મુંબઈમાં વરસાદની સાથે જ જર્જરિત ઈમારતો તૂટી પડવાની શરૂઆત થઈ ગઈ છે.
મલાડ વેસ્ટના માલવણી વિસ્તારમાં એક ચાર માળની ઈમારત બુધવારે રાત્રે 11 કલાકે ધરાશાયી થઈ હતી.
આ દુર્ઘટનામાં 11 લોકોના કરુણ મોત થયા, જ્યારે 8 અન્ય ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવી રહ્યું છે.
કાટમાળમાં વધુ લોકોના ફસાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરાશે.
મહારાષ્ટ્રના મંત્રી અસલમ શેખના કહેવા મુજબ ભારે વરસાદના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે.
મળો, કલર્સ ગુજરાતીની ધારાવાહિક ‘સૂરી-લાવશે સપનાની સવાર’ના ઈદિયાને; આટલી નાની ઉંમરે મેળવ્યો હતો આ રોલ