Site icon News Continuous Bureau | Mumbai

રેલ પ્રવાસીઓ સાવધાન- દોઢ વર્ષમાં આટલા પ્રવાસીઓના મોબાઈલ ચાલતી ટ્રેનમાં ચોરાયા

News Continuous Bureau | Mumbai

કોરોના પ્રતિબંધોને(Corona restrictions) કારણે ટ્રેનની મુસાફરી પર નિયંત્રણો હતા પરંતુ હવે તમામ સેવાઓ પુનઃસ્થાપિત(Services restored) કરવામાં આવી છે. ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. તેની સાથે જ જોકે લોકલ મુસાફરી દરમિયાન મોબાઈલ ફોન(Mobile phone) ચોરીના બનાવોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.

Join Our WhatsApp Channel

રેલવે પોલીસના(Railway Police) આપેલા આંકડા મુજબ 2021થી અત્યાર સુધીમાં 10,159 મુસાફરોના મોબાઈલ ફોન ચોરાયા છે અને તેમાંથી 2,618 મોબાઈલ ફોન પરરાજ્યમાંથી જપ્ત કરવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : નારાયણ રાણે બાદ ભાજપના આ બીજા મોટા નેતાને ગેરકાયદે બાંધકામને લઈને ફટકો- બોમ્બે કોર્ટે આટલા મહિનામાં તોડી પાડવાનો આપ્યો આદેશ

મેલ-એક્સપ્રેસમાં(Mail-Express) મુસાફરી કરતા મુસાફરોના મોબાઈલ ફોન પણ ચોરાઈ રહ્યા છે. જાન્યુઆરી 2021થી ઓગસ્ટ 2022 સુધીમાં મોબાઈલ ચોરીના 10 ,159 કેસ નોંધાયા છે. આ મોબાઈલ મુખ્યત્વે અન્ય રાજ્યોમાં ચોરીછૂપે વેચાય છે.

ચોરીના મોબાઈલ(Stolen mobiles) મહારાષ્ટ્રની સાથે ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઓડિશા, દિલ્હી, હરિયાણા વગેરેમાંથી મળી આવ્યા હતા.

મુંબઈ રેલવે પોલીસની હદમાં મોબાઇલ ચોરીના ગુના વિશે જોઈએ તો સેન્ટ્રલ રેલવેમાં 2021ની સાલમાં 2, 674 ગુનો નોંધાયા હતા. તો 2022ની સાલમાં – નોંધાયેલા ગુનાની સંખ્યા 4,039 છે. તો વેસ્ટર્ન  રેલ્વેમાં 2021ની સાલમાં  નોંધાયેલા ગુનાની સંખ્યા 1,395 છે. તો 2022ની સાલમાં  નોંધાયેલા ગુનાની સંખ્યા 2,051 છે.

 

Mumbai Dahi Handi 2026 મુંબઈમાં દહી હાંડીઉત્સવ દરમિયાન ૨૨ ગોવિંદા ઈજાગ્રસ્ત, આટલા ગોવિદાને પ્રાથમિક સારવાર બાદ હોસ્પિટલમાંથી મળી રજા
Mumbai Local Mega Block મુસાફરો માટે મહત્ત્વના સમાચાર મધ્ય અને પશ્ચિમ રેલવે પર રવિવારે મેગા બ્લોક, અનેક લોકલ ટ્રેન સેવાઓ થશે પ્રભાવિત
Maharashtra Dahi Handi 2026 મહારાષ્ટ્રમાં દહીંહાંડીની ભવ્ય ઉજવણી રાજ્યભરમાં ૨૫૪થી વધુ મોટા આયોજનો, ૧ કરોડથી વધુના ઈનામોની રમઝટ
Mumbai Metro Station Bus Fire મુંબઈમાં મેટ્રો સ્ટેશન નીચે બસમાં લાગી ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટાથી મુસાફરોમાં નાસભાગ; ટ્રેન પણ રોકી દેવાઈ
Exit mobile version