Site icon

મુંબઈની આ પ્રખ્યાત સરકારી હોસ્પિટલમાંથી મળી આવી બ્રિટિશ યુગની સુરંગ – 130 વર્ષ જૂનો છે ઈતિહાસ- જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

મુંબઈ(Mumbai)ની પ્રખ્યાત સરકારી હોસ્પિટલ(Govt Hospital) સર જમશેદજી જીજીભોય હોસ્પિટલ(JJ hospital) ચર્ચા આવી છે. હકીકતમાં વાત જાણે મેં છે કે અહીં એક સુરંગ(Tunnel) મળી આવી છે, જે બ્રિટિશ યુગ(British Era) ની છે. આ ટનલ લગભગ 130 વર્ષ જૂની છે અને તેનું નિર્માણ અંગ્રેજોએ કર્યું હતું.

Join Our WhatsApp Community

 

જેજે હોસ્પિટલના ડૉ.અરુણ રાઠોડ જ્યારે હોસ્પિટલના પરિસરમાં ફરતા હતા ત્યારે તેમણે દિવાલ પર એક કાણું જોતા તેમને સુરંગનો સંકેત મળ્યો હતો. હવે પુરાતત્વ વિભાગ(Department of Archaeology) સર જેજે હોસ્પિટલ(Sir JJ Hospital)નો સંપૂર્ણ અહેવાલ તૈયાર કરશે અને સ્થાનિક વહીવટીતંત્રને આપશે. હોસ્પિટલના લોકોના જણાવ્યા અનુસાર સર જેજે હોસ્પિટલની ટનલ ડિલિવરી વોર્ડ(Delivery ward)થી બાળકોના વોર્ડ (kids ward) સુધીની છે. હાલ આ સુરંગનો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયર થઇ રહ્યો છે.  

આ સમાચાર પણ વાંચો: હેરાનગતિ માટે થઇ જાઓ તૈયાર- પાલિકાએ અંધેરીનો આ મહત્વપૂર્ણ બ્રિજ વાહનોની અવરજવર માટે કર્યો બે વર્ષ બંધ

જેજે હોસ્પિટલનો ઈતિહાસ 175 વર્ષ જૂનો છે. સર જેજે હોસ્પિટલની ઇમારત 177 વર્ષ પહેલા બનાવવામાં આવી હતી. આ ઈમારતો સર જમશેદજી જીજીભોય(Sir Jamshedji Jijibhoy) અને સર રોબર્ટ ગ્રાન્ટના સહયોગથી બનાવવામાં આવી છે. 16 માર્ચ, 1838ના રોજ જમશેદજી જીજીભોયે આ હોસ્પિટલના નિર્માણ માટે એક લાખ રૂપિયાનું દાન આપ્યું હતું.  

આ હોસ્પિટલ માત્ર મહારાષ્ટ્ર(Mahrashtra)માં જ નહીં પરંતુ દેશભરમાં પ્રખ્યાત છે. આ હોસ્પિટલ દેશભરમાં ગરીબ દર્દીઓની સારવાર માટે જાણીતી છે. એટલું જ નહીં, આ હોસ્પિટલમાં બોમ્બ વિસ્ફોટ, રમખાણો અને આતંકવાદી હુમલામાં ઘાયલ થયેલા ઘણા દર્દીઓની સારવાર કરવામાં આવી છે. 

 આ સમાચાર પણ વાંચો: ટ્વિટર ડાઉન- વેબ પેજ ખોલતા જ યુઝર્સને મળી રહ્યો છે આવો મેસેજ- લોકો થયા રઘવાયા

Lokhandwala Minerva: મુંબઈના રિયલ એસ્ટેટ ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચાયો, આટલા માળ સાથે લોખંડવાલા મિનર્વા બન્યો ભારતનો સૌથી ઊંચો રહેણાંક ટાવર
Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Exit mobile version