Site icon

મુંબઈની બેસ્ટ બસમાં હવે મહિલા કન્ડક્ટરો, જાણો નવી પહેલ વિશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 24 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

બેસ્ટની 400 બસમાં 20 મહિલા કન્ડક્ટરો પ્રવાસીઓને ટિકિટ આપે તે માટે વિચારણા ચાલી રહી છે. આ તમામ બસ વેટ લીઝ (ભાડા પર લીધેલી) પર સીએનજી પર ચાલનારી બસ છે. હાલ બેસ્ટની 1,200 વેટ લીઝ પર ચાલતી બસમાં પુરુષ કન્ડક્ટરો ફરજ બજાવે છે.

વેટ લીઝ પર ચાલતી બસમાં મહિલા કન્ડક્ટરોની નિમણૂક માટે હાલમાં જ સીએનજી પર ચાલતી બસના કૉન્ટ્રૅક્ટરે  બેસ્ટ મૅનેજમેન્ટની મંજૂરી માગી છે. બેસ્ટ ઉપક્રમના સત્તાધીશોના કહેવા મુજબ ખાનગી કૉન્ટ્રૅક્ટર સાથે થયેલા કૉન્ટ્રૅક્ટ મુજબ હાલમાં તેમની પાસેથી બસની સાથે જ ડ્રાઇવર તથા કન્ડક્ટર ઉપલબ્ધ છે. 400 ભાડા પર લીધેલી બસમાં બેસ્ટનો એક પણ કર્મચારી નથી. તમામ સ્ટાફ આઉટસોર્સ કરાયેલો છે.

મુંબઈમાં શાળાઓ ક્યારે ખૂલશે? મેયરે આપ્યો આ જવાબ

બેસ્ટના જનરલ મૅનેજર લોકેશ ચંદ્રાના કહેવા મુજબ મહિલા કન્ડક્ટરોની નિમણૂક બાદ તેમને ટ્રેનિંગ આપવામાં આવશે. 20 બસમાં મહિલા કન્ડક્ટરોને રાખવાનો વિચાર છે. અહીં ઉલ્લેખનીય છે કે હાલ બેસ્ટ ઉપક્રમમાં 16 મહિલા કન્ડક્ટર ફરજ બજાવે છે. તેમાંથી મોટા ભાગની વડાલા ડેપોમાં ફરજ બજાવે છે.

Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Amit Satam: અમિત સાટમનો ખુલાસો: વિવાદાસ્પદ ‘ખાન’ નિવેદન પર સ્પષ્ટતા, વિપક્ષ પર સાધ્યું નિશાન .
Exit mobile version