Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ 1993ના બોમ્બ બ્લાસ્ટના વોન્ટેડ આરોપીનું આ દેશમાં થયું મૃત્યુ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,17 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

સોમવાર.

મુંબઈમાં 1993ની  સાલમાં થયેલા બોમ્બ ધડાકાએ પૂરા દેશને હચમચાવી નાખ્યો હતો. અત્યાર સુધીનો તે દેશનો સૌથી મોટો બોમ્બ વિસ્ફોટ હતો. આ હુમલામાં 257 નિર્દોષ લોકો માર્યા ગયા અને 700 થી વધુ ઘાયલ થયા હતા.  આ બોમ્બ બ્લાસ્ટના મોસ્ટ વોન્ટેડ આરોપી સલીમ ગાઝીનું મૃત્યુ થયું હોવાનો અહેવાલ સામે આવ્યા છે. 

ANI ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર, સલીમ ગાઝીનું શનિવારે પાકિસ્તાનના કરાચીમાં નિધન થયું હતું. મુંબઈ પોલીસના સૂત્રોને ટાંકીને આ સમાચાર આપ્યા હતા.

1993ની સાલના બોમ્બ ધડાકાનો મોસ્ટ વોન્ટેડ આરોપી સલીમ ગાઝી દાઉદ ગેંગનો સભ્ય હતો. સલીમ ગાઝી છોટા શકીલની નજીકનો માણસ ગણાતો હતો.

અહેવાલો અનુસાર, સલીમ ગાઝી છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતો. તેને હાઈ બ્લડ પ્રેશર સહિત અન્ય બીમારીઓ હતી.  સલીમ ગાઝીનું શનિવારે કરાચીમાં હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું. 

વાહ!!! વિસ્ટાડોમ કોચ બન્યા પ્રવાસીઓના માનીતા, ત્રણ મહિનામાં જ સેન્ટ્રલ રેલવેને થઈ આટલા કરોડની આવક; જુઓ તસવીરો, જાણો વિગત.

Andheri Shastri Nagar Road Closed BMC ના વાંકે પ્રજા ત્રાસી! અંધેરીમાં શાસ્ત્રી નગર રોડ બંધ, વાહનચાલકો માટે ૧ કિમીનું ડાયવર્ઝન
Fake APK Scam મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, નકલી APK થી ₹150 કરોડની છેતરપિંડી કરનાર સોફ્ટવેર ડેવલપર આ રાજ્યમાંથી ઝડપાયો
Borivali PSI Trapped By ACB ધરપકડ ટાળવા ₹1.30 લાખની લાંચ લેતા બોરીવલીના PSI એસીબીના સકંજામાં પોલીસ સ્ટેશન પરિસરમાં જ છટકું ગોઠવી ઝડપી લીધા
Lost Mobile Traced Khar Cyber Team ગુમ થયેલો મોબાઈલ સાયબર ટીમે શોધી મૂળ માલિકને પરત સોંપ્યો ખાર પોલીસની પ્રશંસનીય કામગીરી
Exit mobile version