Site icon

Ramdas Athawale Kutch: કેન્દ્રિય રાજ્યમંત્રી રામદાસ આઠવલે કચ્છમાં ઉચ્ચ અધિકારીઓ સાથે યોજી બેઠક, આ મુદ્દાઓ પર કરી ચર્ચા.

Ramdas Athawale Kutch: કેન્દ્રિય સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્યમંત્રી રામદાસ આઠવલે કચ્છ જિલ્લાની મુલાકાતે, અનુસૂચિત જાતિની યોજનાઓનું કચ્છમાં અમલીકરણ, જિલ્લામાં વસ્તી અને કલ્યાણકારી કાર્યક્રમો અંગે વિગતવાર જાણકારી મેળવી

Union Minister of State Ramdas Athawale on his visit to Kutch district

Union Minister of State Ramdas Athawale on his visit to Kutch district

 News Continuous Bureau | Mumbai 

Ramdas Athawale Kutch: કેન્દ્રિય સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્યમંત્રી રામદાસ આઠવલે કચ્છ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. કચ્છના ગાંધીધામ ખાતે કચ્છ જિલ્લા કલેક્ટર  અમિત અરોરા, મદદનીશ કલેક્ટર  સુનિલ, પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક  સાગર બાગમાર, નાયબ નિયામક  અનુસૂચિત જાતિ કલ્યાણ  રોહિત વિનોદ, સમાજ સુરક્ષા અધિકારીશ્રી એન.એસ. ચૌહાણ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે કેન્દ્રિય રાજ્યમંત્રી એ બેઠક યોજી હતી. જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ કચ્છ જિલ્લા અંગેની પ્રાથમિક વિગતો કેન્દ્રિય રાજ્યમંત્રી રામદાસ આઠવલેને આપી હતી. ભૂકંપ બાદ કચ્છ જિલ્લામાં ઉદ્યોગોનું આગમન અને નર્મદાના અવતરણથી આવેલા પરિવર્તનની માહિતી જિલ્લા કલેકટરએ આપી હતી. 

Join Our WhatsApp Community

અનુસૂચિત સહકારી મંડળીઓને જમીનના હક્કો અપાવવા, અનુસૂચિત જાતિની યોજનાઓનું ( Scheduled Caste Schemes ) કચ્છમાં અમલીકરણ, અનુસૂચિત જાતિની જિલ્લામાં વસ્તી અને કલ્યાણકારી કાર્યક્રમો અંગે વિગતવાર જાણકારી જિલ્લા કલેક્ટરએ આપી હતી.

સમાજ કલ્યાણની કચ્છ જિલ્લામાં ( Ramdas Athawale Kutch ) અમલી વિવિધ યોજનાઓ અંગે કેન્દ્રિય રાજ્યમંત્રીને નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ રોહિત વિનોદે અવગત કરાવ્યા હતા. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે ઓછા વ્યાજદરે આર્થિક સહાય, સમાજ કલ્યાણની હોસ્ટેલ સુવિધા, કસ્તુરબા ગાંધી વિદ્યાલયો, આંતરજ્ઞાતિય લગ્ન સહાય અંગે જાણકારી મેળવીને કેન્દ્રિય રાજ્યમંત્રી એ સમાજ કલ્યાણ વિભાગ કચ્છની કામગીરી બિરદાવી હતી. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની સમગ્ર ટીમની કામગીરીની કેન્દ્રિય રાજ્યમંત્રી એ સરાહના કરી હતી. દિવ્યાંગ અને વૃદ્ધોને સમાજ કલ્યાણની યોજનાઓ અંતર્ગત આવરી લઈને મહત્તમ લાભ આપી તેમના જીવનમાં પરિવર્તન લાવવા કેન્દ્રિય રાજ્યમંત્રી એ સૂચના આપી હતી.

આ સમાચાર પણ વાંચો : Joravarsinh Jadav Virasat: CM ભૂપેન્દ્ર પટેલે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના લોકકલા સંગ્રહાલય ‘વિરાસત’ને મૂક્યું ખુલ્લું, આ સન્માન સમારોહને કર્યું સંબોધન.

કચ્છમાં એટ્રોસિટી એક્ટના ( Atrocities Act ) અમલીકરણ બાબતે પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક એ પોલીસની કામગીરી અંગે કેન્દ્રિય રાજ્યમંત્રી ને ( Ramdas Athawale ) માહિતીગાર કર્યા હતા. બેઠકના અંતે કચ્છ જિલ્લામાં અનુસૂચિત જાતિ કલ્યાણ માટેના વિવિધ મુદ્દાઓની રજૂઆત ગાંધીધામ ધારાસભ્ય  માલતીબેન મહેશ્વરીએ કરી હતી. કેન્દ્ર અને રાજ્યની અનુસૂચિત જાતિની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો પાત્રતા ધરાવતા નાગરિકોને લાભ લેવા કેન્દ્રિય રાજ્યમંત્રી  રામદાસ આઠવલે એ અનુરોધ કર્યો હતો.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

 

Kutch railway line: કેબિનેટે કર્ણાટક, તેલંગાણા, બિહાર અને આસામને લાભ આપતા 3 પ્રોજેક્ટ્સના મલ્ટી-ટ્રેકિંગ અને ગુજરાતના કચ્છના દૂરના વિસ્તારોને જોડતી એક નવી રેલ લાઇનને મંજૂરી આપી
Kutch & Saurashtra: રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ, માછીમારોને દરિયો ન ખેંચવા સૂચના
Operation Sindoor :કચ્છમાં સરહદના સંત્રીઓના ખબરઅંતર પૂછીને ‘ઓપરેશન સિંદૂર’ની સફળતા બદલ અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
Namo Bharat Rapid Rail : નમો ભારત રૈપીડ રેલ નો સાણંદ અને આંબલી રોડ સ્ટેશન પર સ્ટોપેજ નો શુભારંભ
Exit mobile version