News Continuous Bureau | Mumbai
ગુડી પડવા(Gudi Padwa)ના 2 એપ્રિલ, 2022ના દિવસે ચાલુ થયેલી મુંબઈ મેટ્રો 2-એ અને 7(Mumbai Metro 2A and 7) ટૂંક સમયમાં જ લોકોની માનીતી બની છે. એક અઠવાડિયામાં જ બે લાખથી વધુ લોકોએ મેટ્રોમાં પ્રવાસ કર્યો હોવાનું મેટ્રો અધિકારીએ જાહેર કર્યું હતું.
મુંબઈ મેટ્રો 2એ અને 7ને બે એપ્રિલથી આંશિક રીતે ચાલુ કરવામાં આવી છે. પહેલા તબક્કામાં 2એ અને મેટ્રો 7 20 કિલોમીટરનો પ્રવાસ ખેડે છે, જેમાં મેટ્રો 2એ દહાણુકરવાડી(Dahanukarwadi) અને અપર દહિસર(Upper Dahisar) વચ્ચે મેટ્રો દોડે છે. તો લાઈન 7 તે દહિસર(પૂર્વ) અને આરે(Aarey) વચ્ચે દોડે છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈની ઈમારતોમાં રહેનારને પાણી મળે કે નહીં તે વાત બાજુ પર મુકો પણ ગેરકાયદેસર ઘરો ધરાવનારોને 1 તારીખથી પાણી જરૂર મળશે. જાણો અજબ બીએમસીનો ગજબ નિર્ણય. જાણો વિગતે
મુંબઈ મેટ્રોના અધિકારીએ રવિવારે 10 એપ્રિલના જાહેર કરેલા આંકડા મુજબ બંને નવી મેટ્રો લાઈનમાં (Metro Line) અઠવાડિયાની અંદર જ બે લાખથી વધુ પ્રવાસીઓએ પ્રવાસ કર્યો હતો.
હકીકતમાં આ બંને મેટ્રો લાઈન રેલવે સાથે સીધી રીતે કનેક્ટેડ નથી. એટલે વર્સોવા-ઘાટકોપર(versova-Ghatkopar) વચ્ચે દોડતી મેટ્રો વન પ્રમાણે પ્રવાસીઓની સંખ્યા હજી વધી નથી. પરંતુ ભવિષ્યમાં તે વર્સોવા-ઘાટકોપર વચ્ચે દોડતી મેટ્રો વન અને બાકીના મેટ્રો ફેસ સાથે જોડાઈ જશે તો આ મેટ્રો 2-એ અને મેટ્રો સાત આ બંને મેટ્રો રેલમાં પ્રવાસીઓની સંખ્યામાં હજી વધારો થશે એવું અનુમાન છે.
