Site icon

મુંબઈમાં આતંકી હુમલાનું જોખમ, પોલીસ થઇ એલર્ટ. આ વસ્તુઓ પર આગામી એક મહિના માટે મુક્યો પ્રતિબંધ 

More than 11,500 police personnel to be on Mumbai streets on New Year's Eve

31st અને નવા વર્ષની ઊજવણી માટે મુંબઈ તૈયાર… શહેરમાં આ સ્થળોએ 11,500 પોલીસનો બંદોબસ્ત..

 News Continuous Bureau | Mumbai

માયાનગરી મુંબઈ(Mumbai)માં આતંકી હુમલાનું એલર્ટ(Terrorist Attack Alert) છે. આ બધા વચ્ચે મુંબઈ પોલીસે (Mumbai Police) જોખમની આશંકાના પગલે 13 નવેમ્બરથી શહેરમાં કોઈ પણ ડ્રોન, રિમોટ કંટ્રોલ્ડ લાઈટ એરક્રાફ્ટ અને પેરાગ્લાઈડરને ઉડાવવા પર પ્રતિબંધાત્મક આદેશ બહાર પાડ્યા છે. આતંકવાદીઓ ડ્રોન અને નાના વિમાન દ્વારા હુમલો કરી શકવાની શક્યતા ગુપ્તચર વિભાગ(Intelligence Department) દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ શક્યતાઓને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે અને હાલમાં મુંબઈમાં ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ લગાવ્યો છે.  

Join Our WhatsApp Community

પોલીસ દ્વારા જારી કરાયેલા આદેશમાં જણાવાયું છે કે પોલીસની પરવાનગી વગર ડ્રોન(Drone) ઉડાવી શકાશે નહીં. આ ઉપરાંત કોઇ અન્ય ફ્લાઇંગ ઓબ્જેક્ટ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ આદેશનો ભંગ કરનાર નાગરિકો સામે કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ આદેશનું ઉલ્લંઘન કરનાર સામે IPCની કલમ 188 હેઠળ ગુનો નોંધવામાં આવશે. આ પ્રતિબંધ આગામી એક મહિના સુધી લાગુ રહેશે. એટલે કે મુંબઇ પોલીસનો આ આદેશ 13મી નવેમ્બરથી 12મી ડિસેમ્બર, 2022 સુધી લાગુ રહેશે.   

આ સમાચાર પણ વાંચો: મુંબઈની એસી લોકલ ટ્રેનમાં મફતિયા પ્રવાસીઓ નો રાફડો ફાટ્યો, બે-પાંચ નહીં આટલા હજાર લોકો મફતમાં પ્રવાસ કરતા પકડાયા. 

પોલીસના આદેશો અનુસાર, અસામાજિક તત્વો, આતંકવાદીઓ ડ્રોન અને અન્ય ઉડતી વસ્તુઓનો ઉપયોગ કરીને જનતાના જીવને જોખમમાં મૂકી શકે છે. તેઓ જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડી શકે છે અને કાયદા વ્યવસ્થામાં ગડબડી કરી શકે છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે આવા તત્વોની પ્રવૃત્તિઓને રોકવા માટે નિવારક અને સક્રિય પગલાં જરૂરી હોવાથી આ પગલાં લેવામાં આવ્યા છે

Dharavi fire Mumbai: ધારાવીમાં લાગી આગ: બાંદ્રા-માહિમ વચ્ચે ટ્રેન સેવાઓ ખોરવાઈ, ૫ ટ્રેનોને અસર
Mangal Prabhat Lodha threat case: મંત્રી મંગલપ્રભાત લોઢાને ધારાસભ્ય અસ્લમ શેખની ધમકી: પોલીસ કમિશનરને ફરિયાદ દાખલ
Mumbai Local Railway: મુંબઈકરો માટે અગત્યના સમાચાર; રવિવારે રેલવેના ‘આ’ માર્ગો પર રહેશે મેગાબ્લોક
Travis Scott concert: ચોરોની ‘ચાંદી’: રૅપર ટ્રેવિસ સ્કૉટના કૉન્સર્ટમાં ચોરોએ મચાવ્યો હાહાકાર, ૩૬ લોકોના અધધ આટલા લાખના કિંમતી સામાનની ચોરી.
Exit mobile version