News Continuous Bureau | Mumbai
Mumbai: મુંબઈ (Mumbai) માં ઘર (Home) ખરીદવાનું ઘણા લોકોનું સપનું હોય છે. છેલ્લા દસ દિવસમાં મુંબઈમાં એક લાખથી વધુ નાગરિકોએ મકાનો ખરીદ્યા છે. આ તેજી માત્ર રિયલ એસ્ટેટ (Real Estate) માં જ નથી જોવા મળી રહી. ઓટોમોબાઈલ સેક્ટર (Automobile Sector), સોના (Gold) ની ખરીદી અને ઈલેક્ટ્રોનિક (Electronics) ચીજવસ્તુઓની ખરીદીમાં પણ સમાન વધારો જોવા મળી રહ્યો છે. હાલ રિયલ એસ્ટેટથી લઈને સોનાની ખરીદી સુધીના બિઝનેસ માટે સારા દિવસો આવી ગયા છે.
મુંબઈમાં, છેલ્લા 10 મહિનામાં મુંબઈમાં એક લાખથી વધુ મકાનો વેચાયા છે. ઉપરાંત, દશેરાને ધ્યાનમાં રાખીને, અગાઉના વર્ષની સરખામણીમાં તેમાં 37 ટકાનો વધારો થયો છે. CREDAI-MCHIએ એવી શક્યતા વ્યક્ત કરી છે કે આવનારી દિવાળીમાં વધુ મકાનો વેચાશે અને તેના દ્વારા રાજ્ય સરકારને જંગી ટેક્સ મળશે.
એક કરોડથી વધુ કિંમતના ઘરોનું સૌથી વધુ વેચાણ થયું હતું….
મુંબઇમાં ઓક્ટોબર મહિનામાં મિલકત નોંધણીમાં અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો હતો, જેમાં ૧૦,૬૦૧ કન્વેયન્સ ડીડ સાથે રાજ્ય સરકારને ૮૩૫.૩૨ કરોડ રૃપિયાની નોંધપાત્ર આવક થઈ હતી. આ આંકડા છેલ્લા ૧૧ વર્ષમાં સૌથી વધુ હતા. રાજ્ય સરકારના રજિસ્ટ્રેશન અને સ્ટેમ્પ વિભાગ પાસેથી મળેલી માહિતી અનુસાર આ રજિસ્ટ્રેશનો પૈકી ૮૦ ટકા રહેણાંકની જગ્યા માટે હતા જ્યારે બાકીના ૨૦ ટકા બિન-રહેણાંક મિલકતો માટે હતા. એક કરોડથી વધુ કિંમતના ઘરોનું સૌથી વધુ વેચાણ થયું હતું.
મુંબઈમાં વર્તમાન વર્ષના પ્રથમ દસ મહિનામાં એક લાખથી વધુ યુનિટો સાથે અભૂતપૂર્વ સંખ્યામાં રજિસ્ટ્રેશન થયા હતા અને તેમાંથી નવ હજાર કરોડથી વધુ આવક થઈ હતી. આવકમાં આવેલો ઉછાળો મિલકતોની વધુ કિંમત તેમજ સ્ટેમ્પ ડયુટીના વધુ દરને કારણે થયો હોવાનું માનવામાં આવે છે.
આ સમાચાર પણ વાંચો : 2000 Rupee Note Exchange: હાશ! 2000ની નોટ માટે હવે લાઇનમાં નહીં ઊભા રહેવું પડે, આ રીતે મોકલો RBI ઓફિસ, તમારે પણ બદલાવવી હોય તો રીત જાણી લો.. વાંચો વિગતે અહીં..
મુંબઈમાં દશેરાના શુભ અવસર પર 120 ટન સોનાની ખરીદી કરવામાં આવી છે…
મુબઈમાં માત્ર રિયલ એસ્ટેટ બિઝનેસમાં જ નહી પરંતુ સોનાની ખરીદીમાં પણ તેજી જોવા મળી રહી છે. મુંબઈમાં દશેરાના શુભ અવસર પર 120 ટન સોનાની ખરીદી કરવામાં આવી છે. રાજ્યમાં લગભગ 700 કરોડનું ટર્નઓવર થયું છે. દશેરાના દિવસે મોડી રાત સુધી જ્વેલર્સની દુકાનોમાં ભીડ જોવા મળી હતી અને અમુક લોકોએ તો આગામી છ મહિનામાં થનારા લગ્નો માટે લોકોએ સોનુ બુક કરાવ્યું હોવાની માહિતી જ્વેલર્સ એસોસિએશન દ્વારા આપવામાં આવી હતી.
સોના-ચાંદી સિવાય મુંબઈગરાઓએ મોટા પ્રમાણમાં વાહનોની ખરીદી કરી હતી. મુંબઈના ચાર આરટીઓમાંથી 9572 વાહનોનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. ગયા વર્ષની સરખામણીએ આ વૃદ્ધિ 475 જેટલી વધુ છે. 16મી ઓક્ટોબરથી 24મી ઓક્ટોબર સુધી રાજ્યમાં 80,186 વાહનોની ખરીદી કરવામાં આવી હતી. ગયા વર્ષે દશેરા પહેલાં 27મી સપ્ટેમ્બરથી પાંચમી ઓક્ટોબર સુધી આ સમયગાળા દરમિયાન 76,157 વાહનોની ખરીદી કરવામાં આવી હતી. તેથી આ વર્ષે વાહનોની ખરીદીમાં પણ વધારો જાવો મળ્યો હતો.