Site icon

Mandvi : આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે રૂ.૪.૬૭ કરોડના ખર્ચે માંડવી તાલુકાના વિવિધ ગામો ખાતેના આઠ વિકાસકામોનું ખાતમુહૂર્ત કરાયું

Mandvi :માંડવીના દરેક ગામોનો સંપૂર્ણ અને સર્વાંગી વિકાસ કરી રમણીય બનાવવાનો સંકલ્પ ગ્રામ્ય અને શહેરી નાગરિકોની સુખ-સુવિધા માટે રાજ્ય સરકારે વિકાસકામોની ગતિ અટકે નહીં એવું લક્ષ્ય સેવ્યું છેઃ-: આદિજાતિ મંત્રી કુંવરજીભાઈ હળપતિ

Minister of State for Tribal Development Kunwarjibhai Halapati inaugurated eight development works at various villages of Mandvi taluka at a cost of Rs.4.67 crore.

Minister of State for Tribal Development Kunwarjibhai Halapati inaugurated eight development works at various villages of Mandvi taluka at a cost of Rs.4.67 crore.

News Continuous Bureau | Mumbai  

Mandvi : આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના ( Kunvarjibhai Halpati ) હસ્તે માંડવી તાલુકાના વિવિધ ગામોમાં વિવિધ યોજના અંતર્ગત મંજૂર થયેલા રૂ. ૪.૬૭ કરોડના આઠ કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું.

Join Our WhatsApp Community

વિકાસકામોમાં ( development works ) રૂ.૮૦ લાખના ખર્ચે નૌગામા ( Naugama ) ગામે મેઇન રોડથી નવા ફળિયા થઇ વડોદ બૌધાન ગામે જોડતા રસ્તાનું કામ, રૂ.૧.૧૨ કરોડના ખર્ચે ચુડેલ ગામે સામરી મોરા ફળિયા થી ઉટેવા પાતલ રસ્તાને જોડતો રસ્તો, રૂ.૧૭- રૂા.૧૭ લાખના ખર્ચે પાતલ, ઉટેવા તથા ગ્રામ પંચાયત ઘરો, રૂ.૯૯ લાખના ખર્ચે ઉટેવા પાટીયાથી ટીટોઇ જતા રસ્તાનું કામ, રૂ.૫૦ લાખના ખર્ચે પાતલ એપ્રોચ રોડ, રૂ.૭૫ લાખની ખર્ચે અરેઠ ફળિયા રોડનું કામ મળી કુલ રૂ. ૪.૬૭ કરોડના આઠ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ કામો સાકારિત થવાથી માંડવી તાલુકાના ગ્રામજનોને માળખાગત સુવિધાઓમાં વધારો થશે.

આ પ્રસંગે આદિજાતિ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, માંડવીના દરેક ગામોનો સંપૂર્ણ અને સર્વાંગી વિકાસ કરી રમણીય બનાવવાનો સંકલ્પ કર્યો છે, જેથી નાના મોટા વિકાસના કામોની સમીક્ષા કરી ખુટતા કાર્યો કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર છેવાડાના માનવીની સુવિધામાં વધારો થાય તેવા લક્ષ્ય સાથે કાર્ય કરી રહી છે. ગ્રામ્ય અને શહેરી નાગરિકોની સુખ-સુવિધા માટે રાજ્ય સરકારે વિકાસકામોની ગતિ અટકે નહીં એવું લક્ષ્ય સેવ્યું છે. રસ્તાઓના નિર્માણથી ગ્રામ્ય જનતાની યાતાયાતની સુવિધામાં વધારો થશે, તેમજ બાકી રહેલાં કામોને આગામી સમયમાં પ્રાથમિકતા આપી ઝડપભેર પૂર્ણ કરવામાં આવશે એમ તેમણે ઉમેર્યું હતું.

રાજ્ય સરકાર( state government )  દ્વારા શ્રેણીબદ્ધ વિકાસકામો થઈ રહ્યાં હોવાનું જણાવતાં મંત્રીશ્રીએ જનપ્રતિનિધિઓ અને ગામના સરપંચ અને પંચાયતના સભ્યોને લોકોના સતત સંપર્કમાં રહી તેમની લાગણીઓ અને માંગણીઓ પર પૂરતું ધ્યાન કેન્દ્રિત કરવા સાથે વધુમાં વધુ વિકાસકામો સમયબદ્ધ રીતે પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  Maratha Reservation: મરાઠા આરક્ષણ વચ્ચે હવે આ સમુદાયે પણ આપી રાજ્ય સરકારને જન મોરચાની ચેતવણી.. આ તારીખે મુંબઈમાં થશે જન મોર્ચો..

આ પ્રસંગે જિલ્લા પંચાયતના ( District Panchayat ) પ્રમુખ શ્રીમતિ ભાવિનીબેન પટેલ,જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રોહિતભાઈ, માંડવી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી દિલીપભાઈ ચૌધરી, તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રીમતી ગીતાબેન પટેલ, જિલ્લા પંચાયત સભ્યશ્રી ગીતાબેન પટેલ, જિલ્લા પંચાયત સભ્યશ્રી અનિલભાઈ ચૌધરી,તાલુકા પંચાયત સભ્ય શ્રીમતી પુષ્યાબેન, શાસક પક્ષના નેતાશ્રી મીનાક્ષીબેન ચૌધરી, એસોશિએશનના પ્રમુખશ્રી કમલેશભાઇ ચૌધરી,અગ્રણીશ્રી દિનેશભાઇ પટેલ, રેમાબેન ચૌધરી, મીનાક્ષીબેન ગામતી, મામલતદારશ્રી મનિષભાઇ પટેલ, માંડવી તાલુકા વિકાસ અધિકારીશ્રી રવિન્દ્રસિંહ સોલંકી,સરપંચશ્રી રીટાબેન વસાવા,તલાટી-કમ-મંત્રીશ્રી, આરોગ્ય સ્ટાફ, આંગણવાડી વર્કર, તેડાગર, સખી મંડળની બેહેનો અને અન્ય વિભાગના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Morbi ceramic industry: વૈશ્વિક સિરામિક હબ: ભારતની કુલ સિરામિક નિકાસમાં મોરબીનો હિસ્સો 90% જેટલો
Earthquake in Kachchh: કચ્છમાં વહેલી સવારે ૪.૪ની તીવ્રતાનો ભૂકંપ: રાપર અને ભચાઉમાં જોરદાર આંચકાથી લોકો ઘરોની બહાર દોડી આવ્યા; જાણો શું છે લેટેસ્ટ અપડેટ.
Kutch new railway lines: ગુજરાતના કચ્છ વિસ્તારમાં બનશે ચાર નવી રેલવે લાઇન ₹ ૩,૩૭૫ કરોડ રૂપિયાના ખર્ચે બનશે ૧૯૪ કિ.મી. નવી રેલવે લાઇન
Kutch railway line: કેબિનેટે કર્ણાટક, તેલંગાણા, બિહાર અને આસામને લાભ આપતા 3 પ્રોજેક્ટ્સના મલ્ટી-ટ્રેકિંગ અને ગુજરાતના કચ્છના દૂરના વિસ્તારોને જોડતી એક નવી રેલ લાઇનને મંજૂરી આપી
Exit mobile version