હવામાન ખાતાના જણાવ્યાનુસાર અરબી સમુદ્રમાં અને બંગાળના ઉપસાગરમાં નૈઋત્યનું ચોમાસુ ફરીથી સક્રિય થઈ રહ્યું છે.
બદલાઇ રહેલાં આવાં સાનુકુળ કુદરતી પરિબળોને પગલે હવામાન ખાતાએ મુંબઇ, થાણે ,પાલઘર માટે યલો એલર્ટ જાહેર કરી 10,11-જુલાઇ દરમિયાન ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે
રાયગઢ,રત્નાગિરિ,સિંધુદુર્ગ જિલ્લામાં 9,10,11-જુલાઇ દરમિયાન ગાજવીજ અને તોફાની પવન સાથે ભારેથી અતિ ભારે વર્ષા થવાની સંભાવના સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
આ ઉપરાંત આગામી 48 કલાક દરમિયાન મુંબઇમાં અને પરાંમાં હળવાંથી મધ્યમ વરસાદી ઝાપટાં પડે, જ્યારે અમુક પરાંમાં ભારે વરસાદી ઝાપટાં પડે તેવી આગાહી કરી છે.
