી આ પ્રદેશને દેશના સૌથી મોટા લાઈમ સ્ટોનના પટ્ટા તરીકે ઓળખવામાં આવે છે. અહીં મળતો લાઈમ સ્ટોન ગુણવત્તાની દ્રષ્ટીઓ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ મુખ્યત્વે ઉચ્ચ ગ્રેડનો હોય છે, જેમાં 𝐶𝑎𝑂 નું પ્રમાણ 48–50% તથા SiO₂ નું પ્રમાણ 4–6% વચ્ચે મળે છે, જે ઉચ્ચ ગુણવત્તાના માપદંડોને દર્શાવે છે.
કચ્છમાં ઉપલબ્ધ બેન્ટોનાઈટ માટી પણ તેની ઉત્કૃષ્ઠ ગુણવત્તા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. તેનું ખનન મુખ્યત્વે અબડાસા, માંડવી અને લખપત તાલુકાઓમાં કરવામાં આવે છે. અહીંની બેન્ટોનાઇટ તેની ઉચ્ચ શુદ્ધતા, ઉત્તમ સ્વેલિંગ ક્ષમતા અને ઓછા મીઠાની માત્રા માટે જાણીતી છે. આ ગુણધર્મોને કારણે, તેનો ઉપયોગ ડ્રિલિંગ પ્રવાહી, સૌંદર્ય પ્રસાધનો, કૃષિ, વોટરપ્રૂફિંગ વગેરે સહિત ઘણા ઉદ્યોગોમાં કરવામાં આવે છે. હાલમાં, કચ્છ ક્ષેત્રમાં 209 બેન્ટોનાઇટ ખાણો સક્રિય છે, જ્યાંથી વાર્ષિક આશરે 60 મિલિયન ટન ઉત્પાદન પ્રાપ્ત થાય છે, જે તેના ઔદ્યોગિક મહત્વને સ્પષ્ટ કરે છે.

Join Our WhatsApp Community


ઔદ્યોગિક ઉત્પાદનની સાથે, કચ્છ પ્રદેશ રેલવેના સંદર્ભમાં પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પશ્ચિમ રેલવે હેઠળનો આ વિસ્તાર સૌથી વધુ માલસામાન લોડિંગ ઉપલબ્ધ કરાવતો વિસ્તાર છે. એપ્રિલ 2025 થી ઓક્ટોબર 2025 દરમિયાન અહીંથી ઔદ્યોગિક મીઠાના 1.727 મિલિયન મેટ્રિક ટન, ખાદ્ય મીઠાના 1.119 મિલિયન મેટ્રિક ટન તથા કન્ટેનરોના 10.586 મિલિયન મેટ્રિક ટનનું લોડીંગ કરવામાં આવ્યું હતું, જે કચ્છની ઔદ્યોગિક ક્ષમતા અને લોજિસ્ટિક્સ મહત્વને રેખાંકિત કરે છે.
આ ઉપરાંત, કચ્છનું ભૌગોલિક મહત્વ પણ ખૂબ મહત્વનું છે. આંતરરાષ્ટ્રીય દરિયાકાંઠાની સરહદની નજીક સ્થિત હોવાથી, આ વિસ્તાર વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે. અહીં, ઝડપી, સલામત અને વિશ્વસનીય પરિવહન વ્યવસ્થાનું વિકસિત હોવું રાષ્ટ્રીય સુરક્ષા માટે અનિવાર્ય છે. નવી રેલ્વે લાઇનોના નિર્માણ અને અપગ્રેડેશનથી સંરક્ષણ દળોની તૈનાતી, લશ્કરી સામગ્રીના પરિવહન અને કટોકટીની ઝડપી પ્રતિક્રિયા માટેની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. આનાથી દેશની વ્યૂહાત્મક શક્તિ અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે.
આ પરિયોજનાઓ દ્વારા ફક્ત ઔદ્યોગિક અને ખનિજ સંપન્ન વિસ્તારોને દેશના રેલવે નેટવર્ક સાથે જોડવામાં આવશે એટલું જ નહીં, પરંતુ સ્થાનિક જનસુવિધા અને રાષ્ટ્રીય સુરક્ષા બંનેને મજબૂત આધાર પણ મળશે.

*ભુજ-નલિયા રેલવે લાઇનનું વાયોર સુધી વિસ્તરણ (24.65 કિ.મી.)*

ભુજ-નલિયા રેલવે લાઇન (101.40 કિ.મી.) નું મીટર ગેજથી બ્રોડ ગેજમાં રૂપાંતરણનું કાર્ય પૂર્ણ થઈ ચુક્યું છે. હવે નલિયાથી વાયોર સુધી (24.65 કિ.મી.) રેલવે લાઇનનું અંદાજિત 437.18 કરોડ રૂપિયાના ખર્ચે વિસ્તરણ કરવામાં આ રહ્યું છે. આ પ્રસ્તાવ ઔદ્યોગિક અને વ્યૂહાત્મક દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ છે. મુખ્ય ઉદ્યોગ જેમ કે સાંઘી સિમેન્ટ (સાંઘીપુરમ) આ પ્રસ્તાવિત પરિયોજના માર્ગની પાસે, પ્રસ્તાવિત વાયોર સ્ટેશનની નજીક આવેલું છે. વર્તમાન સમયમાં આ ઉદ્યોગનું ઉત્પાદન ટ્રકો દ્વારા ભુજ સુધી મોકલવામાં આવે છે અને ત્યારબાદ રેલવે માર્ગ દ્વારા પરિવહન કરવામાં આવે છે, કારણ કે આ વિસ્તારમાં હજુ સુધી રેલવે સુવિધા ઉપલબ્ધ નથી.
આ ઉપરાંત, જેપી સિમેન્ટ દ્વારા પણ વાયોર સ્ટેશન નજીક એક વિશાળ સિમેન્ટ ઉત્પાદન યુનિટ સ્થાપિત કરવામાં આવી રહ્યું છે, જેનું ઉત્પાદન ટૂંક સમયમાં શરૂ થવાની સંભાવના છે. રેલવે લાઇનના આ વિસ્તરણથી આ બધા ઉદ્યોગોને સીધી રેલવે કનેક્ટિવિટી પ્રાપ્ત થશે, જેનાથી કાચા માલ અને તૈયાર ઉત્પાદનોનું પરિવહન વધુ સરળ, ઝડપી અને કિફાયતી બનશે. આનાથી રોડ ટ્રાફિકનું દબાણ ઘટશે, લોજિસ્ટિક કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે અને પ્રાદેશિક આર્થિક વિકાસને બળ મળશે.
ભુજ-નલિયા રેલવે લાઇનનું વાયોર સુધીનું વિસ્તરણ કચ્છ વિસ્તારના ઔદ્યોગિક, આર્થિક અને વ્યૂહાત્મક વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

*નલિયા-જખાઉ પોર્ટ (24.88 કિ.મી.) નવી બ્રૉડગેજ વિદ્યુતીકૃત રેલવે લાઇન*

નલિયા-જખાઉ પોર્ટ (24.88 કિ.મી.) નવી બ્રૉડગેજ રેલવે લાઇન, આ રેલવે લાઇન ભુજ-નલિયા સેક્શનના નલિયા સ્ટેશનથી શરૂ થઈને જખાઉ પોર્ટ સુધી જશે. આ પરિયોજનાનો ઉદ્દેશ્ય જખાઉ પોર્ટને રેલવે નેટવર્ક સાથે જોડવાનો છે, જેથી પોર્ટની માલ લોડિંગ ક્ષમતામાં વૃદ્ધિ થશે અને મુંદ્રા અને કંડલા જેવા મોટા પોર્ટ પર વધતા દબાણમાં ઘટાડો થશે. આ પોર્ટ કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં આવેલું છે અને ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા 2001માં તેનું નવીકરણ કરવામાં આવ્યું હતું. જખાઉ પોર્ટ ભવિષ્યમાં આયાત-નિકાસ માટે એક મુખ્ય કેન્દ્ર તરીકે વિકસિત થશે.
આ પરિયોજનાનો અંદાજિત ખર્ચ ₹410.46 કરોડ છે. આ વિસ્તારમાં વિશાળ જમીન ઉપલબ્ધ છે, જેનાથી ઔદ્યોગિક એકમો, ગોડાઉનો, સેવા પ્રક્રિયા અને પેકેજિંગ કેન્દ્રો સ્થાપિત કરવાની શક્યતાઓ પણ વધશે. વર્તમાન સમયમાં અહીંથી કોલસો, મીઠું, ક્લિંકર અને સિમેન્ટનું પરિવહન સડક માર્ગ દ્વારા થાય છે જે રેલવે માર્ગ દ્વારા થઈ શકશે. જખાઉ પોર્ટની સ્થિતિ રણનીતિક દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે આ પોર્ટ પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય તટીય સીમાની નજીક છે. જખાઉ પોર્ટ આંતરરાષ્ટ્રીય સીમાથી 67 કિલોમીટર દૂર છે. નલિયા ભારતીય વાયુસેનાની પશ્ચિમી કમાનનું એક મહત્વપૂર્ણ વાયુસેના સ્ટેશન છે. આ રેલવે લાઇન બનવાથી રક્ષા દ્રષ્ટિએ પણ દેશને એક સશક્ત સંપર્ક માર્ગ પ્રાપ્ત થશે. આ કંડલા અને મુંદ્રા પોર્ટ પર ભીડને પણ ઘટાડશે.

*દેશલપુર-હાજીપીર-લૂના અને વાયોર-લખપત નવી બ્રૉડગેજ રેલવે લાઈન (144.457 કિ.મી.)*

દેશલપર-હાજીપીર-લૂના (81.771 કિ.મી.) અને વાયોર-લખપત (62.686 કિ.મી.) નવી બ્રોડગેજ રેલવે લાઇન પરિયોજના છે, જેની કુલ લંબાઈ 145 કિ.મી. થશે. રેલવે બોર્ડ દ્વારા આ પરિયોજનાને 3 સપ્ટેમ્બર, 2025ના રોજ મંજૂરી આપવામાં આવી છે. આ પરિયોજના ₹2526.47 કરોડના ખર્ચેથી મંજૂર થઈ છે. આ પરિયોજના હેઠળ 15 સ્ટેશન, 91 રોડ અંડર બ્રિજ, 39 મોટા પુલ, 74 નાના પુલ અને 690 હેક્ટર જમીનના સંપાદનનો પ્રસ્તાવ છે. આ પરિયોજનામાં 2×25 KV AC ઈલેક્ટ્રિક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે.

*દેશલપર-હાજીપીર-લૂના (81.771 કિ.મી.) સ્ટેશન:*
1. દેશલપર
2. પાલીવાડ
3. નખત્રાણા
4. અરલ મોટી
5. ફુલાય
6. હાજીપીર
7. લૂના
*વાયોર-લખપત (62.686 કિ.મી.) સ્ટેશન:*
1. વાયોર
2. હરૂડી
3. બારંડા
4. બુદધા
5. નારાયણ સરોવર
6. કપૂરાસી
7. છેરી મોટી
8. લખપત
વર્તમાન સમયમાં આ વિસ્તારમાં રેલવે સંપર્ક ઉપલબ્ધ નથી અને નજીકનું રેલવે સ્ટેશન ભુજ લગભગ 75 કિલોમીટરના અંતરે આવેલું છે. આ નવી રેલવે લાઇન બની જવાથી ક્ષેત્રની જનતાને સડક પરિવહન સાથે સાથે સુરક્ષિત, સસ્તી અને સુવિધાજનક રેલવે સેવાનો વિકલ્પ પ્રાપ્ત થશે.

આ સમાચાર પણ વાંચો : Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત

આ પરિયોજના ઔદ્યોગિક દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે લૂના વિસ્તાર દેશના પ્રમુખ મીઠા ઉત્પાદક વિસ્તારોમાંનો એક છે. અહીંથી લગભગ 10 મિલિયન ટન પ્રતિ વર્ષ (MTPA) મીઠાનું ઉત્પાદન થાય છે, જે વર્તમાન સમયમાં સડક માર્ગ દ્વારા પરિવહન કરવામાં આવે છે. નવી રેલવે લાઇન બનવાથી આ વિશાળ માત્રાનો માલ રેલવે માર્ગ દ્વારા પરિવહન થઈ શકશે. આ ઉપરાંત આ ક્ષેત્રમાં બોક્સાઇટ, લિગ્નાઇટ અને ફ્લોરાઇટ જેવા ખનિજોના ભંડાર જોવા મળે છે, જેના ખનન અને પરિવહનથી સ્થાનિક રોજગાર અને ઔદ્યોગિક વિકાસને નવી ગતિ મળશે. સાથે જ, વાયોર અને લખપત વિસ્તારમાં સિમેન્ટ અને માઇનિંગ ઉદ્યોગો પહેલેથી જ સ્થાપિત છે, જેનાથી માલ પરિવહનમાં ઉલ્લેખનીય વૃદ્ધિ થવાની સંભાવના છે.

 

Kutch railway line: કેબિનેટે કર્ણાટક, તેલંગાણા, બિહાર અને આસામને લાભ આપતા 3 પ્રોજેક્ટ્સના મલ્ટી-ટ્રેકિંગ અને ગુજરાતના કચ્છના દૂરના વિસ્તારોને જોડતી એક નવી રેલ લાઇનને મંજૂરી આપી
Kutch & Saurashtra: રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ, માછીમારોને દરિયો ન ખેંચવા સૂચના
Operation Sindoor :કચ્છમાં સરહદના સંત્રીઓના ખબરઅંતર પૂછીને ‘ઓપરેશન સિંદૂર’ની સફળતા બદલ અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
Namo Bharat Rapid Rail : નમો ભારત રૈપીડ રેલ નો સાણંદ અને આંબલી રોડ સ્ટેશન પર સ્ટોપેજ નો શુભારંભ
Exit mobile version