Site icon

મુંબઈના ચેમ્બુરમાં ગારમેન્ટ યુનિટમાં સ્લેબ તૂટી પડતા એકનું મોત- આટલા જખમી- જાણો વિગત

News Continuous Bureau | Mumbai 

મુંબઈના(Mumbai) ચેમ્બુર(Chembur) પરામાં ગુરુવારે જુના ગ્રાઉન્ડ પ્લસ(Ground Plus) એક માળાના બાંધકામનો (construction) સ્લેબ તૂટી(Slab broken) પડતા એકનું મોત થયું હતું  તો 12થી વધુ જખમી થયા હતા.

Join Our WhatsApp Community

ચેમ્બુરમાં મોનો રેલ(Mono rail) પોલ નંબર 10ની પાસે ગણેશ નગરમાં(Ganesh Nagar) પુષ્પક કમ્પાઉન્ડમાં(Pushpak compound) ગ્રાઉન્ડ પ્લસ એક માળાનું જૂનું બાંધકામ હતું. તેમાં ગારમેન્ટનું કારખાનું (Garment factory) હતું.  ગુરુવારે બપોરના 3.15 વાગે અચાનક આ બાંધકામનો સ્લેબ તૂટી પડયો હતો. એ સમયે ત્યાં અનેક લોકો કામ કરી રહ્યા હતા.

ડિઝાસ્ટર મેનેજમેન્ટના(Disaster Management) જણાવ્યા મુજબ સ્લેબ તૂટી પડતાં ત્યાં કામ કરી રહેલા લગભગ 10 લોકો જખમી થયા હતા. તેમને તુરંત નજીક આવેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી 22 વર્ષના મુરારી ઝા નામના યુવકનું સારવાર મળે તે પહેલાં જ મૃત્યુ થયું હતું. તો બે લોકોને સારવાર બાદ હોસ્પિટલથી રજા આપવામાં આવી હતી. તો અન્ય સાત લોકો હજુ સારવાર હેઠળ છે. પોલીસ આ દુર્ઘટનાની તપાસ(Police investigation) કરી રહી છે.

આ સમાચાર પણ વાંચો : સંભાળજો- મુંબઈનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ દર આટલા ટકા પર પહોંચી ગયો- જાણો વિગત

Mumbai’s Charity Scam Busted:મુંબઈમાં ‘દાનવીર’ બનીને સોનાની ચેન સેરવતો રીઢો ઠગ ઝડપાયો: અંધેરી પોલીસે કલ્યાણથી દબોચ્યો; ગુજરાત અને તેલંગણા સુધી ફેલાયેલું હતું છેતરપિંડીનું નેટવર્ક.
Mumbai Police Recruitment Scam: મુંબઈ પોલીસ ભરતીમાં હાઈટેક ચોરી: દોડની કસોટીમાં ઈલેક્ટ્રોનિક ચિપ સાથે ચેડાં કરનારા ૪ ઉમેદવારો વિરુદ્ધ FIR.
Violent Clash Over ₹10 Coriander: મુંબઈમાં માત્ર ₹૧૦ની કોથમીર માટે લોહીયાળ જંગ: કુર્લામાં શાકભાજી વાળાએ ગ્રાહકના માથામાં છરી ઝીંકી; સામાન્ય વિવાદે લીધો હિંસક વળાંક.
Kalyan Station Viral Video: કલ્યાણ રેલવે સ્ટેશન પર રૂંવાડા ઉભા કરી દે તેવી ઘટના: મહિલાને વાળ પકડીને ચાલતી લોકલ ટ્રેનમાંથી નીચે ખેંચી; શરમજનક વીડિયો થયો વાયરલ.
Exit mobile version