Site icon

Mumbai: મુંબઈ પોલ્યૂશન ઈમ્પેકટ, અનેક કંપનીઓને 50 ટકા ઉત્પાદન ઘટાડવા આદેશ.. જાણો વિગતે..

Mumbai: મુંબઈમાં હવાની ગુણવત્તા સતત કથળી રહી છે અને હવે ઝેરીલી હવાની રીતે તે દિલ્હી સાથે હોડમાં ઉતર્યું હોય તેવી હાલત છે. આ મુદ્દે વ્યાપક ઉહાપોહ વચ્ચે મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે કેટલાંક પગલાં લેવાં શરુ કર્યાં છે….

Mumbai Mumbai pollution impact, several companies ordered to reduce production by 50 percent.. Know details..

Mumbai Mumbai pollution impact, several companies ordered to reduce production by 50 percent.. Know details..

News Continuous Bureau | Mumbai

Mumbai: મુંબઈ (Mumbai) માં હવાની ગુણવત્તા (Air Quality) સતત કથળી રહી છે અને હવે ઝેરીલી હવાની રીતે તે દિલ્હી (Delhi) સાથે હોડમાં ઉતર્યું હોય તેવી હાલત છે. આ મુદ્દે વ્યાપક ઉહાપોહ વચ્ચે મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે કેટલાંક પગલાં લેવાં શરુ કર્યાં છે. એક આકરી કાર્યવાહી રુપે એમપીસીબીએ એચપીસીએલ, ટાટા પાવર સહિત કેટલીક કંપનીઓને તેમનાં ઉત્પાદનમાં ૫૦ ટકાનો કાપ મૂકવાનો આદેશ આપ્યો છે.

Join Our WhatsApp Community

મુંબઈમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ ગંભીર બની છે અને આ મુદ્દે વ્યાપક ચર્ચા પણ છેડાઈ છે. બોમ્બે હાઈકોર્ટે શહેરમાં વધતાં વાયુ પ્રદૂષણની સ્વેચ્છાએ નોંધ લઈ વિવિધ સરકારી એજન્સીઓની આકરી ઝાટકણી કાઢી છે. આ માહોલ વચ્ચે તમામ એજન્સીઓ પોતપોતાની રીતે પગલાં લેવાઈ રહ્યાં હોવાનું દેખાડવા કાર્યવાહી શરુ કરી છે. આવી કાર્યવાહીના ભાગ રુપે એમપીસીબી દ્વારા હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, તાતા પાવર તથા અન્ય કેટલીક કંપનીઓેને તેમનાં ઉત્પાદનમાં ૫૦ ટકાનો કાપ મૂકવાનો આદેશ અપાયો છે.

એમપીસીના જણાવાયા અનુસાર માહુલની એઇજિસ લોજિસ્ટિક્સ લિમિટેડ, ટ્રોમ્બે વિસ્તારમાં આવેલી સીલોર્ડ કન્ટેનર લિમિટેડ ઉપરાંત એચપીસીએલ તથા ટાટા પાવર સહિતની કંપનીઓને તા. ૨૭મી ઓક્ટોબરે એક આદેશ આપી તેમનાં ઉત્પાદનમાં ૫૦ ટકાનો ઘટાડો કરવા જણાવાયું છે.

આ સમાચાર પણ વાંચો : તમે HDFC Business Cycle Fundમાં ઇન્વેસ્ટ કરવા ઇચ્છો છો, તો જાણી લો માહિતી અને પ્રોસેસ

શહેરના સંખ્યાબંધ બિલ્ડરોને સ્ટોપ વર્કની નોટિસ આપવાનું શરુ…

આ ઉપરાંત એમપીસીબીએ એઇજિસ લોજિસ્ટિક્સની ૧૦ લાખ રુપિયાની તથા સી લોર્ડ કન્ટેનર્સની પાંચ લાખ રુપિયાની બેન્ક ગેરન્ટી પણ જપ્ત કરી લીધી છે. ચેમ્બુરમાં રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઈઝર્સને પણ આ જ પ્રકારની નોટિસ આપવામાં આવી છે તથા તેને એક કડક માર્ગદર્શિકા અપાઈ છે. બોર્ડ દ્વારા શહેરમાં બે રેડી ટુ મિક્સ કોંક્રિટ પ્લાન્ટ પણ બંધ કરવાની ફરજ પાડવામાં આવી છે.

મુંબઈ મહાનગરપાલિકાએ પ્રદૂષણ નિવારવા ઘડેલા પ્લાન અનુસાર એમપીસીબીને ભારત પેટ્રોલિયમ ( બીપીસીએલ), એચપીસીએલ, આરસીએફ, તાતા પાવર તથા નજીકની એમઆઈડીસીઓમાં આવેલી કંપનીઓ દ્વારા થતાં ઉત્સર્જન પર એક મહિના સુધી સતત નજર રાખવા તથા પ્રદૂષણ નિવારણના પગલાં નહીં લેનારી કંપનીઓ પર શિક્ષાત્મક કાર્યવાહી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.

મુંબઈ મહાપાલિકાએ શહેરમાં કન્સ્ટ્રક્શન સાઈટ્સ ખાતે પ્રદૂષણ ડામવા તથા ખાસ તો ડસ્ટ કન્ટ્રોલનાં પગલાં લેવા માટે એક વિસ્તૃત ગાઈડલાઈન તમામ ખાનગી બિલ્ડરો ઉપરાંત શહેરમાં મેગા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટસ હાથ ધરી રહેલી સરકારી અને ખાનગી કંપનીઓ તથા અન્ય સંબંધિત એજન્સીઓને આપી હતી. તેમાં કન્સ્ટ્રક્શન સાઈટ્સ ખાતે વિશાળ મેટલ શીટ્સ ગોઠવવા, પાણીનો છંટકાવ કરવા, સ્મોગ ટાવર્સ ગોઠવવા સહિતની સૂચનાઓ આપવામાં આવી હતી. હવે મહાપાલિકાએ આ સૂચનોનો અમલ નહીં કરનારા બિલ્ડરોને સ્ટોપ વર્કની નોટિસ પણ આપવાની શરુ કરી છે. છેલ્લા ત્રણથી ચાર દિવસમાં આવી સંખ્યાબંધ નોટિસ જારી કરાઈ છે. જોકે, આ નોટિસો સામે બિલ્ડર સંગઠનોએ રોષ પણ વ્યક્ત કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર મહાપાલિકાની ગાઈડલાઈન્સનો અમલ કરવા માટે પૂરતી સંખ્યામાં જરુરી મટિરિયલ કે ઉપકરણો જ બજારમાં ઉપલબ્ધ નથી. એકાએક મેટલ શીટ્સ તથા અન્ય ઈક્વિપમેન્ટસની ડિમાન્ડ વધી ગઈ છે તેની સામે પૂરતો સપ્લાય નથી. આથી મહાપાલિકાએ આ ગાઈડલાઈન્સના અમલ માટે વધુ મુદ્દત આપવી જ જોઈએ.

 

Eknath Shinde: દિલ્હીમાં હાઈ-લેવલ મુલાકાત: PM મોદી ને મળ્યા બાદ એકનાથ શિંદેનું મોટું નિવેદન
Mumbai police bravery: પોલીસ જવાનની બહાદુરી: ચાકુ હુમલામાં ઘેરાયેલી યુવતીનો બચાવ, તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ
Devendra Fadnavis: ફડણવીસના ‘એક નિવેદન’થી ખળભળાટ: મહારાષ્ટ્રના રાજકારણમાં શિંદે અને અજિત જૂથ હવે કયો રસ્તો અપનાવશે?
Antilia: ‘એન્ટિલિયા’ કરતાં વધુ મોંઘી અને ઊંચી! મુંબઈમાં બની રહેલી આ ગગનચુંબી ઇમારત વિશે જાણો.
Exit mobile version