Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈના કાંદીવલી – લિંક રોડ વિસ્તારમાં મધરાતે ફાયરિંગ- એકનું મૃત્યુ અને ત્રણ ઘાયલ

News Continuous Bureau | Mumbai

ઉત્તર મુંબઈ(North Mumbai)ના કાંદિવલી(Kandivali) વિસ્તારમાંથી ફાયરિંગ(Firing)ની ઘટના સામે આવી છે. અહીં બાઇક પર આવેલા 2 લોકોએ 4 રાઉન્ડ ફાયરિંગ(Round Firing) કર્યુ. જેમાં એક યુવકનું મોત, 3 યુવકો ઘાયલ થયા હતા. ઘાયલોની નજીકની હોસ્પિટલમાં(hospitalised) સારવાર ચાલી રહી છે. 

Join Our WhatsApp Channel

મીડિયામાં પ્રસારિત થયેલા અહેવાલો મુજબ ઉત્તર મુંબઈના કાંદિવલી પોલીસ સ્ટેશન(Kandivli Police Station) વિસ્તારમાં શુક્રવારે રાત્રે 12.15 વાગ્યે બાઇક પર આવેલા બે બદમાશોએ રસ્તા પર ઊભેલા લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે ત્રણ અન્ય ઘાયલ થયા હતા. ફાયરિંગ બાદ તમામ બદમાશો ભાગી ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. આ બાબતે મુંબઈ પોલીસના(Mumbai Police) ડીસીપી(DCP) ઠાકુરે જણાવ્યું કે બંને આરોપીઓએ કુલ 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું. આ ઘટના પાછળનું ચોક્કસ કારણ તપાસ બાદ જ બહાર આવશે.

આ સમાચાર પણ વાંચો : વીકએન્ડમાં મહાબળેશ્વર ફરવા જવાના છો-તો જાણી લો ઘાટને લઈને મહત્વની માહિતી

ઉલ્લેખનીય છે કે 9 સપ્ટેમ્બરના રોજ પણ મુંબઈના બાંદ્રા વિસ્તારમાં(Bandra area) ફાયરિંગની એક ઘટના સામે આવી હતી, જેમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો.

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Mumbai MD Drugs Case ₹૪૩ લાખના એમડી ડ્રગ્સ સાથે પકડાયેલા બે તસ્કરોને ૧૦ વર્ષની સખત કેદ, વિશેષ સેશન્સ કોર્ટે ફટકાર્યો લાખોનો દંડ
Fake MPCB Officer Arrested MPCBના નકલી અધિકારી બની ઉદ્યોગપતિ પાસેથી ખંડણી વસૂલનાર ગઠિયો ઝડપાયો, વનરાઈ પોલીસે છટકું ગોઠવી દબોચ્યો
Bhandup Security Guard Death શું કાવતરું રચીને લિફ્ટ ડક્ટમાં ફેંકી દીધો હતો? ગાર્ડના મોતના મામલે મેનેજર સહિત સાથી ગાર્ડ સકંજામાં
Exit mobile version