Site icon

મુંબઈમાં એક દાયકામાં આગનાં 1500 બનાવઃ બહુમાળીય હાઉસિંગ સોસાયટીઓની બેદરકારી, મુંબઈની હાઉસિંગ સોસાયટીઓનાં ઓડિટમાં આ વિગતો ફરજિયાત કરાશે.. 

News Continuous Bureau | Mumbai

બાંદ્રા(વેસ્ટ)માં આવેલી એક બહુમાળીય બિલ્ડિંગ(fire in high rise building)માં સોમવારે લાગેલી આગ બાદ ફરી એક વાર બહુમાળીય ઈમારતોની સુરક્ષાનો મુદ્દો ચર્ચાએ આવ્યો છે. મુંબઈ(Mumbai)ની મોટાભાગની સોસાયટીઓમાં ફાયર સેફ્ટી સિસ્ટમનો અભાવ હોવાનું જણાઈ આવ્યું છે. તેથી પાલિકા હવે હાઉસિંગ સોસાયટીઓ દ્વારા રજિસ્ટ્રારને સોંપાતા વાર્ષિક અહેવાલમાં ફાયર સેફ્ટી ઓડિટ(Fire safety audit)ની વિગતો પણ સામેલ કરવાનું ફરજિયાત કરવાની યોજના બનાવી રહી છે. 

Join Our WhatsApp Community

છેલ્લા 10 વર્ષ દરમિયાન મુંબઈના બહુમાળીય મકાનો(Mumbai high rise building)માં આગની 1500 જેટલી ઘટનાઓ બની છે. આવા ઊંચા ટાવરોમાં લોકો ઇન્ટિરિયર ડેકોરેશન (Interior decoration)પાછળ લાખો રૂપિયા ખર્ચે છે પણ આગ સામે સુરક્ષા મેળવતી યંત્રણાની અવગણના કરે છે. છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન શહેરની બહુમાળીય ઈમારતોમાં આગની ઘટનામાં ફાયરબ્રિગેડની સિસ્ટમ નિષ્ક્રિય જણાઈ હતી.

આ સમાચાર પણ વાંચો : ઠંડા ઠંડા કુલ કુલ!! સેન્ટ્રલ રેલવેમાં 14 મેથી એસી લોકલની આટલી સર્વિસ વધશે, હાર્બરના પ્રવાસીઓને રિફંડ મળશે…

આગની વધતી ઘટનાને પગલે મુંબઈ મહાનગરપાલિકા(BMC) રજિસ્ટ્રાર ઓફ સોસાયટીઝ દ્વારા કોપોરેટીવ સોસાયટીઓને તેમના વાર્ષિક ઓડિટ રિપોર્ટમાં કરાયેલા ફાયર ઓડિટની સ્થિતિ જાહેર કરવાનું ફરજિયાત કરવાની યોજના બનાવી છે. તેમ જ રહેણાંક અને કોર્મશિયલ સોસાયટીઓની (Commercial society) મેનેજિંગ કમિટીના(managing committee) સભ્યોને આગ સામે સલામતીના પગલાંની તાલીમ આપવાની પણ તૈયારી કરવાની છે.

છેલ્લા બે વર્ષ દરમિયાન આગની ઘટનાઓમાં 39 ટકા બનાવમાં ફાયર સેફટી સિસ્ટમ કામ કરતી ન હોવાનું જણાયું હતું. તેથી આગ બુઝાવવાની કામગીરી દરમિયાન અનેક અડચણોનો સામનો ફાયરબ્રિગેડને કરવો પડ્યો હતો.ફાયરબ્રિગેડના(Firebrigade) અધિકારીના કહેવા મુજબ હાઉસિંગ સોસાયટીઓના ઈન્સ્પેકશન(Inspection) દરમિયાન ફાયર સેફટી સિસ્ટમમાં ખામી જણાય તો તેમને નોટિસ આપીએ છીએ. નોટિસ આપવાના 120 દિવસ બાદ જો પગલા લેવામાં તેઓ નિષ્ફળ જાય તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. હજી પણ અનેક હાઉસિંગ સોસાયટીમાં ફાયર સેફ્ટી સિસ્ટમની યોગ્ય જાળવણી કરવામાં આવતી નથી તેવી સોસાયટીઓના પદાધિકારીઓને સુરક્ષા પગલાથી વાકેફ કરવામાં આવી રહ્યા છે.

અહીં ઉલ્લેખનીય છે કે તમામ સોસાયટીઓને તેમના ફાયર ઓડિટ રિપોર્ટ(Fire Audit report) જાન્યુઆરી અને જુલાઈ ફરજિયાત રીતે ફાયરબ્રિગેડને રજૂ કરે તેવો નિયમ બનાવવાનો ફાયર બિગ્રેડ પ્રયાસ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. 
 

Shinde Sena: મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: ઠાકરે બંધુઓ નજીક આવતા જ શિંદેસેનાનો ‘ભાવ’ વધ્યો, BJP સમક્ષ મૂકી આ મોટી શરત
Passenger Holding Area: રેલવે પ્રવાસીઓ માટે મોટા સમાચાર! ગીર્દી નિયંત્રિત કરવા બનશે ‘પેસેન્જર હોલ્ડિંગ એરિયા’; મુંબઈમાં કયા સ્ટેશનો પર હશે આ સુવિધા?
Mumbai hostage incident: ૭ કલાકનો હાઈ-વોલ્ટેજ ડ્રામા: મુંબઈના RA સ્ટુડિયોમાં ઓડિશનથી એન્કાઉન્ટર સુધીનો ખેલ, જુઓ બંધક કટોકટીની સંપૂર્ણ ટાઇમલાઇન.
Mumbai YouTuber hostage case: મુંબઈના આર એ સ્ટુડિયોમાં ૧૫-૨૦ બાળકોને બંધક બનાવનાર યુટ્યુબર પકડાયો! તમામ બાળકો સુરક્ષિત
Exit mobile version