Site icon

BESTની મિની બસના ડ્રાઈવરોની હડતાલે મુંબઈગરાને કર્યા બેહાલ…જાણો વિગતે

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

બૃહનમુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) દ્વારા કોન્ટ્રાક્ટ(Contract) પર દોડાવવામાં આવતી મિની બસના(Mini Bus) ડ્રાઈવરો પગાર(Salary) નહીં મળવાને કારણે અચાનક હડતાલ(Strike) પર ઉતરી ગયા હતા. તેમની અચાનક હડતાલને પગલે મુંબઈના અમુક ડેપો પર લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.

મંગળવારે 275 મિની બસમાંથી 163 બસના રસ્તા પર ઉતરી નહોતી. કોન્ટ્રાક્ટરે તેના કર્મચારીઓને પગાર આપ્યો નહોતા, તેના વિરોધમાં આ કર્મચારીઓ હડતાલ પર બેસી ગયા હતા. તેનો ફટકો મુંબઈગરાને પડ્યો હતો. જોકે બેસ્ટ ઉપક્રમના દાવા મુજબ તેઓએ આ ડેપો પરથી 94 વધારાની પોતાની બસો દોડાવી હતી.

છેલ્લા એક મહિનામાં આ બીજી વખત છે જ્યારે કોન્ટ્રેક્ટરે પોતાના કર્મચારીઓને પગાર નહીં ચૂકવતા કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા હતા. આ અગાઉ 22 એપ્રિલના 275 મિની બસ રસ્તા પર ઉતરી નહોતી. ત્યારે બસના ડ્રાઈવરોને(Bus drivers) પગાર નહીં મળ્યો હોવાથી તેઓ હડતાલ પર ઉતરી ગયા હતા.

બેસ્ટ ઉપક્રમના દાવા મુજબ આ મિની બસ એમ.પી.ગ્રુપ (MP group)નામની ખાનગી કોન્ટ્રાકટર દ્વારા દોડાવવામાં આવી રહી છે. 275 મિની બસમાંથી 115 ડ્રાઈવર હડતાળ પર ઉતરી ગયા હતા. 

આ સમાચાર પણ વાંચો : કમાલ કહેવાય! 78 ઠેકાણે સીસીટીવી ફૂટેજ તપાસ્યા બાદ દહીસર પોલીસે ધરફોડી કરનારા ચોરટાઓ પકડી પાડ્યા; જાણો વિગતે

બેસ્ટ દ્વારા મિની બસ દોડાવવામાં આવે છે, તેનો કોન્ટ્રેક્ટ ખાનગી કંપનીને(Private company) આપ્યો છે, તેના દ્વારા કોલાબા(Colaba), વડાલા(Wadala), બાંદરા(Bandra), કુર્લા(Kurla) અને વિક્રોલી ડેપોમાં(Vikhroli depot) બસ દોડાવવામાં આવે છે. આ હડતાલને કારણે બાંદરા, વિક્રોલી અને કુર્લા ડેપોને ભારે અસર થઈ હતી.

બેસ્ટના દાવા મુજબ કોન્ટ્રેક્ટર સાથે થયેલી શરત મુજબ ખાનગી કોન્ટ્રાકટરને પ્રતિ બસ 5,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.

BMC Election: મુંબઈનું ડિજિટલ રાજકીય યુદ્ધ: ભાજપ ‘માર્વેલ-સ્ટાઇલ’ અભિયાન સાથે મોખરે, વિપક્ષ પાછળ છૂટ્યો
Devendra Fadnavis Mumbai master plan: મુંબઈની કાયાપલટ: દેવેન્દ્ર ફડણવીસનો ‘માસ્ટર પ્લાન’ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નવો યુગ
Mumbai Mega Block: મુંબઈગરાઓ ધ્યાન આપો! રવિવારે મધ્ય અને ટ્રાન્સ-હારબર રેલ્વે પર મેગા બ્લોક; લોકલ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર, જાણો વિગતો
Mumbai: ગોરેગાંવમાં વહેલી સવારે માતમ: ભીષણ આગમાં આખો પરિવાર હોમાયો, ધુમાડાના ગોટેગોટામાં ગૂંગળાઈ જવાથી ત્રણના મોત
Exit mobile version